SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૬૪૧ હવે મારા હાથમાં જીવવાની કોઇ ખારી નથી. તું લાખ-બે લાખ જેટલા માંગે તેટલા આપીશ પણ તારે મારું' કામ કરવુ પડશે. ગણિકા કહે ખેલ-તારે શું કામ છે? સેાનારાણીને શીલથી ચલિત કરવા તેની પાસેથી મુખ્ય એ ચીજ લાવી આપવાની છે, તે મારું જીવન બચે. ગણિકા કહે એહ! એમાં શી મેાટી વાત છે? ધનના લેાલે તે આવું અધમ પાપ કરવા તૈયાર થઈ. તે ખુંદીકોટામાં રહેતી હતી એટલે સેાનારાણીને ખરાખર જાણતી હતી. તેને લાગ્યુ કે છળકપટ કર્યાં વગર આ કાર્ય સિદ્ધ નહિ થાય, તેથી જરૂરી વસ્તુ લઈ રજપૂતાણીના સ્વાંગ સજીને તેના ઘેર ગઇ. બહારથી બૂમ પાડી સેાના....સાના ! સાનાને થયું કે મને કોણ ખેલાવતું હશે ? તેના મનમાં એમ કે હું મારા પતિની રોજ રાહ જોઉ છુ તે આવ્યા હશે ? સાનાએ બારણું ખાલ્યુ' પછી પૂછ્યું કે તમે કોણ છે ? બેટા! તું મને શેની એળખે ? તું કયાં સગપણ રાખે છે? હું તારી ફઈબા છું. સેાના વિચાર કરવા લાગી મારે કે મારા પતિને ઈખા છે જ નહિ, તે આ ઈખા કયાંથી ચમકયા ? છતાં તેણે ખૂબ આવકાર આપ્યા. સેાના તેા ખૂબ ભલીભાળી છે. ફઈબાએ મીઠું મીઠું ખેલ!ને પ્રેમ લગાડયા. ખાય પીવે ને જલસા કરે છે. વાણીની મીઠાશથી તેણે સાનાનું વાત જીતી લીધું. હવે તેા છ મહિનામાં ૧૫ દિવસ બાકી રહ્યા છે. ફઈબા ખૂબ મૂઝાડા લાગ્યા. હવે શુ કરવું? એક દિવસ સેાના સ્નાન કરીને કપડા બદલી રહી છે. ભીડ કપડા ચોંટી ગયા હતા. તે સમયે આ ફઈબાએ તેના જમણા પગની જાંઘ પરંતુ લા` લાખુ જોઈ લીધું. સોનાને આ વાતની ખબર નથી. ફઇબા મનમાં હરખાયા કે ક નિશાની તેા મળી ગઈ પણ બીજી વસ્તુ મેળવવી કેવી રીતે ? એટલે એક યુક્તિ રચી. કપટની જાળ પાથરતી ફઈબા : આ ફઇબા કહે-સેાના! હવે હું ઘેર જઈશ. ફઇબા ! આપના ભત્રીજા હવે આવવાના છે તે આપ તે આવે એટલે તેમને મળી જજો, પછી તમને એમ થશે કે મને ભત્રીજો મળ્યા નહિ. ફઈબા કહે હવે હું વધુ રોકાઈ શકુ તેમ નથી. ધૂતારાને ધતીંગ કરતાં બહુ આવડે. તે તે ખૂબ રડવા લાગ્યાં. આવા માણસાને બધા નાટક કરતાં આવડે. ફઈબા તા હીબકા ભરી ભરીને રડવા લાગ્યા. સાથે સેાના પણ રડવા લાગી. સેાના ફઈબાને છાના રાખે છે પણ છાના રહેતા નથી. છેવટે સાનાને કહે છે સેાના ! હું જાઉં છું. મારા ભત્રીજો મને મળી ન શકયા પણ તેન યાદમાં કંઈક આપ. શુ આપુ' ? મારા દીકરાનેા રૂમાલ અને તલવાર મને આપ તે મને તેને મળ્યા જેટલે આનદ થશે. આ સાંભળતા સેનાના હાજા ગગડી ગયા. હું મૂંઝવણમાં મૂકાઈ ગઈ, કારણ કે તેના પતિ જ્યારે બહારગામ જતા ત્યારે તે તલવાર અને રૂમાલ યાદમાં આપીને જતા. પતિની ગેરહાજરીમાં સેાના તલવારનું પૂજન કરતી અને રૂમાલ તેની સ્મૃતિ માટે રાખતી. આ બે ચીજો સેનાને વહાલામાં વહાલી હતી. આટલા દિવસ ઘરમાં રહીને ફઈબાએ આ જાણી લીધુ' તેથી આ વસ્તુએની માંગણી ૪૧
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy