SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ દર૦ ] [શારદા શિરમણિ છેવટે રાજકુમાર અને વેશ્યા બંને દીક્ષા લે છે. વેશ્યાએ ત્રીજુ, ચોથું વ્રત લીધું તે એના પ્રભાવે જીવનમાં કેટલી નિર્મળતા આવી ! આનંદ શ્રાવકે મોટકી ચોરીના પચ્ચકખાણ કર્યા. તે ચોરી ચાર પ્રકારની છેપહેલી આગળ આવી ગઈ કે ખાતર ખણું એટલે ખાતર પાડીને કેઈના ઘરમાંથી ચોરી ન કરવી. (૨) ગાંઠંડી છેડી ઃ ગાંઠડી છોડીને તેમાંથી માલ લઈ લેવો એ એક મેટું વિશ્વાસઘાતનું કામ છે. કેઈ વિશ્વાસે પિોટલી મૂકી જાય તે છેડીને જેવાય નહિ અને લેવાય પણ નહિ. જેની પિટલી હોય તેના માલિકની ગેરહાજરીમાં તે છોડવાને કોઈને અધિકાર નથી. (૩) તાળ પર કંચીએ કરી : એક તાળા પર બીજી કુંચી લગાડી ધનમાલ લઈ લે. ઘણી વાર શેઠ પિતાના નોકરના વિશ્વાસે આખી દુકાન સેંપી ઘેર જાય ત્યારે નોકરો પાછળથી કબાટના તાળા ખોલી લેવાય એટલું લઈ લે પછી શેઠ પૂછે ત્યારે તદ્દન અસત્ય બેલે અથવા ધન લઈને ભાગી જાય. કઈ વાર ઘરના નેકરને ઘર સોંપીને રવિવાર જેવા દિવસે બધા માણસે ફરવા જાય. પાછળથી નેકરની દાનત બગડે, કબાટો કે તિજોરીઓને ચાવીઓ લગાડી તાળા ખેલી નાંખે અને લેવાય તેટલે માલ લઈને રવાના થઈ જાય. આ રીતે કરવાથી ત્રીજા વ્રતમાં દેષ લાગે છે. હજુ ભગવાન ચેથા બેલમાં શું ભાવ સમજાવશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ ભૂમિ ગુણસુંદર અને માણેકચંદ શેઠને ગોપાલપુર ગામની માહિતી આપી રહ્યો છે. બધું બતાવતા બતાવતા સાંજ પડવા આવી એટલે બધા ઘેર પાછા આવ્યા. ઘેર તેમના બધા સાથીઓ રાહ જોતા હતા. શેઠ અને કુમાર બધા આવ્યા એટલે સાથે બેસીને જમ્યા. જમીને ચૌવિહાર કર્યો ને પછી પ્રતિકમણ કરવા બેઠા. મુસાફરીમાં પણ ગુણસુંદર પિતાના વ્રત નિયમ ચૂકતા નથી. રાત્રે બધા સૂઈ ગયા. બીજે દિવસે સવારે ઉઠીને પ્રતિકમણ આદિ ક્રિયાઓ કરી. હવે રાજદરબારમાં જવું છે એટલે તે માટેની તૈયારીઓ કરી. પાંચે વેપારીઓએ રાજદરબારમાં શેભે એવા કપડા પહેર્યા અને ગુણસુંદરે રાજપશાક પહેર્યો. જાણે કોઈ દેવકુમાર ન હોય રાજસભામાં જતી વખતે નવકારમંત્રનું મરણ કર્યું. બધા સાથે મળીને ભેટશું લઈને રાજદરબારમાં જાય છે. રાજદરબારની પાસે પહોંચ્યા ત્યારે ચેકિયાત ત્યાં ઊભે હતે. ગુણસુંદરે ચેકિયાતને એક ગીની ભેટ આપી. પછી કહ્યું કે જા મહારાજાને પૂછી આવ કે કેટલાક પરદેશી વેપારીઓ આપને મળવા માટે આવ્યા છે તે તેમની આજ્ઞા હોય તો અમે અંદર આવીએ. ચેકિયાતે જઈને રાજાને વાત કરી. રાજા કહે- ભલે ખુશીથી આવે. આપ તેમને મધુર વચનેથી સકારસન્માન કરો. ચેકિયાએ કહ્યું- પધારે મહેમાને પધારે! ગોપાલપુરના મહારાજા આપનું અંતરથી હાર્દિક સ્વાગત કરે છે. રાજકચેરીમાં ગુણસુંદરનું આગમન : ગેપાલ નરેશની આજ્ઞાથી બધા અંદર ગયા. બધાએ ગુણસુંદરને પરાણે આગળ કર્યો. ગુણસુંદરે વિનયપૂર્વક વંદન
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy