________________
શ્રી મહાવીરાય નમ: લ ગયું અને ફેરમ રહી ગઈ
સ્વ, કુસુમબેન મનસુખલાલ તુરખીયા જન્મ : સંવત ૧૯૮૮ શ્રાવણ સુદ ૧૫ સ્વગ વાસ : ૨૦૪૦ ફાગણ વદ-૧૨ તા. ૨૯-૩-૮૪
જેમણે મારા જીવનમાં દયા, દાન, તપ અને ત્યાગના ધમનું બીજ વાવી, મારા જીવનરૂપી ફુલવાડીને, ધમ સંસ્કાર રૂપી જળનું સિંચન કરી માનવતાના ગુણોરૂપી ખુથી મહેકતે કર્યો તે પુણ્યાતમા સ્વ. કુસુમબેનના આત્માને અંતરના ભાવભીના વંદન.
જેમ પારસમણીને સ્પર્શ થતાં કથીર પણ કંચન બની જાય છે, તેમ જૈન શાસનના શણગાર પરમ પૂજય બાળ બ્રહ્મચારી, વિદુષી, પ્રખર વકતા શ્રી શારદાબાઈ મહાસતીના સચોટ ઉપદેશથી જેમનો આત્મા જાગૃત થવાથી માસખમણ, આયંબીલ તપ, વરસીતપ, બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી આગાર ધમ અપનાવ્યું. ઉપદાન હતું અને તેમાં ઉત્તમ નિમિત્ત મળતાં જેમ સાપ કાંચળી ઉતારે તેમ અસાર સંસારની માયા ઉતારી ધામીકક્ષેત્રે પ્રવૃતી વધારી દીધી. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધાથી જેમનું મૃત્યુ પણ ધન્ય બની ગયુ કેમકે કેઈપણ બીમારી વગર એક જ મીનીટમાં દેહરૂપી જીણું વસ્ત્રને ફગાવી દીધું.
મનસુખલાલ ડુંગરશી તુરખીયા
પરિવાર, અને સ્નેહિએ