SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨] [ શારદા શિરેમણિ સંસારના સુખો પ્રત્યે પ્રેમ હોય અને મોક્ષ પ્રત્યે પણ પ્રેમ હોય તેનું મિથ્યાત્વ સંપૂર્ણ ગયું નથી પણ સાવ મંદ પડી ગયું છે. આવા ને માંદા પડેલા મિથ્યાત્વના રેગી કહી શકાય. જ્યારે જીવેને વિકાસ આગળ વધે છે, ગ્રંથીભેદ કરે છે ત્યારે સંસારના સુખે પ્રત્યેને ભારે પ્રેમ મરી પરવારે અને માત્ર મેક્ષની ઈચ્છા ચિત્તમાં રમ્યા કરે ત્યારે મિથ્યાવ રોગની મૃત્યુદશા આવી ગણાય. મિથ્યાત્વ મરી પરવાર્યું એટલે જીવનમાં સમક્તિ આવી ગયું. આ ઇવેને “સંસાર ન જ ગમે, મેક્ષ જ ગમે.” બધું કરવું સહેલું છે પણ મિથ્યાત્વની ગાંઠને તેડવી એ સહજ કામ નથી. ઘણું કપરું કામ છે. - મિથ્યાત્વની ગાંઠ ભેદાઈ ગઈ એટલે આત્મામાં સમક્તિને રણુકાર થઈ જાય. બધા સમકતી આત્માઓ દીક્ષા લે એવું નથી. સમક્તિ છે. ત્યાં ચારિત્રની ભજના છે. કોઈ સમકતી સંયમ લે અને કેઈન પણ લે. કદાચ તે સંસારમાં રહે પણ રમે નહિ. “સમકતી આત્માનું તન સંસારમાં પડેલું હોય પણ મન તે મોક્ષમાં રમતું હેય.” કયારે કોઈ પણ પાપ કરવું પડે ત્યારે એને ખૂબ બળાપો થાય. તેને સંસાર ગમે નહિ. રાતદિવસ તેની એક જ ઝંખના હોય કે ક્યારે હું આ પાપમાંથી છૂટું ! ભેગાવલી કર્મના ઉદયથી ભેગો ભગવતે હોય પણ એને અંતરથી એ ભૂંડા માને. પહેલા જ્યારે ગટર સંડાસ નહતા ત્યારે પેલા સંડાસે સાફ કરતા હેય તે સમયે તેની નજીકમાં બેઠા છે તે એની એવી દુર્ગધ આવે કે ખાધેલું ઉછળી જાય તેમ સમકતી જેને સંસારના કેઈ પણ પદાર્થો પ્રત્યે આસક્તિ કે મૂછ ન હોય. તેને સંસારના સુખની દુર્ગધ આવે. જેના જીવનમાં સમ્યકત્વને પ્રકાશ થયો તે મિથ્યાત્વના ઘર અંધકારમાં અટકાય નહિ. તે આત્માની મસ્તી માણતે હેય. જેને આત્માની મસ્તીને અનુભવ થયો નથી તે સંસારના સુખમાં આનંદ માને. જ્યારે આત્માની મસ્તીને અનુભવ થાય ત્યારે આ બધા સુખ તુચ્છ સ્વાદ વગરના લાગે. આત્મામાં સમ્યગદર્શન ગુણ પ્રગટે છે કે નહિ તે જાણવા માટે ત્રણ લક્ષણ છેઃ (૧) દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે ખૂબ ભક્તિભાવ. દેવ દેવાધિદેવ અરિહંત ભગવાન, ગુરૂ મારા પંચમહાવ્રતધારી નિગ્રંથમુનિ અને કેવળી પ્રરૂપિત ધર્મ. આ ત્રણ ત પર અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય. (૨) જિનવાણી શ્રવણને અતિરસ. (૩) ચારિત્ર ધર્મ પ્રત્યે અત્યંત અહોભાવ. મિથ્યાત્વની ગ્રંથી ભેદાય પછી સમ્યગદર્શનને ગુણ પ્રગટ થાય છે. આ ગ્રંથી ભેદાઈ ન હોય તે એ આત્મામાં ત્રણ બાહ્યવિકારે જોવા મળે. (૧) સુખ પ્રત્યે અતિરાગ. સંસારના દરેક સુખ પર ખૂબ પ્રેમ હોય. (૨) દુઃખ પ્રત્યે અતિષ. કયારેક દુખ આવી જાય તે એ દુઃખ પર દ્વેષભાવ થાય. અણગમો થાય. (૩) પિતાની વાત છેટી હોવા છતાં તેને સત્ય માનીને પકડી રાખે. જે આ ત્રણ લક્ષણે હોય તે સમજવું કે હજુ મિથ્યાત્વની ગ્રંથી ભેદાઈ નથી. મિથ્યાત્વની ગ્રંથીને ભેદ કવા માટે જેટલી કઠીન સાધના જરૂરી છે તેટલી કદાચ બીજી કોઈ પણ સાધના નહિ હોય. આ ગ્રંથીને ભેદ થઈ ગયા પછી મુક્તિ ઝાઝી દૂર રહેતી નથી. બાકીના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy