SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરમણિ ] [ ૪૧૧ તે તરત કહેશે કે બા! હું લઈ આવું છું. તે લઈ આવશે. બધાને કપ્રિય થવું ગમે છે. બાળકની સાથે પ્રેમથી વાત કરશે તો તે તમારું કામ કરશે. કોઈ દલીલ કે અપીલ નહિ કરે. ઉપાશ્રયથી અઠ્ઠમ પિષ પાળીને સાસુજી ઘેર ગયા. જઈને વહુને કહે-વહુ બેટા ! મને તો ખબર હતી કે દીકરી જેવી મારી વહુએ મારા માટે બધી તૈયારી કરી રાખી હશે. વહુએ તે કાંઈ કર્યું નથી, તેથી તે શરમાઈ ગઈ. સાસુજી સમજી ગયા કે વહુએ કાંઈ કર્યું નથી, તેથી ધીમેથી કહ્યું –બેટા ! ગભરાઈશ નહિ, મારે કાંઈ ઉતાવળ નથી. આ શબ્દો વહુને કેટલા પ્રિય લાગે ! તયારી ન કરી હોય તો પછી બધી તૈયારી કરી દે. આવું કહેવાને બદલે સાસુજી ઘેર જઈને જે ધમધમાટી લાવી દે. કંઈ ખબર પડતી નથી. તે ત્રણ વાર ખાધું છે પણ મારે તે અઠ્ઠમ હતો. તને કંઈ ગતાગમ પડે છે? આ શબ્દોથી વહુ કરતી હોય તે પણ ન કરે. મીઠી ભાષા બોલવાથી આલેકમાં બધાને પ્રિય થવાય અને કર્મબંધન ન થાય. કપ્રિયતા પ્રાપ્ત કરવા માટે પાંચ ગુણ કેળવવા ખૂબ જરૂરી છે. તેમાં પહેલે ગુણ છે. આલક વિરૂદ્ધ નિંદાદિ પ્રવૃત્તિનો ત્યાગ : જોકપ્રિય થવા ઈચ્છનાર માટે સૌથી પ્રથમ એ ગુણ કેળવવાનો છે કે એણે કોઈની નિંદા ન કરવી. જીવનમાં કલેશ અને કંકાસની હોળી સળગાવનારું કઈ ભયંકરમાં ભયંકર પાપ હોય તો તે નિંદાનું છે. એક વખત નિંદા કરવાની ટેવ પડશે પછી એ જવાની અસંભવ છે. નિંદા કરવાથી બીજા જ સાથેનો મૈત્રીભાવ તૂટી જાય છે. ગુણવાન આત્માઓ પ્રત્યે પણ દ્વેષ કરાવે. નિંદા કરનારને ગુણવાનના ગુણ ન દેખાય પણ તેને એકાદ અવગુણ તેના દષ્ટિપથ પર પહેલા આવે પછી તે તેમની નિંદા કરે, નિંદા જીવનમાં અગણિત દોષને ખેંચી લાવે છે અને બધાને અપ્રિય બનાવે છે. “સંપૂર્ણ જગત માં ઈશ્વર એક, માણસ માત્ર અધુરા.” કેવળી સિવાય માણસ માત્રમાં દોષ હોય છે પણ બીજાના દોષની નિંદા કરવી એ પાપ છે. આપણાથી કેઈની નિંદા થાય નહિ. તેમાં પણ જેઓમાં ગુણોનો વૈભવ ભરપુર છે તેની નિંદા તે બિલકુલ ન કરાય. જે ગુણષી નિદાખેર માણસે છે તેમને તો ભજનના રસ કરતાં ય વધુ મીઠે નિંદાનો રસ લાગે છે. ત્રણ દિવસના ઉપવાસ કરવા સહેલ છે પણ ત્રણ દિવસ સુધી કેઈની નિંદા ન કરવી એ અતિ અઘરું છે. નિંદાને ત્યાગ કરે એ સામાન્ય કામ નથી. આજના યુગમાં પિતાના ઘરમાં પણ બધાને પ્રેમ મેળવી શકાતો નથી તે પછી સમાજને, લોકોને પ્રેમ કયાંથી મેળવી શકાય ! લોકપ્રિય કેવી રીતે થઈ શકાય ? જીવને નિદાનો આટલે બધો રસ શાથી છે ? તે માનવી પિતાની જાતને કંઈક માને છે. બધા કરતાં મારી પ્રતિભા કંઈક જુદી છે એ વાતને સાબિત કરવા માટે બીજાની નિંદા કરે છે. લોકપ્રિયતાનો કીમિ છત્મસ્થ માણસમાં કઈને કઈ ભૂલ હોય એ સ્વભાવિક છે તે એની ભૂલ સુધારવાની જરૂર છે. એને ઉતારી પાડે એ ખોટું છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy