________________
૪૭૬
[ શારદા શિરેમણિ છે વિજ્ઞાનની અણુશક્તિની પ્રચંડ તાકાત પણ આ વિજ્ઞાનનું સંશોધન કરી અવનવી શોધ કરનાર જડની તાકાત બતાવતા વર્તમાનના સાધને ભલે અત્યારે તમારા ઘરમાં આવી ગયા હોય પણ તેની શોધ કરનાર કોણ છે ? તેની શોધ કરી કોણે? ત્યાં બુદ્ધિ નો માનવની વપરાઈ કે બીજા કેઈની? તે વિચારની કુરણા માનવના હૃદયમાંથી થઈ કે પત્થરમાંથી ? ત્યાં શક્તિ ચેતનની વપરાઈ કે જડની ? જે ચેતન તત્વની આ વિશ્વમાંથી બાદબાકી કરવામાં આવે તે પાછળ વધે શું ? કદાચ ન કલ્પી શકાય, ન વિચારી શકાય તેવા અદ્ભુત સાધન બનાવીને આજનું વિજ્ઞાન કેને ખુશ કરી દેશે. સોનાની લગડીમાંથી મનગમતે હાર કે રત્નજડિત વીંટી તેની બનાવી આપે પણ આખ શક્તિ તે કેની વપરાઈ છે? સોનાને ખબર નથી કે હું સોનું છું. ખાણમાંથી નીકળેલા હીરાને ખબર નથી કે મારી કમત આટલી છે ? તેની કિંમત આંકનાર આખરે તે ચેતન એ આત્મા જ છે ને ! જે આત્મા ન હોય તો તેની કિંમત કોણ આંકી શકે ?
જડની દુનિયામાં અજબગજબનું પરિવર્તન લાવનાર મહાન બુદ્ધિશાળી વ્યક્તિઓ મળી રહેશે પણ હદયની દુનિયામાં ધરખમ ફેરફાર કરી અજબ હૃદયપલટો કરાવનાર જે કઈ શક્તિ હોય તો તે છે આગમ વચનની અલૌકિક શક્તિ. તેમજ આગમના ખજાનામાંથી તત્ત્વનું પાન કરીને શાસ્ત્ર સુભાષિતોને પિતાની ભાષામાં ગુંથીને સામેની વ્યક્તિના હૃદયનું પરિવર્તન કરવાની તાકાત ધરાવનાર જો કોઈ હોય તો આ પૃથ્વી પર વિચરતા અવનીતલને શોભાવતા વીતરાગી સંત છે. તીર્થકર ભગવાનની ઉપદેશ ધારાના અમૂહ વચનેએ આનંદનું જીવન બદલી નાખ્યું. તે આનંદને આજ સુધી આપણે ગાથાપતિ કહેતા હતા પણ હવે શ્રાવક બનવા તૈયાર થયા. શ્રાવક કેને કહેવાય ? વ્યવહારથી જૈન કુળમાં જન્મ્યા એટલે શ્રાવક કહેવાઈએ બાકી સાચા શ્રાવક તે તે છે કે જે સમકિત સહિત વ્રત ધારણ કરે છે. સાચા સાધુ પણ તે છે કે જે સમક્તિ સહિત મહાત્ર ધારણ કરે છે. અભવી જીવો સાધુપણું તે લે પણ તેનામાં સમક્તિ નથી એટલે તે સાચા સાધુ નથી. આનંદ ગાથા પતિને પ્રભુની વાણી સાંભળતા એવો ઉલ્લાસ આવ્યો, એવી અપૂર્વ શ્રદ્ધા થઈ કે બસ, પ્રભુના મુખેથી વહેતી અમૃતધારાને જાણે સાંભળ્યા કરું !
તારું અમૃત પીતાં પીતાં, મારી ગાગર કદી ના ભરાયે,
તારી કાંતિ જોતાં જોતાં, મારી આંખે કદી ના ધરાયે. તારી ધારાને મેં ઝીલી જ્યારે જ્યારે, મારામે રમે ફૂલ ખીલ્યા ત્યારે...
તીર્થકર ભગવાનની વાણીને તે એ અદ્ભુત પ્રભાવ છે કે તે ગમે તેટલી વાર સાંભળીએ છતાં તૃપ્તિ થાય નહિ. આનંદ ગાથા પતિને ભગવાનની વાણી ખૂબ ગમી ગઈ. તેના પર શ્રદ્ધા, પ્રતીતિ થઈ, પછી ઊભા થઈને કહે છે મને ! “તમે કવિતાં મરતે ” અહે છે ને ! હે પૂજ્ય ! આપની વાણી આપ જેમ કહો તેમ છે. આપે છ દ્રવ્યનું, નવ તનું, નય-નિક્ષેપાનું, સપ્તભંગીનું જે સ્વરૂપ સમજાવ્યું