SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦] ( શારદા શિરેમણિ બનતી નથી. આજે પણ એવી મહાન સતીઓ છે. મારી પત્ની સેના તે સાચી સતી છે. આપને પરીક્ષા કરવી હોય તે કરી શકે છે. સેના દેવીને ચલિત કરાવવાની કેઈની શક્તિ નથી. પરીક્ષા કરવા તૈયાર થયેલો અકબર બાદશાહે સભામાં કહ્યું–અહીં છે કઈ માઈને પૂત કે સતીના સતીત્વની પરીક્ષા કરે? સતીત્વની કસોટી કરવી એ કાંઈ નાના બાળકના ખેલ નથી. કેઈ ન નીકળ્યું. ફરી અકબરે ખૂબ જોરશોરથી કહ્યું ત્યારે એક માણસ નીકળ્યો. તેનું નામ શેરખાં હતું. તેને પાને ચઢયો ને બીડું ઝડપ્યું કે હા, સાહેબ! હું તેની પરીક્ષા કરીશ અને તેને ચલિત કરી આવીશ. બધા રાજાઓ સેનાના સતીત્વને જાણતા હતા પણ શેરખાને તો હાડાની ઈજજત લેવી છે અને સેનાને શીલથી ચલિત કરવી છે. તેણે કહ્યું મહારાજા! હુ બુંદીકેટા જાઉં છું. આપ મને છ મહિનાની મુદત આપે. હુ છ મહિનામાં મારું કામ સફળ કરીને આવીશ. કેવું પાપ કરવા ઊભે થયો? બાદશાહે કહ્યું- એક શરત યાદ રાખજે. જે તે સેનાને શીલથી ચલિત કરી શકે તો હાડાનું માથું લેવાનું અને જે તેમ ન કરી શકે તે તારે માથું આપવાનું. શેરખાં આ શરતને સ્વીકાર કરી બુંદીકોટા ગયે. રાજાએ હાડાને કહ્યું તમારે બુંદીકેટ નહિ જવાનું. તમારે અહીં રહેવાનું. સેના તે દેવી છે દેવી!: શેરખાં બુંદીકેટ પહોંચી ગયો. તે ગામમાં ફરવા લાગે કે સોના બાબતના સમાચાર કયાંકથી મેળવું. ગામના બધા સમાચાર માલણને ત્યાંથી મળે. માલણ બધાને ઘેર ફૂલ આપવા જાય એટલે તેને બધી ખબર હોય. શેરખાં માલણ પાસે ગયે. તેને પૂછ્યું કે સોનારાણી બાબતમાં આપનો શું અભિપ્રાય છે? ભાઈ ! આપ તેના માટે પૂછે છે? એ તે અમારા ગામની દેવી છે દેવી! અમારું ગામ સુખેથી જીવતું હોય તે તે સનાદેવીને પ્રભાવ છે. તેને પગે લાગીએ તો અમારા પાપ દેવાઈ જાય. તેના નાવણનું પાણી છાંટવાથી પણ રેગ શાંત થઈ જાય છે. માલણે તે સતીના ખૂબ ખૂબ વખાણ કર્યા દરેક જગ્યાએ તેની પવિત્રતાની પ્રસિદ્ધિ સાંભળીને તે હતાશ થઈ ગયો. તેના મનમાં થયું કે આ સતીને ચલિત કરવી તે ઘણું કઠીન કામ છે. તે ગામમાં ચારે બાજુ તપાસ કરે છે, મહેનત કરે છે પણ કોઈ દાવ ફાવતું નથી. મહિને, બે મહિના, પાંચ મહિના પૂરા થવા આવ્યા. ઘણી મહેનત કરી ઘણી કળાઓ વાપરી, પૈસા વાપરવામાં તે બાકી ન રાખ્યું છતાં સોનાને ચલિત કરવા તે શું પણ તેનું મેટું જોવા ય ન પા. સતી કાંઈ બજારમાં ફરે છે કે તેના દર્શન થાય ? શેરખાંના તે હાજા ગગડી ગયા. પૈસા આપીને તૈયાર કરેલી વેશ્યાઃ હાડાને તે તેનારાણ પર પૂરો વિશ્વાસ છે. મેરૂ ડગે ધરતી ધ્રુજે સૂર્ય કરે અંધકાર તો પણ મારી સેના શીલ ન ચૂકે તલભાર.” શેરખાંએ સેનાને ફસાવવા ઘણા ઉપાય અજમાવ્યા પણ કઈ રીતે તેની સોગડી વાગી નહિ. છેવટે સાવ નીચી કક્ષામાં ઉતરી ગયે અને પાપણી ગણિકાને આશરો લીધે. તેને ખૂબ ધન આપ્યું ને કહ્યું હવે મારી જિંદગી તારા હાથમાં છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy