SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૬૦૧ શ્રાવકે મહેરબાની કરીને જુબાની દેવા જવું જ નહિ. તમારે કહેવું કે મારે પચ્ચકખાણ છે તો આવા પાપથી બચી જશે. આજના પવિત્ર દિવસનું નામ છે જન્માષ્ટમી. આજનો દિવસ આપણને શું સૂચના કરે છે? આજના પવિત્ર દિવસે કૃષ્ણજીનો જન્મ થયે હતો. આજે કૃષ્ણજીના ભક્તો તેમની ભક્તિમાં ઓતપ્રેત બની જાય છે. જેમ કેલસા પર રાખ વળી ગઈ હોય તે તે ઉડાડવા માટે ભૂંગળીની જરૂર છે તેમ આપણા જીવન પર કષાયો તથા દુર્ગુણોની રાખ વળી ગઈ હોય તે મહાપુરૂષોની જન્મજયંતી રાખ ઉડાડવાનું કામ કરે છે. ભગવાને ત્રણ પ્રકારના પુરૂષે બતાવ્યા છે : (૧) ધર્મપુરૂષ (૨) ભેગપુરૂષ (૩) કમ પુરૂષ (૧) ધર્મ પુરૂષ : અરિહંત-તીર્થકર ભગવાનને ધર્મપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં વીસ ચોવીસ તીર્થકર મહાપુરૂષે થાય છે. જેમના જન્મથી ત્રણે લેકમાં અજવાળા થાય છે. તે સંસારના સમસ્ત સુખને છોડીને દીક્ષા લે છે. અઘોર સાધના કરે છે, પછી સર્વજ્ઞતા પ્રાપ્ત કરીને ચાર તીર્થની સ્થાપના કરે છે. સેંકડો જીવોને ધર્મ પમાડે છે અને સંસારમાંથી બહાર કાઢી સંયમ માર્ગનું પ્રદાન કરે છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ પંચશીલને ઉપદેશ આપે છે. જેમના ચરણોમાં દેવ-ઈન્દ્રો નમન કરે છે. આવા તીર્થકર મહાપુરૂષને ધર્મપુરૂષ કહેવાય છે. (૨) ભોગ પુરૂષ ? ચક્રવતીને ભેગપુરૂષ કહેવાય છે. દરેક ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળમાં બાર બાર ચક્રવતી ઓ થાય છે. તે પિતાના ભૂજાબળથી છ ખડે પર વિજય પતાકા ફરકાવે છે. તેમની સેવામાં સેળ હજાર દેવો હોય છે. તેમને ૬૪ હજાર રાણીઓ હોય છે, ૧૪ રત્ન અને નવ નિધાન હોય છે. ચકવતીની રિદ્ધિની વાત વાંચીએ ત્યારે એમ થાય કે શું તેમની રિદ્ધિ છે? તે ચાલતા હોય ને તડકે હોય તો તેમના માથે છત્ર થઈ જાય. તેઓ યુદ્ધ કરવા જતા હોય ને ગુફાના દ્વાર બંધ હોય તો ઉઘડી જાય. વચ્ચે નદી આવતી હોય તે પાણીના બે ભાગ થઈ જાય અને વચ્ચે રસ્તે થઈ જાય. આ રીતે ચૌદે રન પિતપોતાનું કામ બરાબર બજાવે. ચક્રવતીને આવી ધેમ સાહ્યબી હોય છતાં તેનો ત્યાગ કરી દીક્ષા લે. ૧૨ ચક્રવતમાં ૧૦ ચક્રવતીઓએ દીક્ષા લીધી. સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી સંસારમાં ખૂંચ્યા, દીક્ષા ન લીધી તો મરીને નરકમાં ચાલ્યા ગયા. (૩) કર્મપુરૂષ : વાસુદેવને કર્મપુરૂષ કહેવાય છે. તે દરેક ઉત્સર્પિણી, અવસર્પિણમાં નવ નવ હોય છે. તેઓ ત્રણ ખંડ પર પિતાનું શાસન ચલાવે છે તેથી એમને અર્ધ ચક્રવત પણું કહેવાય છે. તેમને સાત રને હોય છે, તે ચક્રરત્ન, ખડૂગરત્ન, ધનુષ, મણિ, દેવેએ આપેલી કરમાય નહિ એવી પુષ્પમાળા, કૌમુદી નામની ગદા અને પંચજન્ય શંખ એ સાત રને બધા વાસુદેવને હોય છે. પ્રતિવાસુદેવ લડાઈઓ કરીને મેળવે અને ભગવે વાસુદેવ. વાસુદેવના હાથે પ્રતિવાસુદેવ મરાય અને પછી તેનું રાજ્ય વાસુદેવ ભગવે. કૃષ્ણજી પણ વાસુદેવ હતા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy