SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ] [ શારદા શિશમણિ આપીને ગયા. અમે કહ્યુ -અમારે જરૂર નથી, છતાં મૂકીને ગયા. અમારે જરૂર ન હતી એટલે મે કચરાપેટીમાં તેને ફેંકી દીધી. મને ખખર નહિ કે સંન્યાસીને તેની આટલી બધી મમતા છે. નહિ તે હું ઘરના એક ખૂણામાં મૂકી રાખત. હવે જો તેને અમે નથી આપતા તેા મારા આંગણામાં માથું પટકાઈ ને મરી જવા તૈયાર થયા છે. આ રીતે થવાથી પૉંચેન્દ્રિય હત્યાનું પાપ લાગે અને મારા ધર્મને કલંક લાગે. આવા ધર્મિષ્ઠ કહેવાતા આત્માએ વિશ્વાસઘાત કર્યાં ને સંન્યાસીની વસ્તુ પચાવી લીધી ! માટે હું શાસનના રક્ષક દેવે ! આપ મારી લાજ રાખા. મને આ સંકટમાંથી બચાવેા, હું તમારા શરણે છુ.... તેણે એકચિત્ત ૨૭ વાર નવકારમંત્ર ગણ્યા. દેવાનું આસન ડોલાયમાન થયુ. તેમણે અવાજ આપ્યા-ભાઈ ! તુ' ગભરાઈશ નહિ. તારા ખેસના છેડા ધર. તને જે જોઈએ છે તે આપું છું. એક નહિ પણ અનેક જડીબુટ્ટીના ઢગલા થઈ ગયા. શેઠ પોટલી બાંધીને ઘેર આવ્યા. જઈ ને પાટલી સંન્યાસીના ચરણમાં અર્પણ કરી. આપને જેટલી જોઈ એ તેટલી લઈ જાવ. સંન્યાસીએ પાટલી ખોલીને જોયું તા પેાતાની જેવી હતી તેવી કેપીએ કાપી. સસારી છતાં સંતાષી અને ત્યાગી છતાં તૃષ્ણાવંત : સંન્યાસી આશ્ચર્યમાં પડી ગયા કે મારા ગુરૂએ કેટલી સાધના કરી ત્યારે મળી હતી અને આ ભાઈ ને આટલી બધી અને તે પણ સ્હેજમાં કેવી રીતે મળી ગઈ ? એક જડીટ્ટી માટે માથુ' પટકાઈ ને મરવા તયાર થયા છું. જ્યારે આને તેા કાંઈ પડી નથી ! આ સ`સારી છે, હું ત્યાગી છુ ! છતાં મારામાં તૃષ્ણા કેટલી છે ! અને એના જીવનમાં સાષ કેટલા છે ! જડીબુટ્ટીને કાંકરા સમાન માનીને ફે ́કી દીધી. મારામાં મમતા કેટલી છે ! હું ત્યાગીનુ બિરૂદ ધરાવીને ક્રૂરુ છુ. છતાં મારામાં ત્યાગ નથી. હું આટલું બધું બોલ્યા છતાં આ જીવાએ જરા પણ ક્રોધ કર્યાં નથી. મે નજીવી ચીજ માટે કેટલા ક્રોધ કર્યો? ખરેખર મારા કરતાં એમનું જીવન મહાન છે. તેમણે પૂછ્યું આપ આટલી બધી જડીબુટ્ટીઓ કયાંથી લાવ્યા ? ભાઈ એ નવકારમ`ત્ર પ્રત્યેની શ્રદ્ધાની વાત કરી. જૈનધર્માંનું મહત્ત્વ સમજાવ્યુ', છેવટે તે સંન્યાસીએ જૈન સ ́તના ભેટો થતાં જૈનધર્મની દીક્ષા અ’ગીકાર કરી. આપ સાંભળી ગયા કે દંપત્તિના જીવનમાં સંતાષ હતા તે તેઓ કેટલા સુખી હતા, માટે જ્ઞાની પુરૂષ કહે છે કે સુખી થવાના મોટામાં મેટે ઉપાય હાય તા સ ંતાષ છે. જેના જીવનમાં સંતોષ, અહિ'સા, સત્ય, અચૌર્યાં, બ્રહ્મચર્ય અપરિગ્રહ રૂપ ધ હશે તે મહાન સુખી બની શકશે; માટે જીવનમાં સુખી થવુ' હોય તા સંતેાષ આદિ સદ્ગુણ્ણાની સુવાસ જીવનમાં પ્રસરાવા તો જીવન સુખી બની શકશે. સમય થઈ ગયે છે વધુ ભાવ અવસરે,
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy