SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૪૫૩ તેથી દુ:ખ થયું. તે એટલે સુધી કે કોઇ ઝટ લેનાર મળે તે ઝટ કાઢી નાંખું આ ભાઈના પુણ્યદયે સાઈડમાં ખાદતાં ખૂબ સેતુ નીકળ્યુ એટલે શેઠ છાતી અને માથુ ફૂટવા લાગ્યા અને જોરજોરથી રડવા લાગ્યા. પાગલ જેવા થઈ ગયા. બધા કહે-શેઠે ! આમ કેમ ? મે' વેચાતી ખાણ લઈને ખેાદાવી તેા પથરા નીકળ્યા અને આ ભાઈને તા સેાનાની ખાણ નીકળી. આ મારાથી કેમ જોવાય! મારાથી કેમ સહન થાય ? જીવની અનાદિકાળની આજ કુટેવ છે. આજના આપણા વિષય છે સુખી શાથી થવાય ? તમે સુખી થવાના રસ્તા શેાધે છે ને ? જો સુખી થવું છે તેા ખીજા પર ઇર્ષ્યા, અદેખાઈ, દ્વેષ છેડી દો. સ'તાષના ધરમાં આવેા. શેઠના જીવનમાં સંતેષ ન હતા તેથી આ દશા થઈ. આ મનુષ્યનું જીવન શુ' મેળવવા અને મૂકવા માટે છે ? મેળવવા અને મૂકવામાં અનતા જન્મા વીતી ગયા. હવે તેા કંઇક સમજો. હવે એવું મેળવી લેા કે ખીજું કાંઈ મેળવવાની ઇચ્છા ન જાગે; તે માટે એક વાર છેડવુ પડે તેા છેડી દઈએ પછી વારે વારે છેાડવાની માથાકૂટ ન રહે. એ માટે બધું દાવ પર લગાવી દેવુ' પડશે અને સર્વસ્વનેા દાવ રમવેા પડશે. તેમાં કોઈ ગભરામણ કે વ્યાકુળતા ન જોઈ એ; બહારથી કદાચ ખરખાદ થઈ જવું પડે તેા કબૂલ પણ અ`તરને આનંદ તે વધવાના ને ! હવે મન, વચન, કાયા અધુ' દાવ પર લગાડીને મુક્તિપુરીની યાત્રામાં નીકળવુ છે. ત્યાં પહેાંચ્યા પછી મેળવવાની, મૂકવાની, પામવાની, છેડવાની રમત ખતમ થઈ જાય, માટે એવુ મેળવી લેા, એવું પ્રાપ્ત કરી લેા કે જે મેળવ્યા પછી યારેય મૂકવુ' ન પડે. જે મેળવ્યા પછી સદા સુખ, સુખ ને સુખ. જગતના દરેક જીવાને સુખી થવુ' ગમે છે. કોઈને દુઃખ ગમતું નથી પણ તેની પ્રવૃત્તિ કેવી છે ? " सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति, दुःखस्य नाशाय सुखस्य हेतोः । तथापि दुखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ||" જગતના તમામ જીવેાની પ્રતિનિની પ્રવૃત્તિ દુઃખને નાશ કરવાની અને સુખને મેળવવાની હોય છે, પણ અત્યાર સુધી દુઃખના નાશ થયા નથી અને કોઈનું સુખ કદી સ્થિર રહ્યું પણ નથી. જગતમાં કોઈ ને ધાર્યા પ્રમાણે સુખ મળતુ નથી. સ્વેચ્છાપૂર્વક સુખ ભોગવી શકાતુ` નથી. પુરૂષા કરીને તમે માનેલું સુખ મેળવ્યુ. પણ એ સુખાને છેડીને એક દિવસ તે આ દુનિયામાંથી વિદાય લેવાની છે. તમારી કલ્પનાથી માની લીધેલ સુખા નશ્વર છે. એ સુખા મળવા છતાં જીવનમાં શાંતિ મળતી નથી. આવું સમજવા છતાં આજના માનવી ભૌતિકવાદમાં ભાન ભૂલી ભૌતિક પદાર્થાંમાં સુખ શેાધે છે. આજે જગતના જીવા તરફ્ ષ્ટિ કરીએ તે દેખાય છે કે દરેક જીવ સુખની ઝ`ખના કરે છે. મારુ દુઃખ કેમ જાય અને સુખ કેમ મળે તેના સરવૈયા કાઢે છે. સુખાભિલાષી જીવ સુખ માટે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy