SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] [ શારદા શિરમણિ વધી જાય છે. (૧) નારકીમાં છવ વધુમાં વધુ રહે તો સાતમી નરકે ૩૩ સાગરેપમ સુધી (અસંખ્યાત કાળ), જ્યારે નિગોદમાં જીવ અનંતકાળ સુધી રહે છે. (૨) નરકમાં શરીર અલગ અલગ હોય છે ત્યાં સંકડાશ નથી જ્યારે નિગોદમાં એક શરીરમાં અનંતા છે છે એટલે ત્યાં બહુ સંકડાશ હોય છે. (૩) નારકીને પાંચ ઈન્દ્રિય હોય છે અને નિગદને એક રપર્શેન્દ્રિય હોય છે. (૪) નારકી સંજ્ઞી છે તેને મન હોય છે જ્યારે નિગોદ અસંશી છે. તેને મન હોતું નથી. (૫) નારકીના છ સમક્તિ પણ હોઈ શકે. ત્યાં સમક્તિ પામવાના સંયોગો પણ છે જ્યારે નિગોદના જ એકાંત મિથ્યાત્વી હોય છે. સમક્તિ પ્રાપ્ત થવાના કેઈ સંયેાગે ત્યાં નથી. (૬) નરકના જીને દેવ મદદ કરે છે, નિગોદના ઈને મદદ કરનારા કોઈ નથી. કર્મરાજાની દૃરમાં કુર મકરીને અનુભવ એ નિગોદમાં થાય છે. આવા નિગોદમાં અનંત કાળ રાખ્યા. - એકેન્દ્રિયમાં પણ એ જીવની કેવી રિબામણ કરી છે ? પૃથ્વીકાયમાં ગમે તે કયારેક પથ્થરથી મરાયા તે કયારેક આગથી બન્યા, કયારેક વાયુએ માર્યા તો કયારેક જલદ પાણીને ખતમ કર્યા. કેરી તરીકે જગ્યા તો નીચેવાયા, બાવળીયા તરીકે જન્મ્યા તે દાતરડાથી કપાયા, લીલેરી શાક તરીકે જન્મ્યા તે છરીથી કપાયા, મોસંબી તરીકે જમ્યા તે સંચાથી પીલાયા, સફરજન થયા તો ચપુથી કપાયા. આ રીતે પૃથ્વી, પાણી, તેલ, વાઉ, વનસ્પતિમાં અસંખ્યાતા કાળ સુધી રાખ્યા પછી જીવ બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં ગયે. મંકોડા માંકડ થયા તે તમારા ગાદલા નીચે ચગદાઈને મરી ગયા. મંકોડે તમારા પગ પર ચેટ. તે મરી ન જાય તે રીતે ઉખાડવા પ્રયત્નો કર્યા છતાં ન ઉખડે તે તમે એને લેહી પીવા દો ખરા? તમારા જાનના ભેગે એને બચાવે ખરા ? આપણે કુમારપાળ રાજા જેવા નથી. તેમને પગે મ કેડે ચઢ. કઈ રીતે ન ઉખડ તે આજુબાજુની ચામડી કાપી નાંખી. ચામડી સહિત મંકડાને સાચવીને ભેંય મૂકી દીધો. આનું નામ ધર્મ સમજયા કહેવાય. મંકેડો બન્યો તે આવી રીતે મર્યો. ક્યાંય ગાળના રવા નીચે ચગદાઈ ગયે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ગયે તે ત્યાં કેટલા ફટકા ખાધા ! બૂડના અવતારમાં ગયા તે કાદવ કીચડમાં આળોટયા અને વિષ્ટાએ ખાધી. કસાઈબાનામાં ગયે તે ત્યાં શેકો, કપાયો. કબૂતર બને તે બિલાડીના મુખમાં ચવાઈ ગયે. બિલાડી બન્યા તે વરૂઓએ ફાડી ખાધા, શિયાળ બન્યા તે વાધસિંહના જડબામાં ચવાઈ ગયા. બળદ બન્યા તે આરડીના માર ખાધા. આ રીતે તિર્યંચ ગતિમાં જીવે કેટલા દુઃખ વેઠયા? “કેવા કેવા જુલ્મ વેઠયા, જનાવર બનીને, એક રે જાણે છે મારે આત્મા (૨) બીજ અળખામણે ને લાકડીના માર ખાતા, વહેતી'તી આશુંડાની ધાર આંખમાં તિર્યંચ ગતિમાં કર્મોએ જીવને કેવા રીબાવ્યા ! છતાં બીજા ભવમાં જાય ત્યારે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy