SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] | [ ૬૦૫ બેઠા. તેમાં હારી ગયા અને શરતને સ્વીકાર કરે પડશે. સમય જતાં દેવકીજીને સુવાવડનો પ્રસંગ આવ્યું એટલે શરત પ્રમાણે તે પિયર આવી. પુણ્યાત્માના રક્ષણ માટે દેવની સહાયઃ દેવકીજીના સાત પુત્રોમાં કૃષ્ણજી સિવાય છ જ તો મોક્ષગામી ચરમશરીરી જીવે છે. કૃષ્ણજી એકાવનારી છે. આવા પવિત્ર જીવેને દેવ મરવા દે ખરા? આ પુણ્યાત્માઓના પ્રભાવે દેવનું આસન ડોલાયમાન થયું. અવધિજ્ઞાનથી વાત જાણી લીધી. હરિણગમેથી દેવ દેવકીજીને પુત્ર આવે છે તે જ સમયે ભક્િલપુર નગરમાં નાગ ગાથાપતિની પત્ની સુલસાની કુક્ષીમાં મરેલી દીકરીઓ આવે છે. તેની અદલાબદલી કરી લે છે. સુલતાને કે દેવકીને આ વાતની ખબર પડવા દેતા નથી. દેવકીજી જાણે કે મરેલી પુત્રી આવી અને સુલશા જાણે કે મારે દીકરા આવ્યા. સુલશા કેવી ભાગ્યવાન ને પુણ્યવાન કે છ છ છોકરાઓ એને ત્યાં આવ્યા ! કંસને ખબર પડી કે મરેલી પુત્રીઓ આવી છે છતાં તેના બે પગ પકડીને તેની પરની શીલા સાથે ઝીક મારે છે અને તેની ખોપરી ફોડી નાંખે છે. તેના મનથી તો જાણે કે મેં જીવતાને માર્યા છે. કેવા ઘોર પાપ બાંધે છે! આ રીતે છ છોકરીએ મારેલી આવી. બધાને આ રીતે શીલા સાથે પછાડીને ખેપરી ફેડી નાંખે. સાધુ સત્ય જાણતાં હાવા છતાં ન બોલે. આ સાધુ ભૂલી ગયા ને બોલ્યા તેનું પરિણામ કેવું ભયંકર આવ્યું ! મહાપુરૂષોના જન્મને અદભૂત પ્રભાવ : આમ કરતા દેવકીજીને સાતમી સુવાવડને પ્રસંગ આવે. દેવકીજીએ સાત સ્વપ્ન જોયા, તેથી દેવકીજીના મનમાં થયું કે આ બાળક ખૂબ તેજસ્વી, પરાક્રમી થશે માટે કોઈ પણ ઉપાયે તેની રક્ષા કરવી જોઈએ. આથી દેવકીજીએ વિચાર કર્યો કે ગોકુળમાં નંદની પત્ની યશોદા મારી સખી છે તે પણ ગર્ભવતી છે માટે પહેલેથી સંતાન બદલવાની વાત કરી લઉં. એક દિવસ દેવકીજીએ વસુદેવની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને તે તલવાર લઈને ચાલવા લાગી. વસુદેવે તેને હાથ પકડીને રોકી રાખી અને કહ્યું- તલવાર લઈને કયાં જાવ છો ? ત્યારે દેવકીએ કહ્યું કે હું કંસને મારવા જઈ રહી છે. આ ગર્ભમાં રહેલા બાળકનું બળ અને શક્તિ હતા. સમય જતાં સાત માસ થયા ને કંસે વસુદેવને જેલમાં પૂર્યા. સમય પૂરો થતાં દેવકીજીને પ્રસૂતિને સમય નજીક આવ્યું. કંસે વસુદેવને અને દેવકીજીને નજરકેદમાં રાખ્યા છે. બરાબર ચેકીપહેરો ગોઠવી દીધું છે. એક ઝેકું પણ ખાવાનું નહિ, પણ મહાપુરૂષને પ્રભાવ તે જુઓ. બરાબર મધરાત થઈ એટલે બધા ચેકીયાતે ઘસઘસાટ ઊંઘી ગયા. વસુદેવના બંધન તૂટી ગયા. બરાબર શ્રાવણ વદ ૮ ના રાત્રે આ મહાપુરૂષનો જન્મ થયો. મહાપુરૂષોના જન્મ હમેશા રાત્રે થાય છે. તે પિતાની માતાની મર્યાદા સાચવે છે. વસુદેવ બાળકને ટોપલામાં લઈને ગોકુળમાં ગયા. વચ્ચે નદી આવતી હતી તે તેના બે ભાગ થઈ ગયા, ચાલે તે રસ્તે થઈ ગયે. ગોકુળમાં જઈને જશદાએ મરેલી પુત્રીને જન્મ આપ્યો હતે તેને લઈ લીધી અને કૃષ્ણજીને ત્યાં મૂકયા. આ બધું કાર્ય પતી ગયું. વસુદેવ ગોકુળ જઈને આવ્યા ત્યાં સુધી કોઈ ચોકીયાત જાગ્યા નહિ પછી બધા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy