SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [૬૨૧ કર્યા ને કહ્યું- હે ગુણાધિરાજ નરેશ ! આપની ખૂબ ખ્યાતિ સાંભળીને આપના દર્શને આવ્યા છીએ. અમારું નાનું ભણું સ્વીકારે. મૂલ્યવાન મોતી ટાંકેલે મખમવાના ચંદરવાથી ઢાંકેલે સેનાને થાળ રાજસિંહાસન આગળ મૂક્યો. રાજાએ ચંદર ખેલ્યો તે સોનાના થાળમાં મોતીઓને સ્વસ્તિક, તેમાં સુંદર રત્નજડિત હાર હતા. એ થામાં અક્ષતથી લખેલું હતું કે ગોપાલપુર નરેશને જય હો. રાજા તે આશ્ચર્ય પામ્યા. ગુણસુંદરનો વિનય, વિવેક, તેની તેજસ્વી આંખો જોઈને રાજા તે ઠરી ગયા. તમે કોણ છો ? કયાંથી આવ્યા? શા માટે આવ્યા? ગુણસુંદર કહે- મારું નામ ગુણસુંદર. હું વણઝારો છું. દેશદેશમાં આપની ખ્યાતિ સાંભળીને વહેપાર કરવાની ઈચ્છાથી આવ્યા છીએ. રાજા કહે- મારી સંપૂર્ણ આજ્ઞા છે. તમારો ૫૦ ટકા કર માફ કરું છું. મારા લાયક બીજી સેવા હેય તે ફરમાવો. બસ આપની કૃપાદ્રષ્ટિ. હવે ગુણસુંદર શું કરશે તે ભાવ અવસરે. દ્વિ. શ્રાવણ વદ ૧૨ને બુધવાર : વ્યાખ્યાન નં. ૬૭ : તા. ૧૧-૯-૮૫ અનંતજ્ઞાન દર્શનના ધારક, ભવ્ય જીના ઉધારક, સમતાના સાધક એવા ભગવાન ફરમાન કરે છે કે હે આત્માઓ! જે તમારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે તે ભૌતિક સુખ વધારવાની જે વૃત્તિ છે તેમાં ઘટાડો કરવા પડશે. આજે જગતના છે દુનિયામાં જે દુન્યવી પદાર્થો છે એમાં રોજ રોજ વધારો કરવા ઈચ્છે છે. સાચી પૂર્ણતા મેળવવા માટે એ પદાર્થો મેળવવામાં ઘટાડે કરવું પડશે. સંસારમાં લખપતિમાંથી કરોડપતિ બને તેને તમે ભાગ્યશાળી, પુણ્યશાળી માને છે પણ જેની જ્ઞાનદષ્ટિ ખુલી ગઈ છે તે તો એ વિચાર કરશે કે જેટલી સંપત્તિ વધી એટલે વધુ ઉપાધિમાં ફસાયે. તમને આ વિચાર આવે છે ખરો? પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પા૫ આ બેમાંથી તમને કેને ઉદય વધુ સારે લાગે ? એક માણસ શ્રીમંત છે. એમને ત્યાં ધન અને બાહ્ય પદાર્થોની છાકમછળ છે. વૈભવ, વિલાસ, ગાડી, મોટર આદિ કઈ જાતના સુખની કમીના નથી. તમારી દષ્ટિએ ગણાતું દુઃખ નામ માત્ર નથી. આવી સંપત્તિ ભેગવે છે. માન-સન્માન પણ ખૂબ ભગવે છે પણ તે ધર્મની વાતને માનતો નથી. ધર્મનું જ્ઞાન એનામાં બિલકુલ નથી. સાધના, આરાધના કરતો નથી, પાપને - ભય નથી. આ આત્મા ભોગવે છે પુણ્ય અને પાપને બંધ પાડે છે. બીજો એક માણસ ગરીબ છે. ત્રણ સાંધે ત્યાં તેર તૂટે એવી એની સ્થિતિ છે. માંડ માંડ પિતાનું પૂરું કરે છે તેમાં આનંદ માને છે પણ તેને ધર્મ પ્રત્યે બહુ પ્રેમ છે, પાપને ખૂબ ડર છે, સાધના, આરાધના ખૂબ કરે છે તેથી પુણયનો બંધ કરે છે અને ભગવે છે પાપ. કદાચ તમારા પર કોઈ દેવ પ્રસન્ન થયે અને કહે આ બેમાંથી તમારે કેવું જીવન જોઈએ છે ? તે તમે શું માંગશે ?
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy