SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [૪૨૯ તે ત્યાં કેટલેય સંસાર વધારી દીધો ! જીવનની છેલ્લી પળ સુધી પણ મરીચિએ આ ભૂલનું પ્રાયશ્ચિત કર્યું નહિ. ઋષભદેવ જેવા દાદા મળ્યા! ભરત જેવા પિતા મળ્યા અને અનુપમ સંયમ માગ મળી ગયે છતાં મરીચિનું ઉદ્ઘ પ્રયાણ પાંચમા દેવક આગળ આવીને અટકી ગયું. તેમની આચાર વિચારની જાત બુઝાઈ ગઈ અને પાપની આલોચના ન કરી. મરીચિના ભાવમાં થઈ ગયેલી નાની ભૂલેને ગુણાકાર થતો ગયે. મરીચિને હવે પછી કેટલાય ભામાં સમ્યગુદર્શન ન મળ્યું અને જૈનધર્મ પણ ન મળ્યો. દેવનું આયુષ્ય પૂર્ણ કરીને તે પાંચમા ભવે કલ્લાક સંનિવેશમાં ૮૦ લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. છઠ્ઠા ભાવમાં થણ નગરીમાં મુખ્ય મિત્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. સાતમા ભાવમાં સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. આઠમા ભવે અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. નવમા ભવે ઈશાન દેવલેકમાં મધ્યમ સ્થિતિના દેવ થયા. દશમા ભવે મંદર નામના સંનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધે. અગીયારમાં ભવે સનતકુમાર દેવકમાં દેવ થયા. બારમા ભવે વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયા ત્યાં ત્રિદંડી વેશ લીધે. તેરમા ભવે માહેદ્ર દેવલેકમાં દેવ થયા. ચૌદમા ભવમાં રાજગૃહી નગરીમાં સ્થાવર વિપ્ર નામે બ્રાહ્મણ થયા. ત્યાં ત્રિદંડી વેશ લીધેપંદરમા ભવે બ્રહ્મ દેવલેકમાં દેવ થયા. મરીચિના ભવમાં થયેલી ભૂલનો ગુણાકાર એટલે મોટો આવ્યો કે મરીચિના ત્રીજા ભવથી સ્થાવર બ્રાહ્મણના ચૌદમા ભવ સુધી એ જીવને ક્રમશઃ બ્રાહ્મણ કુળમાં ત્રિદંડી વેશ અને દેવલેક મળતો રહ્યો. આટલા કાળ સુધી જૈનધર્મનું સાધુપણું અને જૈનધર્મ કેટલે દૂર પડી ગયે. કુળમદનું કર્મ કંઈક ક્ષીણ થયું. સોળમા ભવે રાજગૃહ નગરમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયા. આ ભવમાં જૈનધર્મની ભાગવતી દીક્ષા અંગીકાર કરી. અમુક પ્રસંગો ઊભા થતાં તેમણે ત્યાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું ફળ હોય તે હું અપૂર્વ બળને સ્વામી બનું. ત્યાંથી કાળ કરીને સત્તરમા ભવે સાતમા દેવલેકે ગયા. અઢારમા ભવે પિતનપુરના પ્રજાપતિ નામે રાજાની પ્રભાવતી રાણની કુક્ષીએ ત્રિપૃષ્ણકુમાર તરીકે જન્મ લીધે. વાસુદેવની માતા સાત સ્વપ્ના દેખે છે તે રીતે પ્રભાવતી રાણીએ સાત સ્વપ્ના જોયા અને ત્રિપૃષ્ઠ વાસુદેવ બન્યા. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શું બન્યું?એક વાર યુવાન સિંહ બધાને હેરાન પરેશાન ખૂબ કરતો હતે. ખેડૂતોએ ઘણું પ્રયાસો કર્યા હતા છતાં તેમાં તે ફાવ્યા નહિ, છેવટે ત્રિપૃષ્ઠ વાસુદેવે સિંહની સામે યુદ્ધને પડકાર ફેંકો. સિંહ એકદમ જાગી ગયો. શસ્ત્રને ફગાવી દઈને એ સિંહ તરફ ધસ્યા. સિંહ સાબદો બની ગયો. તેના મનમાં થયું કે મારું નામ પડે ને કે ભાગી જાય એના બદલે આ વીરપુરૂષ તો સામે આવ્યો. સિંહે રાડ પાડી તે વાસુદેવે સામી રાડ કરી. હે વનરાજ બળનો નિર્ણય કર હોય તો તું મેદાનમાં ઝંપલાવ. આ રીતે રાડો પાડવાથી શું વળવાનું છે? આ સાંભળી સિંહ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy