SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬] [ શારદા શિરેમણિ પહોંચી શકીશ. અનાદિકાળથી ભવમાં ભટક્તો મારો આત્મા મોહથી ખૂબ ખુવાર થયા, અવિરતિ પર સ્વાર થયે પણ હવે તે વિવેકનું પરોઢ ઉગ્યું છે માટે અંધકારમાં રહેવું નથી. જે આવા ભાવ આવે તે વ્રત લીધા વિના રહી શકે નહિ. જેટલા જેટલા વ્રતમાં આવશે એટલી અવિરતિ ભાગશે. અવિરતિ ભાગે એટલે પાપ ભાગે, પાપ ભાગે એટલો ભવ ભાગે અને ભવ ભાગે એટલે મોક્ષ નજીક થાય. હવે આગળ શું ભાવ ચાલશે તે વાત અવસરે. હિ. શ્રાવણ વદ ને રવિવાર : વ્યાખ્યાન ન. ૧૯ : તા. ૧-૯-૮૫ “મા ખમણના ઉગ્ર તપસ્વીઓ બા. બ્રપૂ. હર્ષિદાબાઇ, મહાસતીજી, બા. બ્ર. પૂ. ઉવીશાબાઈ મહાસતીજી, બા.બ્ર. પૂ. હેતલબાઈ મહાસતીજીએના ૩૦ ઉપવાસના પારણને પ્રસંગ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આજે શ્રી કાંદાવાડી સંઘના આંગણે એક પવિત્ર, પાવનકારી, મંગલકારી દિવસ છે. આપણે ત્યાં પર્યુષણ પર્વની પધરામણી થતાં પહેલા ચાતુર્માસ પ્રારંભથી આરાધનાના ઉદ્યાનમાં મુક્તિને મંગલ મંડપ બાંધવામાં આવ્યો છે. કર્મક્ષય કરવા માટે તપના તેજસ્વી તેરણો બાંધ્યા છે. તેના ઉપર ધર્મની ધજા ફરકે છે. આ મંડપમાં આપણે ત્યાં ત્રણ ત્રણ બાલ બ્રહ્મચારી સતીજીએના ઉગ્ર તપ ચાલી રહ્યા હતા. તેમાં બા.બ્ર. હર્ષિદાબાઈ મ. બા. બ્ર. ઉવશાબાઈ મ. નવદીક્ષિતા બા. બ્ર. હેતલબાઈ મ. આ ત્રણે સતીજીએને માસખમણની ઉગ્ર સાધના નિર્વિધનપણે પરિપૂર્ણ થઈ છે. આવી ઉગ્ર સાધના જીવે મહાન અંતરાય કર્મ તેડડ્યાં હોય તે કરી શકે છે. તેમનું શરીર સૂકાયું છે પણ આભા ઉજજવળ બન્યો છે. મહાસતીજીઓના તપ સમજણ સહિતના છે. તેમના તપ આ લેકના સુખની ઈચછા માટે નથી, પરલેકના સુખના અર્થે નથી, કીર્તિના સ્તંભ રોપાવા માટે કે વાહ વાહ માટે નથી પણ એકાંત કર્મ નિર્જ રોના અર્થો છે. કેઈ પણ જાતના સુખની આકાંક્ષા રહિત કરાતે તપ આત્મકલ્યાણની અનેરી આભા પ્રસરાવી શકે છે. જૈનશાસનમાં તપના તેજ અને ઝળકાટ પાથરી શાસનને દેદીપ્યમાન બનાવી રહ્યા છે. તપ એ અનેક ગુણેની ખાણ છે. આ મહાન તપ માનવભવ સિવાય કઈ ભવમાં થઈ શકતો નથી. નરક ગતિમાં અત્યંત મારકૂટ અને દુઃખના કારણે તપની આરાધના થઈ શકતી નથી. દેવભવમાં સુખ તે ઘણું છે પણ ત્યાં વ્રત પચ્ચખાણ નથી. દેવેને અવિરતિને ઉદય હોય છે તેથી તેઓ નવકારશી જેટલું પચ્ચખાણ કરી શકતા નથી. તિર્યંચ ગતિમાં કઈ કઈ જ દેશવિરતિ બને છે પણ આટલી અઘોર તપ સાધના કરી શક્તા નથી. ચાર ગતિમાં માત્ર મનુષ્ય ગતિમાં તપ કરી શકાય છે. જૈન શાસનની ઈમારત તપ ત્યાગના મજબૂત પાયા પર ચણાયેલી છે. અનાદિકાળથી લાગેલ આહાર સંજ્ઞાની જબર પકડમાંથી મુક્તિ પામવા માટે તપ એ અપૂર્વ સબળ સાધન છે. તપ સંયમની આરાધનાના બળે અનંત આત્માએ શાશ્વત સુખના ભાગીદાર બન્યા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy