SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [૪૩૫ આગળ અહીનો અંધકાર તો કાંઈ નથી. એ અંધકાર નારકીના જીવોને ત્રાસરૂપ બને છે. અરસપરસ બધા નારકીઓ ભયંકર દુઃખ ભોગવે છે. આવી રીબામણમાં ૩૩ સાગરોપમનો કાળ વીતાવવાને. ૩૩ સાગરોપમ એ કાંઈ ના સૂનો કાળ નથી પણ જંગી કાળ છે. માની લે કે તમારી સો વર્ષની જિંદગીમાં એક દશક દુઃખને આવી જાય. વેપાર ધંધામાં ખેટ આવે તે એટલે સુધી ખોટ આવી જાય કે અઠવાડિયાનું રેશનીંગ લાવવું ભારે પડી જાય, છોકરાઓને ભણાવવા ભારે પડે, ખાવાપીવાના સાંસા પડી જાય. ત્યારે જીવને કેટલે ત્રાસ ત્રાસ થઈ જાય. શું કરું ? ક્યાં જવું ? એમ મનમાં થયા કરે. આટલા દિવસમાં જે આપણને ત્રાસ થઈ જાય તે સાતમી નરકના ૩૩ સાગર સુધી દુઃખ કેવી રીતે ભેગવ્યા હશે ! એવા દુઃખો પણ જીવે ભગવ્યા છે. કર્મરાજાએ જીવને સાતમી નરકમાં ધકેલ્યો પણ સાથે કરામત કેવી કરે છે ? જીવને ત્યાં કાયમ માટે રાખી ન મૂક પણ ત્યાંથી ઉપાડીને સીધે મૂકયો તિર્યંચ ગતિમાં. મનુષ્યમાં કેમ ન મૂક્યું ? સાતમી નરકને નીકળેલ છવ તિર્યંચ થાય, તે મનુષ્ય થત નથી. તિર્યંચ ગતિમાં ધકેલ્યો એટલું તે નહિ પણ તે ગતિમાં ગયા પછી નરક ગતિમાં જીવે કેવી રૌરવ વેદના ભેગવી, કેવા દુઃખ વેઠયા, કેવા ભયંકર ત્રાસ વેઠયા, એ બધું જીવને ભૂલવાડી દીધું. દુઃખની આછી પાતળી સી રેખા પણ યાદ ન આવે. કર્મરાજાએ ભ તે પલટાવી નાંખ્યા પણું સાથે સાથે તે ભેની વિસ્મૃતિ એવી કરાવી દીધી કે પેલા છે નરકના દુઃખોમાંથી કાયમને માટે મુક્ત થવાના પ્રયત્ન ન કરી શકે. તિર્યંચના ભાવમાં સાતમી નરકમાં જે દુઃખો વેઠયા છે તેની જરાસી યાદ આવતી હતી તે એ આત્મા જરૂર એ પાપથી પાછો ફરી ગયો હોત પણું કમેં જીવને એ બધું ભૂલવાડી દીધું. તેને નરકની રૌ વ વેદના, ત્રાસ, મારકૂટ, છેદન ભેદન બધું તેને નજર સામે દેખાય તો નરકમાં લઈ જાય એવા પાપ જીવ ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં પણ ન આચરે, પણ એ પાપ દેખાતા નથી કે યાદ આવતા નથી માટે ફરી વાર નરકમાં જવા એગ્ય કર્મો જીવ કરે છે અને નરકમાં ફેકાઈ જાય છે. ચાર ગતિમાં જીવને ચકકરની માફક ફેરવવા અને પાંચમી ગતિમાં જવા ન દેવા અને તેના પંજામાંથી નહિ છટકવા દેવા માટે જીવને બધું ભૂલવાડી દે છે. જ્યાં જીવેને સમજણુ નથી, જ્ઞાન નથી, વિવેક નથી એવા પાંચ સ્થાવરમાં જીવ ગયે, નિગોદમાં ગયો જયાં જીવોને અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન ઉઘાડું છે અક્ષર એટલે બારાખડીને ક–ખ-ગ નહિ પણ અ+ક્ષર એટલે કયારે પણ ક્ષય ન થાય તેવું કેવળજ્ઞાન. તેને અનંતમો ભાગ જ્ઞાન ખુલ્લું છે. નરક કરતાં નિગોદમાં દુઃખ વધારે છે. એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં જીવ ૧૭ા ભવ કરે છે અને એક અંતઃમુર્હતમાં ઉત્કૃષ્ટ ૬૫,૫૩૬ ભવ કરે છે એટલે એટલી વાર જન્મે છે અને એટલી વાર મરે છે. આ જીવની કેવી કરૂણતા! કર્મરાજાએ આ જીવોને અનંત કાળના દુઃખે આપ્યા. નરકના અને નિગેદના દુઃખેની સરખામણી કરીએ તે અમુક બાબતમાં નિગદનું દુઃખ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy