SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ ] [ શારદા શિરેમણિ પ્રધાનજી પણ સાથે હતા. બધાએ રાજાને વાત કરી કે સિંહ હવે સિંહ નથી રહ્યો. તેની કરતા ચાલી ગઈ છે તે હવે માંસજન નથી કરતો પણ ખીરજની થઈ ગયો છે. રાજા કહે એ બને કેવી રીતે ? બધી વાત કરી. સિંહની પરીક્ષા કરવા માટે બીજે દિવસે રાજાએ સિંહની સામે માંસ અને ખીર મૂક્યા. સિંહે માંસ તરફ દષ્ટિ પણ ન કરી, ખરથી પિતે પેટ ભરી લીધું. સિંહ જેવા કુર પ્રાણીનું આવું જમ્બર પરિવર્તન લાવવામાં પ્રધાનજીની નિઃસ્વાર્થ અહિંસક ભાવના હતી. રાજાને ખૂબ આનંદ થયે. રાજા પણ પ્રધાનના સંગથી જૈન ધર્મના અનુરાગી બન્યા. આજનો દિવસ એલાન આપીને કહે છે કે પહેલું કર્તવ્ય છે અમારી પ્રવર્તન અહિંસાનું પાલન કરે. પ્રધાનજીની અહિંસક ભાવનાના આંદોલનથી સિંહ જે કુર હિંસક પ્રાણી પણ અહિંસક બની ગયો. ભગવાનના સમોસરણમાં નાગ અને મોર, બિલાડી અને ઉંદર, નેળિયો અને સાપ બધા સાથે બેસે છે. તે સમયે તે પિતાના વરભાવને ભૂલી જાય છે તેનું કારણ ભગવાનના લેહીના અણુઅણુમાં સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ છે અને “સવી જીવ કરું શાસનરસી ' ની ભાવનાના ઝરણું વહી રહ્યા છે. તેમણે સર્વ જી સાથે પ્રેમને મજબૂત પુલ બાંધે છે, પણ અહંકારની દિવાલ ઊભી કરી નથી. આજે તમે જગત તરફ દૃષ્ટિ કરે તે ચારે બાજુ તમને દિવાલ દેખાશે. પૈસાને પાકીટની દિવાલ, ઝવેરાતને તિજોરીની, તિજારીને કબાટની અને કબાટને ભીતની દિવાલ છે. જ્યાં જુઓ ત્યાં દિવાલ, દિવાલ અને દિવાલ. ક્યાંય પુલનું તે નામ દેખાતું નથી તેથી એકબીજાને લુંટી લેવાના કાર્યો થઈ રહ્યા છે. પિતાની જાતની પણ સલામતી નથી. જ્યારે જેમણે જીવનમાં પ્રેમના પુલ બાંધ્યા છે તેમને કોઈ ભય નથી. તેમણે કાંઈ ગુમાવ્યું નથી, પણ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા આત્માએ જ્યાં ગયો ત્યાં દિવાલ ઊભી કરવાના પાપો કર્યા છે. હવે આ જન્મમાં દિવાલ ઊભી કરવી નથી, પણ પ્રેમને પુલ બાંધવે છે. આપણું પરમપિતા પ્રભુએ પ્રેમને મજબૂત પુલ બાંધી જગતના જીવને પોતાના બનાવ્યા છે. તે આપણે એ પિતાના પુત્ર છીએ. પેલા રાજાના પુત્રની જેમ આપણે એ પુલ તેડીને દિવાલ ઊભી કરવાના પાપો કરવા નથી. એ પુલને ટકાવી રાખીશું તો કયારેક પ્રભુના પંથને પામી શકીશું. પ્રધાને જીવનમાં પ્રેમને પુલ બાંધે હતો તો હિંસક સિંહને અહિંસક બનાવ્યા. આ આપણા આર્યદેશની ભૂમિની ખુમારી છે. આર્યદેશના માનવમાં તે આર્યભાવના હોય પણ પશુપંખીમાં પણ પહેલા આર્યભાવના જોવા મળતી હતી. એક વાર ઝાડ પર બેઠેલા પંખીને કઈ શિકારી વધવા જાય છે. દરેક જીવોને જીવવું ગમે છે. “સદણ કવિ વિચૈ " સર્વ જીવોને જીવન પ્રિય છે, મરણ કેઈને પ્રિય નથી. આ પંખી કહે છે ભાઈ ! તું મને વીંધવા આવ્યો છે તે ખુશીથી વીંધજે પણ થોડી વાર સબૂર કર. મારી એક વાત સાંભળ. હું મારા બચ્ચા માટે ચણ લેવા આવ્યો છું. તેઓ મારી રાહ જોતા હશે. જે ઘેર નહિ જાઉં તો બચ્ચાં તરફડીયા મારશે માટે ઘેર જઈ તેમને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy