SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશ્ચમણિ ] | ૫૩૯ ભિક્ષા માગતા શરમાવાનું ન હેાય. આગમકાર તા કહે છે કે પોતાના કુળની પૂર્વ અવસ્થાથી એટલે શ્રીમ'તાઇથી ન માંગે તેા લજજા પરિષહ જીત્યા ન કહેવાય. ભગવાન ઉત્તરાધ્યયન સૂત્રમાં ખેલ્યા છે કે “ સબ્ધ સેનાચ દ્દો, નસ્થિ દિવિત્રજ્ઞાચ્ ।'' સાધુ જીવનમાં કોઈ પણ ચીજ એવી નિહ હાય કે જે તેણે કોઈની પાસેથી માંગીને મેળવી ન હેાય. અરે, પાણી માત્રુ પરડવાની જગ્યા પણુ શકેન્દ્ર મહારાજની આજ્ઞા વિના વાપરવાની મનાઈ છે, માટે એ નક્કી છે કે સાધુ જીવનમાં જે હાય તે તમાર માંગેલુ હાય. શ્રાવકે તેા આજીવિકા માટે અલ્પ પણ સમારંભ કરવા પડે, તેથી જ્ઞાની કહે છે કે શ્રાવક સમાર’ભી છે માટે તે સમારંભથી થતી હિંસાના સર્વથા પચ્ચખ્ખાણુના અધિકારીખની શકતા નથી માટે શ્રાવકનુ જીવન એટલે સમાર ́ભી જીવન અને સમારંભ વિનાનું જીવન એટલે સાધુજીવન. સમાર'ભ એટલે ર્હિંસામય પ્રવૃત્તિ. તેમાંથી અચવાના રસ્તા કર્યા છે તે વાત આપણે અવસરે વિચારીશું. આજના દિવસના પનું નામ છે રક્ષાબંધન. આપણા ભારત દેશ પર્વ પ્રધાન દેશ છે. સમસ્ત દેશાની અપેક્ષાએ અહીંયા અધિક પર્વ, અધિક તહેવાર મનાવવામાં આવે છે. રક્ષાબ’ધનના દિન પણ એમાંનું એક પર્વ છે. આજને દિવસ ત્રણ નામથી એળખાય છે. કોઈ નાળિયેરી પૂનમ કહે છે, કોઈ રક્ષાબંધન કહે છે, કઈ બળેવ કહે છે. આજે બ્રાહ્મણેા તેમની જનેાઇ બદલાવે છે. આ જનાઈમાં ત્રણ તાર હોય છે તે એમ સૂચન કરે છે કે માનવના માથે ત્રણ પ્રકારના ઋણ રહેલા છે. ઠાણાંગજીના ત્રીજે ઠાંણે પણ કહ્યું છે કે ત્રણના ઉપકારના બદલા વાળવા મુશ્કેલ છે. ‘તિરૂં તુઢિયાર સમળા સો સં હા-અમ્માવિકનો, ટ્ટિસ, ધમ્મત્ત્વચિÆ " માતાપિતાના, ઉપકારી શેઠના અને ગુરૂદેવના, કોઈ દીકરો માતાપિતાને રાજ સારી રીતે જમાડે. તેની ખૂબ સેવા કરે. અરે, કાવડમાં બેસાડી કાંધ પર લઈને ફરતા રહેતા પણ તેમના ઉપકારના બદલા વાળી શકાતા નથી પણ તે માતાપિતાને કેવળી પ્રરૂપિત ધર્મ સમજાવીને તેમને ધર્મીના માગે વાળે અને છેવટે તેમના અંતિમ સમય સુધારે તે માખાપના ઉપકારને બદલેા વાળી રાકે છે. તે રીતે ઉપકારી શેઠ પાપેાયથી ગરીબ બની જાય અને જેને સહકાર આપ્યા હતા તેવે ગરીબ માણસ પુણ્યાયે શ્રીમંત ખની જાય. તે પેાતાના શેઠને પેાતાનુ સ`સ્વ દૃઈ દે. તેમની ખૂબ સેવા કરે તે પણ ઋણ મુક્ત થઈ શકે નહિ પણ તેમને ધર્માંના માર્ગે વાળે તે તેમના ઋણમાંથી મુક્ત થઈ શકે છે. ત્રીજુ` ઋણ છે ધર્મગુરૂનું. જેમણે આપણને ધર્મ સમજાયે છે, સંસારમાંથી બહાર કાઢયા છે એવા ગુરૂદેવના ઉપકારના બદલે શિષ્ય કાઇ પણ રીતે વાળી શકતા નથી. કદાચ ગુરૂ ઉમંરમાં નાના હાય અને શિષ્ય ઉંમરમાં મેટા હાય છતાં ગુરૂ એ ગુરૂ. એવા ગુરૂના ઉપકારને જે આળવે ચારિત્રદાતા તે મહાપાપી છે. સાત પ્રકારના મહાપાપી બનાવ્યા છે. તેમાં જ્ઞાનદાતા, ગુરૂના ઉપકાર એળવે તેા મહાપાપી. અરે, ગુરૂ ભગવંતાનુ તા શિષ્ય પર એટલુ ઋણુ છે કે શિષ્ય ગુરૂ માટે પેાતાની કાયા કુરબાન કરે તેા પણ ઓછું છે કારણ કે માતાપિતા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy