SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [પ૩૫ ભવ્યાત્માને એક માત્ર સહારે છે શ્રી જિનવાણુને. કારણ કે જિનવાણી યથાર્થ તત્ત્વનું નિરૂપણ કરે છે. મેક્ષમાગનું પ્રતિપાદન કરે છે. જિનવચન ત્રિકાલ સત્ય છે. પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુક્ષ્મ જી સુધી એ વિસ્તૃત ખ્યાલ આપે છે. જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મોનો વિસ્તાર, એના બંધ, ઉદય, સંક્રમણ વગેરે તથા ૧૪ ગુણસ્થાનકનું, જીવસ્થાનકનું સ્વરૂપ બતાવે છે. નયવાદ, અનેકાંતવાદ, સપ્તભંગી, ન નિક્ષેપ આદિ એની અનન્ય ભેટ છે. જિનવાણીને મહાન ઉપયોગ આત્માને-મેક્ષ સિદ્ધ કરવામાં છે. મેક્ષમાં જેને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય હોય છે. આત્મા પરના કર્મના આવરણ દૂર થવાથી તે પ્રગટ થાય છે. એ પ્રગટ કરાવવાની તાકાત જિનવાણીમાં છે. જિનવચનના જ્ઞાનથી અનંતજ્ઞાન પ્રગટે. જિનવચનના પાલનથી અનંત વીર્ય પ્રગટે અને જિનવચનના પાલનમાં સુખ માનવાથી અનંત સુખ પ્રગટ થાય. જિનવાણીનું જ્ઞાન જેમ જેમ વધારતા જઈએ તેમ તેમ જીવાદિ તનું, સમ્યમ્ મોક્ષમાર્ગનું, સમ્યગૂ હેય–ઉપાદેયનું જ્ઞાન થાય છે. સમ્યગ જ્ઞાનના સંસકારે વધતા જાય તેથી સરવાળે અનંતજ્ઞાન પ્રગટ થાય. જિનાજ્ઞાનું પાલન એ જબરજસ્ત ઉન્નતિનું સાધન છે એનાથી કર્મની ભેખડ તૂટે છે. एवं अणोरपारे संसारे, सायरंमि मिमंमि । अमयमयं जिणवयण, सुदुल्लह माणुसे विभवे ॥ અસંખ્ય અને અનંતા કાલચક્રોની કાયસ્થિતિથી અપાર ભયંકર સંસાર સમુદ્રમાં મનુષ્ય ભવમાં પણ અમૃતમય જિનવચન મળવું અત્યંત દુર્લભ છે. અહીં અસંખ્ય અને અનંતકાળચક્રોની કાયસ્થિતિ કહ્યું છે તેનો અર્થ એ છે કે જીવ આ સંસારમાં જન્મ મરણ કરતે કરતે જે એકેન્દ્રિયમાં પૃથ્વી, પાણી, તેઉ, વાઉમાં ગયા પછી એમાં ને એમાં મરીને જમે, એ રીતે વારંવાર મરીને એક જ સ્થાવરકાયમાં જગ્યા કરે અર્થાત એની એ જ કાયસ્થિતિમાં જન્મ પરંપરા કરે તે એ ઉત્કૃષ્ટ કેટલે કાળ ચાલે? તે અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી એટલે કે અસંખ્ય કાળચક, ઉત્સર્પિણના ૬ ચઢતા આરા અને અવસર્પિણીના ૬ ઉતરતા આરા એમ કુલ ૧૨ આરાનું એક કાળચક્ર. એક કાળચક્રમાં ૨૦ ક્રોડાકોડી સાગરોપમ વર્ષો પસાર થાય. ૧૦ ક્રોડાકોડી પલ્યોપમ થાય ત્યારે એક સાગરોપમ થાય. એક પલ્યોપમમાં અસંખ્ય વર્ષો થાય તે એક કાળચક્રના વર્ષોની સંખ્યા કેટલી? એવા અસંખ્ય કાળચકની સ્થાવરમાં કાયસ્થિતિ છે. એટલે એકેન્દ્રિય પ્રત્યેક સ્થાવરમાં જન્મ મૃત્યુ કરતાં વધુમાં વધુ અસંખ્યાતા કાળચક્ર સુધી રહેવાનું બને. જે નિગોદમાં અનંતકાયમાં પૂરાય તો ઉત્કૃષ્ટ અનંતા કાળચક્રની કાયસ્થિતિ છે. અહીં એ સમજવા જેવું છે કે જે આપણે જીવ અહીં કેઈ ગાઢ મૂછ અથવા પ્રમાદના પાપમાં પડી એકેન્દ્રિયપણામાં ચાલ્યો ગયો અને ત્યાં અસંખ્ય કે અનંત કાળચક્રોની મટી કાયસ્થિતિમાં ફસાઈ જાય તો એની શી દશા? પછી જિનવચન મળવું મહામુશ્કેલ છે. જિનવચન મળવું મુશ્કેલ એટલે મેક્ષથી પણ કેટલે કાળ દૂર રહેવાનું.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy