SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૮ ] [ શારદા શિરેમણિ હોય તે ચોથું વ્રત કેવી રીતે પાળી શકે? કારણ કે એક વારના અબ્રહ્મચર્યના સેવનમાં કેટલા જીવોની હિંસા થાય છે, એટલે જે અહિંસાને બરાબર સમજ્યા હોય તે ચોથું વ્રત લઈ શકાય, માટે બાર વ્રતમાં પહેલું વ્રત સૌથી મોટું છે. તમે પ્રતિક્રમણ રેજ કરે છે. બાર વ્રતમાં “પાયાલા' શબ્દ કેટલા વ્રતમાં આવે છે? માત્ર પહેલાં વ્રતમાં. પાયાલા એટલે મોટા; તેથી પહેલાં વ્રતને સૌથી શ્રેષ્ઠ અને મોટું ગણવામાં આવ્યું છે. જિનશાસન અહિંસા માટે સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત છે. શ્રાવકના ૧૨ વ્રત છે. તેમાં પાંચ અણુવ્રતા, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત છે. ગુણવતો આત્મામાં નિર્મમત્વ, અહિંસા આદિ ગુણે ખીલવે છે અને શિક્ષાત્રત સર્વ વિરતિની શિક્ષા આપી સંયમનું બહુમાન વધારી આત્માને સાધુ જીવનને યોગ્ય બનાવે છે. નવમું, દશમું, અગીયારમું એ ત્રણ શિક્ષાત્રતા સાધુપણાની સાચી સુવાસ આપનારા વ્રતો છે. પહેલાં વ્રતનું નામ છે “થુલાએ પાણઈવાયાએ વેરમણે.” પ્રાણાતિપાત એટલે હિંસા વધ. ધૂલ જેની હિંસાથી વિરતિ તે પહેલું અણુવ્રત છે. આ જીવન એવું વિચિત્ર છે કે તેને ટકાવી રાખવા માનવી અનેક પ્રકારના પાપ કરે છે તમે વિચાર કરશે તો જણાશે કે એક દિવસમાં તમારા દ્વારા નાના મોટા ને જે દુઃખ થાય છે તે દુઃખના સો મા (૧૦૦મા) ભાગ જેટલું દુઃખ તમને પડે તો તમે ત્રાસી જાવ. “સંસારી જેને પગલે પગલે પાપ છે, ડગલે ડગલે દેશ છે, અને કદમે કદમે કર્મબંધન છે. ખાવામાં, પીવામાં, કમાવામાં, ભેગવવામાં, મેળવવામાં અને માણવામાં દરેક પ્રવૃત્તિઓમાં પાપ લાગે છે, તેથી આગમમાં અવિરતિ જીવનને તપાવેલા લેઢાના ગેળાની ઉપમા આપી છે. જેમ તપાવેલે ગળે જ્યાં જાય ત્યાં બધું સળગાવે તેમ પચ્ચખાણ વગરને અવિરતિ આત્મા ક્યાં જાય ત્યાં જીવનો સંહાર કરતે જાય. સાચા શ્રાવકને પ્રતિક્રમણ કરતાં આ બધું યાદ આવે. ૮૪ લાખ જીવાયનીને ખમાવતા અંતર રડી ઊઠે. સંયમ લેવાની દિલમાં તમન્ના વધતી જાય. તેમના મનમાં થાય કે ધન્ય છે મારા વીતરાગી ગુરૂ ભગવંતને કે જેમણે આ છ એ જીવનકાયના અને ૮૪ લાખ નીના તમામ જીની હિંસા ન કરવાના નવ કોટીએ પરખાણ કર્યા છે. આ મારું શ્રાવક જીવન કયારે છૂટે? અને કયારે હું મહાવ્રતને ધારણ કરું! આ રીતે શ્રાવક જીવનમાં સંપૂર્ણ અહિંસાનું પાલન થતું નથી. સંપૂર્ણ અહિંસાની માત્ર ભાવના ભાવવાની હોય છે તેનું પાલન શકય નથી. કદાચ તમને એમ થાય કે હુ શ્રાવક જીવનમાં રહીને કંઈ પાપ નહિ કરું તે એ કયારે પણ બનવાનું નથી. “શ્રાવક એટલે સમારંભી. શ્રાવકપણામાં રહેવું અને સંપૂર્ણ અહિંસાનું પાલન કરવું એ બે વિરોધાભાસ જેવું છે. શ્રાવક બીજું કાંઈ ન કરે પણ પેટ ભરવા માટે તો કમાવું પડે ને! કારણ કે ભિક્ષા–ગૌચરી કરવાને અધિકાર મહાવ્રતોને ધારક સાધુ ભગવંતોને છે, તેથી ગૃહસ્થ ભિક્ષા માંગી શકે નહિ. ગૃહસ્થ માંગે તે શરમ અને મનિ આપ્યા વિના મેળવે તે શરમ. છ ખંડના ભક્તા ચક્રવતી દીક્ષા લે તેમને પણ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy