SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૫૫૫ છે. ભવભવના ભાવને દૂર કરવા માટે તપ એ મહાન જડીબુટ્ટી છે. રામબાણ ઔષધિ છે. અનાદિકાળથી આત્માને કાયાને સંગ લાગે છે. કાયાના પાલનપણમાં આત્માએ અનંત ભ બરબાદ કર્યા છે. કર્મના કઠીન પર્વતને ભેદવા માટે તપશ્ચર્યાએ વજી સમાન છે. કાયાની માયા ઉતારનાર પુણ્યાત્માઓ તપના પાન સર કરી શકે છે. આ ત્રણે મહાસતીજીએ એ કાયાની મમતા છેડી તો આવી માસખમણની તપશ્ચર્યા કરી શકયા. તેમને કેટી કોટી ધન્યવાદ છે. કેટી કેટી વંદન છે. કોડે ભવોના સંચિત કરેલા કર્મોને બાળવા માટે તપ એ અગ્નિ સમાન છે. તપ અગ્નિમાં કર્મ ઈધન, ભસ્મીભૂત થઈ જાયે, અનાદિ કાળની આહાર સંજ્ઞા, તપથી શમી જાયે, જા રે આતમ જેને તપ કરવામાં લાગે રે....જાગ્યે રે.... આ ત્રણે મહાસતીજીઓને તપ કરવાનું શુરાતન જાગ્યું છે. આનંદ ગાથાપતિને હવે દેશવિરતિ ધર્મ સ્વીકારવાનું શૌર્ય ઉછળી રહ્યું છે. તેથી ભગવાન મહાવીર સ્વામી તેમને આગાર ધર્મનું રહસ્ય સમજવી રહ્યા છે. બાર વ્રતો જીવનભર માટે લઈ શકાય છે, બારે વતો ન લઈ શકાય તો બારમાંથી કઈ પણ એક, બે અથવા જેટલા પાળી શકાય તેટલા વ્રત જાવજીવ સુધી લઈ શકાય છે. એટલું જ નહિ પણ બારમાંથી ગમે તેટલા વ્રતે થેડા સમય માટે પણ ગ્રહણ કરી શકાય છે. તમારા અણુવ્રતમાં બધી સગવડ અને વિવિધતા છે. જ્ઞાની ભગવંતના તો એ ભાવ છે કે બાર વ્રતો અથવા બારમાંથી કોઈ પણ વ્રતો ગ્રહણ કરીને ગમે તે રીતે પણ અવિરતિના કિલ્લામાં ગાબડું પાડે તે સારું, તેથી આ ગાબડું કેટલું અને કેટલા સમય પૂરતું પાડવું તે માટે જ્ઞાનીએ ભાર મૂક્યો નથી. એક વાર જે વ્રત લઈને વિરતિના આનંદનો અનુભવ કરશે તે પછી બાર વ્રત અને એથી આગળ વધતાં સર્વવિરતિ લેવાના. મહાવતે લેવામાં કોઈ વિવિધતા કે સમયની મર્યાદા નથી. તેમાં તો પાંચે પાંચ મહાવતે સાથે લેવા પડે છે અને તે પણ જાવજીવ સુધીના લેવા પડે. તીર્થકર ભગવંતોએ તે કેટલી કરૂણા કરી છે ! તેમણે દેશવિરતિ ગ્રહણ કરવા રૂપ વિરતિ રૂપી નિશાળના નવા નિશાળીયા માટે તમામ સગવડ રાખી છે. કેટલી છૂટ આપી છે છતાં કંઈક આત્માઓ એવા હશે કે ચાતુર્માસમાં પણ આ વ્રત લઈ શકતા નથી. જ્ઞાની ભગવંતેનો તે એ પ્રયત્ન છે કે ગમે તેમ કરીને વ્રતમાં આવે તે સારું. વિચાર કરશો તો સમજાશે કે ભગવતે જીવને ધર્મ પામવા માટે કેટલા સુંદર સગવડવાળા માર્ગ બતાવ્યા છે. આ ભાવ મનમાં આવશે ત્યારે પ્રભુના ચરણમાં મૂકી પડવાનું મન થશે. તમારો આત્મા તમને કહેશે કે આવું માનવજીવન અને અનુપમ શાસન મળ્યા પછી જે ચાર મહિના પણું વ્રત ન લઈ શકીએ તે અમારા જીવનની સફળતા શી? બસ, હવે તો ગમે તેમ થાય પણ મારે સંસાર સાગરથી પાર ઉતરવું છે અને તે માટે દેશવિરતિના નાવડામાં બેસવું છે. આ નાવડામાં બેસીશ તો મહાવ્રત રૂપી સ્ટીમર સુધી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy