SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪] [ શારદા શિરેમણિ પણ આઘાત છે પણ આ સાહસ ખેડયા વગર તે છૂટક નથી. શેઠ કહે ગુણસુંદરી ! મારું મન મુંઝાય છે. હું શું કરું ? કયાં વલભીપુર ! ને કયાં ગોપાલપુર ! એટલે દૂર સુધી તને એકલતા મન માનતું નથી. ગુણસુંદરી કહે-પિતાજી! આ સિવાય બીજે કેઈ ઉપાય નથી. આખરે તે તમારે વિદાય આપવાની હતી ને ! આપ એમ સમજે કે હું હમણાં સાસરે ગઈ છું. બેટા ! તારી વાત સત્ય છે. સાસરે વળાવવાની તે હતી પણ અત્યારે છેડી તારા પતિની સાથે જાય છે? તારે એકલા અજાણ્યા પ્રદેશમાં જવાનું છે. અપરિચિત માણસો સાથે સંબંધ બાંધવાનું છે. જેની માત્ર તે થોડી વાર મુખાકૃતિ જોઈ છે એવા એક માણસને લાખ કરોડમાંથી તારે શોધી કાઢવાનું છે. આ કામ ખૂબ કઠીન અને મુશ્કેલીભર્યું છે. પિતાજી! આપે તથા મારી માતાએ અમારા જીવનમાં સુંદર સંસ્કારોનું સિંચન કરી અમારા જીવનનું ઘડતર કર્યું છે. આ ઘડતર જે જીવનની કસોટીમાં કામ નહિ આવે તો કયારે કામ આવશે? એક દિવસ તે અજાણ્યા સાથે જિંદગી કાઢવાની છે. અમને અમારા પતિને સ્વભાવ કે પરિચય નથી પછી તેમના માબાપના સ્વભાવની તે જાણ ક્યાંથી હોય! પિતાજી! અમારા પ્રત્યેની અતિ મમતા નકામી છે. જે થવાનું છે તે થવાનું છે. તેમાં આપણા કઈ પ્રયત્ન કામમાં આવવાના નથી. અંતે કહ્યું, જા દીકરી જા. આનંદથી જા. અંતરના આશીર્વાદ છે. તારા કામમાં તને જરૂર સફળતા મળશે. એટલું બોલતા પિતાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. માતાની આંખમાંથી તે જાણે શ્રાવણ ભાદરે વરસી રહ્યો હતે. માતાનું કરૂણુ રૂદનઃ માતા તે ડુસકા ભરીને રડવા લાગી. આ ડુસકાને અવાજ સાંભળીને બધા ચમક્યા. અહીં શું થયું? બધા ત્યાં દોડી આવ્યા. તે માતા રડી રહી છે. ગુણસુંદરી માતાની પાસે તેના ખોળામાં માથું મૂકીને પુસકે ધ્રુસ્કે રડવા લાગી. મા દીકરીના કરૂણ વિલાપથી આખું વાતાવરણ ગમગીન બની ગયું. નેકરચાકર બધાની આંખે આંસુ ભીની બની ગઈ. પિતા કહે બેટા ! ઊઠ હવે. શાંત થા. હવે વિચાર કરે કે શું કરવું છે? ક્યારે જવું છે? તારે શું શું સાથે લઈ જવું છે? પણ આ તે માનું કમળ હૈયું! કેવી રીતે શાંત થાય? જેણે કેટલા કષ્ટો વેઠીને દીકરીને મોટી કરી, ભણાવી ગણાવી સંસ્કાર આપ્યા એવી દીકરીઓને પરણ્યાની રાતે પતિ મૂકીને ચાલ્યા જાય ત્યાં માતાનું હૈયું કેવી રીતે છાનું રહે? માતા તે ખૂબ રડી. ગુણસુંદરીને વળગી પડીને છાતી ફાટ રડવા લાગી. હવે ત્યાં શું બનશે તે અવસરે. દ્વિ શ્રાવણ સુદ ૧૫ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૫૭ : તા. ૩૦-૮-૮૫ રક્ષાબંધન' જગત ઉધારક જિનેશ્વર ભગવંતે જિનવાણી પ્રકાશી. જિનવાણી કહીનૂર રને કરતાં વધુ મૂલ્યવાન છે. સંસાર પરિબ્રમણથી થાકેલા અને જલદી મેક્ષ પામવાની ઈચ્છાવાળા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy