SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] |શારદા શિરમણિ - આજનો દિવસ એવા કર્મવીર પુરૂષ કૃષ્ણજીને જન્મ દિવસ છે. વૈષ્ણવે તેને ગોપીઓના સ્વામી અને કૃષ્ણલીલા તરીકે માને છે. જ્યારે જૈનદર્શન કૃષ્ણજી નેમનાથ ભગવાનના પરમ ભક્ત હતા અને તેમણે ધર્મની દલાલી ખૂબ કરી તે દૃષ્ટિથી યાદ કરીએ છીએ. કૃષ્ણજી પિતા વસુદેવ અને માતા દેવકીના પુત્ર હતા. તેમના માતાપિતા મથુરામાં રહેતા હતા. ક સે પિતા પર ગુજારેલ જુલમ ? તે સમયે મથુરાના રાજા ઉગ્રસેન હતા. તેમનો પુત્ર કંસ નાનપણથી અનીતિવાન, અત્યાચારી અને સાધુને કટ્ટર દુશ્મન હતે. તે સમયે પ્રતિવાસુદેવ જરાસંઘ હતો. કંસ મેટો થતાં તેના પરાક્રમોની વાત સાંભળીને જરાસંઘે પિતાની દીકરી જીવ શાને કંસ સાથે પરણાવી. લગ્ન સમયે કંસને ખુશી કરવા માટે કહે છે હું ત્રણ ખંડને એક છત્રી રાજા છું માટે આપની આજે જે ઈચ્છા હોય તે માંગી લે, ત્યારે કંસે કહ્યું-મારી એક ઈચ્છા છે કે હું મથુરાને રાજા બનું. જરાસંઘે કહ્યું- મથુરાનું રાજય તો તમારા પિતાની પાસે છે. તમારા પિતાની સંપત્તિ એ તમારી સંપત્તિ છે ને ? એ રાજ્ય પછી તમને જ મળવાનું છે માટે આપ બીજી કઈ વસ્તુ અથવા બીજુ રાજય માંગો. આ સાંભળીને કંસને ગુસ્સો આવ્યો. તેણે કહ્યું-મથુરાનું રાજ્ય તો મારા પિતાના મૃત્યુ પછી મને મળે ને ! હું તે અત્યારે મથુરાને રાજા બનવા ઇચ્છું છું. જે આપ મને કંઈક આપવા માંગો છો તો એ આપો. જરાસંઘને જમાઈ ને નારાજ કરવા તે સારું ન લાગ્યું, તેથી કંસે કહ્યું હતું તે પ્રમાણે ફરમાન લખી દીધું. કંસ જીવ શાને લઈને મથુરામાં આવ્યા. કંસે પિતાની સાથે ઘણું ખરાબ વર્તન કરવા માંડ્યું. પરિણામે એક દિવસ બાપને રાજગાદી ઉપરથી ઉઠાડીને પિતે રાજા બને, એટલેથી અટકયું નહિ તે પિતાના પિતાને પિંજરામાં પૂર્યા. સ નાનપણથી આવા કુકર્મો કરનારો હતો. પિતાને પાંજરામાં પૂરીને તે પાંજરે રાજમહેલના દરવાજે રખાવ્યું. જેથી આવતા જતા બધા લેકે દેખે. કેટલે અન્યાય ! કે અત્યાચાર ! રાજ્યના લેભે પિતાની કેવી દશા કરી ! તે માને કે મેં સારું કર્યું પણ લોકે આવતાં જતાં આ જુએ એટલે બધા એની નિંદા કરવા લાગ્યા. ગાળો દેવા લાગ્યા. શું આ દીકરો કહેવાય ! કે રાજ્યના અલ્પ સુખ ખાતર પિતાને પાંજરામાં પૂર્યો ! તેણે પિતાની આવી દશા કરી ? બાપને દુઃખી કર્યા અને પ્રજાને પણ ત્રાસ આપવા લાગ્યો. જે પિતાના પિતાની સાથે આ નિર્દય વ્યવહાર કરે તે પ્રજાની સાથે કરે એમાં આશ્ચર્ય શું છે? કંસને અભિમાન હતું. તેને પિતાના સસરાનું વિશાળ રાજ્યબળ અને પિતાના પરાક્રમને નશો હતા. તેમાં યૌવન અને ધનનો નશો વિશેષ ચઢી ગયે. એક શ્લોકમાં કહ્યું છે કે योवन धन संपत्तिः पुभुत्वभविवेकता। एकैकमप्यनायकिमु यत्र चतुष्टम् ॥
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy