SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરોમણિ ] [ ૨૫ થાય છે માટે જે વીતરાગ બનવું છે તો અપ્રશસ્ત રાગ-દ્વેષને છેડીને પ્રશસ્ત રાગ કેળવે. આ માનવ જીવન પામીને જે રાગાદિ મળીને મેળા પાડ્યા વિના મરણને શરણ થઈએ તો એના જેવી અફસોસની વાત બીજી કઈ હોઈ શકે? રાગાદિ ભાવોને માંદા પાડવાના બે રસ્તા છે. એક રસ્તો એ છે કે જગતપતિને ઓળખી લે અને બીજો રસ્તો જગતને એના સાચા સ્વરૂપમાં ઓળખી લે. જગતપિતા પરમાત્મા પ્રભુનું વીતરાગસ્વરૂપ જે બરાબર સમજાઈ જાય તે એ વીતરાગતા પ્રાપ્ત કરવાની તીવ્ર તાલાવેલી જાગશે. એ તમન્ના જાગી એટલે રાગાદિ ભાવેને પ્રચંડ ધક્કો વાગી જશે. પ્રભુના ગુણો તરફ દૃષ્ટિ કરીશું તો આપણું અવગુણો બધા દેખાવા લાગશે. જ્યાં પ્રભુની અજોડ ક્ષમા અને ક્યાં મારા જીવનમાં ભરેલે ક્રોધ! ક્યાં પ્રભુની સમતા અને ક્યાં મારી મમતા ! આ રીતે સરખામણી કરતાં તેમના ગુણે પ્રત્યે રાગ થશે. બીજો માર્ગ છે જગતના વિનાશી સ્વરૂપને વિચારે. આ આખું જગત પરિવર્તનશીલ છે. તેમાં પળે પળે પલટાવાપણું છે. જ્યાં બંગલા દેખાતા હતા ત્યાં થોડીવારમાં ખંડિયેર મકાનનું દર્શન થશે. અરે, આજે શરીરની જે શેભા દેખાય છે તે બીજે દિવસે નથી દેખાતી. સનતકુમાર ચક્રવતનું શરીર કેવું સુંદર હતું કે જેના રૂપની દેવલેકમાં પ્રશંસા થઈ, તે શરીર બીજે દિવસે સોળ રોગોથી ઘેરાઈ ગયું. આ રીતે જે જગત પ્રત્યે વિનાશી, વિનશ્વરતાના ભાવ આવે છે એના પ્રત્યેનો રાગ સહજ રીતે ઓછું થઈ જશે. આ રીતે તેના રાગાદિ ભાવ માંદા પડશે તે તે જગતથી વધુને વધુ દૂર જતો થશે અને જગતપિતાની નજીક થશે. એક દિવસ એ આત્મા પિતે જગદીશ્વર બની શકશે. એ પદને પામવા માટે પંદરનું ધર રૂમઝૂમ કરતું આવી રહ્યું છે. તે એલાન આપીને જગાડે છે કે હે જી હવે જાગે. સોળભથ્થુ કરવા માટે આવતી કાલથી મંગલ શરૂઆત કરે. અનંત કાળથી આપણું માથે કર્મનું કરજ પડેલું છે. એ કરજને ચૂકવવા, એમાંથી મુક્ત થવા માટે તપ એ રામબાણ ઔષધિ છે. આ તક ફરી ફરીને નહિ મળે. આપ હૈયામાં ઉલ્લાસ-ઉર્મિ જગાડો અને તપ સાધનામાં મૂકી જાવ. સમય થઈ ગયેલ છે. વધુ ભાવ અવસરે. શ્રાવણ વદ ૫ ને સેમવાર : વ્યાખ્યાન નં-૩૪ : તા. ૫-૮૮૫ અનંત કરૂણાસાગર ભગવંતે ઉપાસકદશાંગના ભાવો આપણી સામે રજૂ કર્યા. આનંદ ગાથાપતિ ઉલ્લાસભેર ભગવાનને વિધિપૂર્વક વંદન કરે છે. દરેક ક્રિયા જે વિધિપૂર્વક હોય તો એનાથી લાભ મળે અને અવિધિથી થાય તો દુઃખ ઊભું થાય. પાણી જે વિધિથી પીવાય તો તરસ શાંત થાય અને કોઈ એમ વિચાર કરે કે વારે ઘડીએ પીવું એના કરતાં નદીમાં જઈને ઝાઝું પાણી પી લઉં, તો તે જીવે કે મરી જાય? વિધિથી પાણી પીવાય તો માનવી જીવી શકે અને અવિધિથી પીવે તે ડૂબી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy