SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬] [ શારદા શિરેમણિ જાગ્યા. કંસ પૂછે છે જલદી સમાચાર આપો કે દેવકીજીને શું આવ્યું છે? તે કહે કે મરેલી ઢીકરી આવી છે. કંસ મનમાં હરખાવા લાગ્યા કે મુનિના વચન કેવા ખોટા પડયા? તેણે તે મરેલી દીકરીને પણ પથ્થરની શીલા સાથે પછાડીને માથું ફેડી નાંખ્યું. કૃષ્ણજીનું પરાક્રમ : આ બાજુ કૃષ્ણજી ગોકુળમાં નંદને ત્યાં મોટા થાય છે. નાનપણથી તેની શક્તિ અજબની હતી. વાદળામાં સૂર્ય છૂપ ન રહે, રણસંગ્રામમાં ગયેલે રજપૂત છૂપ ન રહે તેમ આ બાળક કયાંય છૂપ રહેતો નથી. નાના છોકરાઓની સાથે રમે છે પણ તેનું ક્ષત્રિય તેજ કાંઈ છાનું રહે ખરું? એક દિવસ કૃષ્ણજીને દહીં ખાવાનું મન થયું તેથી ઊંચે ચઢીને લેવા જાય છે ત્યારે જશોદાથી બોલી જવાયું. તું કયાંય છાનો ન રહે! ગમે તેમ તે ય તું દેવકીને જાય ને ! આ શબ્દ સાંભળતા કૃષ્ણ ચમકયા. હે માતા! શું હું તારે દીકરો નથી? શું મારી માતા દેવકી છે? શું મારી માતા બીજી કઈ છે! તેણે શબ્દ બરાબર પકડી રાખ્યા. આ બાજુ કંસને ખબર પડી ગઈ કે મારે શત્ર ઉછરી રહ્યો છે તેથી પરીક્ષા કરવા પિતાના બે બળદને મોકલ્યા. બળદેએ ગામના લોકોને ખૂબ રંજાયા છેવટે કૃષ્ણ બળદને શીંગડાથી પકડીને પછાડીને મારી નાંખ્યા, પછી કાળી નાગને છૂટો મૂક્યું. તે તેઓ કાળી નાગ પર સ્વાર થઈ ગયા અને તેને પણ નાશ કર્યો. મલ્લયુદ્ધોને મોકલ્યા તે કૃષ્ણજીએ એમને પણ પરાજય કર્યો. આથી કંસના પેટમાં તેલ રેડાયું કે હવે મારો દુશ્મન તૈયાર થઈ ગયો છે, છેવટે કૃષ્ણજીએ કંસને માર્યો અને જરાસંઘ પ્રતિવાસુદેવને પણ હરાવ્યું અને ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું. આ રીતે કૃષ્ણજીએ ત્રણ ખંડ પર પિતાની સત્તા જમાવી. કૃષ્ણજી અવિરતિ સમ્યગદષ્ટિ હતા. તેઓ દીક્ષા લઈ શક્તા નહોતા પણ જ્યારે ભગવાન નેમનાથના સમવસરણમાં જતા ત્યારે ભગવાનના સંતે જોઈને તેમની આંખમાંથી આંસુ આવતા. ધન્ય છે આ નાના બાલ અને મોટા મુનિઓને કે જેમણે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી છે. તે દીક્ષા ન લઈ શકયા પણ ધર્મની દલાલી ખૂબ કરી છે અને ધર્મની દલાલી કરતાં તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું છે. આવતી ચોવીશીમાં તેઓ તીર્થકર થવાના છે. આવા મહાન પવિત્ર આત્માઓની જન્મજયંતિ ઉજવીને આપણું આત્માને પવિત્ર બનાવવાનું છે. તે મહાન પવિત્ર પુરૂષ આજે કેટલાય વર્ષોથી આપણી પાસે નથી છતાં સારી દુનિયા તેમને આજે યાદ કરે છે. તેમનું જીવન ગુણરૂપી ગુલાબના પુષ્પોની સુંગધથી આજે પણ મહેકી રહ્યું છે. આપણું જીવનમાં પણ તેમના ગુણની સુવાસ આવે તે જ ભાવના. દિ. શ્રાવણ વદ ૧૦ને સેમવાર : વ્યાખ્યાન નં. ૬૫ તા. –૯–૮૫ આનંદ શ્રાવકનો અધિકાર ચાલે છે. આનંદ શ્રાવક હવે ત્રીજું વ્રત આદરે છે, ત્રીજા प्रतम तयाण तर च ण थुलग अदिण्णादाणं पच्चक्खाइ जावज्जीवाए दुविहं तिविहेण न करेमि न कारवेमि भणसा, वयसा, कायसा ।
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy