SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [૩૭૭ હા.. પણ બીજા કેઈનું નહિ પોતાનું જ આપવું. મારું બલિદાન દઈ દઉં. મક્કમ નિર્ણય લઈ લીધું. ચોથા દિવસે કઢીયલ દૂધની ખીર લઈને પિતે સિંહના પાંજરા તરફ જવા માટે નીકળ્યા. સિંહના રક્ષક માણસે કહ્યું પ્રધાનજી! સિંહને હવે ભજન નહિ મળે તે મરી જશે. મહારાજા જાણશે તો શું થશે ? ભાઈ! આજે સિંહને ભેજન દેવા જ આવ્યો છું. પાંજરાનું બારણું પોતે ખેલ્યું અને કઢેલા દૂધની ખીરના તપેલા સાથે પિતે પાંજરામાં ઘૂસી ગયા. સિંહને કહેવા લાગ્યા કે “પીવાની ઇચ્છા હોય તે દૂધ પીવા માંડ અને એ ન જ પીવું હોય અને જે માંસ જ ખાવું હોય તે હું તને બીજા કેઈનું માંસ આપી શકું તેમ નથી છતાં તારી ઇચ્છા હોય તે મને જ મારી નાંખ, મારા શરીરના માંસથી તારી યુધાને સમાવી દે. આટલું કહી નવકારમંત્ર ગણું સાગારી સંથારે કરી ધ્યાનમાં ઊભા રહ્યા. લેકે ચિચિયારીઓ પાડવા લાગ્યા. અહિંસક ભાવનાને અદ્દભૂત પ્રભાવ : “અહિંસા પરમે ધર્મ' એ સૂત્રને પ્રધાનજીએ જીવનના અણુઅણુમાં વણી લીધું છે. ત્રણ ત્રણ દિવસનો ભૂખે સિંહ ધીમેથી ઊભું થયું. ત્યાં ઊભેલા પ્રધાનજી પાસે એકદમ છલાંગ મારતો ધસમસતે આવ્યો. લેકે ચીસાચીસ કરવા લાગ્યા પણ આશ્ચર્ય...મંત્રીના પગ નજીક આવતા સિંહ સજજડ થઈ ગયો. ત્યાં ને ત્યાં ઊભો રહ્યો. જેનારા બધા સ્થિર થઈ ગયા. આ શું ? સિંહે પિતાની ક્રુરતા તજી દીધી. પ્રધાન તે ધ્યાનમાં સ્થિર છે. સામે મૃત્યુ છે છતાં પ્રધાન પિતાનું ધ્યાન છેડતા નથી. ઘેડી વાર થઈ ત્યાં તો સિંહે પ્રધાનના ચરણમાં મસ્તક નમાવ્યું અને તપેલામાં મોટું નાંખી ખીર ખાવા લાગ્યા. “ જન્મજાત એવા માંસાહારી સિંહને પણ પ્રધાને દુશ્વાહારી કરી દીધો. કુરતા હારી અને દયા જીતી.” અહા આ શું ? આજે સિંહ ખેરાક બદલ્ય. ત્રણ દિવસના ભૂખ્યા સિંહે ધરાઈને ખીર ખાધી, પછી તે પ્રધાન પાસે બેઠે. સિંહ પ્રધાનના પગ ચાટવા લાગ્યા. પગ ચાટે ને વારંવાર તેના સામું જુવે. છેલ્લે માથું તેના પગમાં મૂકીને જાણે વંદન ન કરતે હાય ! એમ કર્યું સર્વ જીવો સાથે મૈત્રીભાવના તાર બાંધી સ્નેહની સિતાર બજાવતાં મંત્રીએ કાઉસઝા પાળ્યો. સિંહને માથે હાથ મૂકી ને તેના કાનમાં નવકારમંત્ર સંભળાવ્યા. જેનારા તો બધા છફ થઈ ગયા. મંત્રીજીની અડગ પ્રતિજ્ઞાને પ્રભાવ લેક પર ખૂબ પડ્યો અને જૈન ધર્મને જયનાદ ગાજી ઊઠયા. થડી વાર પછી પ્રધાને પણ ઘેર જઈને પારણું કર્યું. હવે તે પ્રધાન રાજ સિંહ પાસે જતા અને અને દરરોજ ખીરનું ભેજન આપતા. સિંહ ખૂબ પ્રેમથી ખાતો. સિંહ જાણે પિતાન-ઉપકારી હોય તેમ માની તેને ભેટતે. બંનેની મૈત્રી ખૂબ ગાઢ બની ગઈ. પ્રધાન રેજ રજ સિંહને ધર્મનો ઉપદેશ આપતા. એની હિંસક વૃત્તિએ દેશવટો લીધો. યુદ્ધનું કામ પતાવીને રાજા વિજય મેળવીને નગરમાં આવ્યા. પ્રજાજનોએ તથા પ્રધાનજી બધાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. રાજા પિતાનું કામ પતાવી સિંહ મિત્ર પાસે આવ્યા.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy