SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિશમણિ ] [ ૪૬૭ છે તે યથાથ છે; સત્ય છે એમાં શકાને સ્થાન નથી. તમેય સજ્જ નિ... આપની વાણી સત્ય અને નિશક છે. તે સાંભળતા મારા મેરોમમાં આન'ઢ થયા છે. આખી વાણી સાંભળ્યા પછી હવે મને બીજા કોઈ ધર્મની રૂચી નથી. માત્ર તમારા માર્ગની શ્રદ્ધા કરુ છું; હું તેને હૃદયમાં ધારણ કરું છુ. આપે જે સમજાયુ' તે વાત મારા મનમાં જચી ગઈ છે. એકદમ અંતરમાં ઉતરી ગઈ છે. આપના માર્ગ પ્રત્યે પ્રેમ જાગ્યે છે. સાચા માની મને પીછાણુ થઈ છે. કલ્યાણના માગ કર્યો અને પાપના માર્ગ કા તેનુ' મને ભાન થયું છે. જ્યાં સુધી નાના ખાળકને ભણવાની લગની નથી ત્યાં સુધી તે સ્કૂલમાં રડતા રડતા જશે પણ જ્યારે એને ભણવા પ્રત્યે પ્રેમ જાગશે ત્યારે રસાઇ નહે થઈ હોય તેા ભૂખ્યા જતા રહેશે. આ રીતે આનંદ ગાથાપતિને હવે રગ લાગ્યા, હેતુ અંતર ઉલસી ગયુ છે. આપણને પણ ભગવાનની વાણી સાંભળતા હૈયુ' ઉલસવુ જોઈ છે. આજના દિવસનુ નામ છે દુખળી આઠમ- તમે દુખળી આઠમનેા અર્થ જુદો કર્યાં છે. તમે માને છે કે પર્યુષણ ગયા એટલે પિરણામ દુબળા પડયા તેવા અર્થ ક૨ે છે પણ જ્ઞાનીએ તે એનેા સુંદર અથ કર્યાં છે. પર્યુષણ પર્વના આ દિવસે માં કષાયાના કાટ ઉખેડયા. તે કાટ કાઢતાં કાઢતાં ખૂણે ખાંચે જે થોડા ઘણા રહી ગયા હૈ ય તેને આજે દૂર કરવાના દિવસ છે. કષાયેા આત્માનુ કેટલું અહિત કેરીયર સાથે એક ગાડું અથડાય તા એક બળદ કયાં, બીજે મળદ કયાં અને ગાડું પણ કયાંય ફેકાઈ જાય છે; તેવી રીતે કોષ રૂપી પબ્લિક કેરીયર સાથે જો આત્મા અથડાઈ જાય તે આત્મા કયાંય ને કયાંય ફેકાઈ જાય છે. ક્રોધથી તેા જ્ઞાની પશુ ન ક અને નિગેાદમાં ફેકાઈ જાય છે. ચાર ચાર માસના ઉપવાસી કુરૂડ અને ઉત્કડ મુનિ નરકના અધિકારી બની ગયા. ક્રોધ તપને પણ ખતમ કરે છે. એક ચિત્રકારે બાર ર વર્ષોંની મહેનત પછી આબેહૂબ, સાક્ષાત્ મૂર્તિવંત ચિત્ર યુ` હોય ને તે ચિત્ર ર કોઈ શાહીના ડિયા ઢાળી નાંખે તે ક્ષણ વારમાં નાશ પામે છે તેવી રીતે ક્ષણવારના ક્રાધથી ક્રોડ વર્ષીને સંયમ પણ નાશ પામે છે. ક્ષમા વિના માનવનું જીવન જીન નહિ પણ કુરૂક્ષેત્રનું મેદાન ખની જાથ છે. ઘણી વાર એવું બને છે કે માનવીના સ્વભાવ ગરમ હોય છે પણ કંઈક નિમિત્ત મળતાં તે શાંત પડી જાય છે. કરે છે! પબ્લીક આપણા જૈનદર્શનમાં તે ક્રોધને જીતવાની વાત કરી છે પણ વૈષ્ણવ ધર્મમાં તુ ક્રોધને જીતવાનું કહ્યું છે. વૈષ્ણવ ધર્માંની એક વાત છે. કાકા ભત્રીજા તીર્થાંની યાત્રા કરવા નીકળ્યા. અનેક તીર્થાની યાત્રા કરી. કાકાના મનમાં થયું' કે મારી યાત્રા સળ કયારે બને ? હુ ક્રોધી બહુ છું. મારે એ ક્રોધી સ્વભાવ છેાડુ' અને ક્ષમાને અપનાવુ તેા મારી યાત્રા સફળ થાય. એક વાર પાંડવેા યાત્રા કરવા જતા હતા ત્યારે કૃષ્ણને કહ્યું અમે યાત્રા કરવા જઈ એ છીએ. આપ અમારી સાથે આવે. કૃષ્ણુજી કહે અને ટાઈમ નથી પણ આપ જે યાત્રા કરવા જાવ છે। તા મારી આ તુ બડી લઈને જાવ. આપ જેવી રીતે યાત્રા કરે તેવી રીતે તુ ંબડીને ફરાવો, ભલે, પાંડવા તુંબડીને લઈ ગયા,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy