SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪] [ શારદા શિરમણિ અણગમો પેદા થયે નથી, માટે સંસારમાં રખડપટ્ટી ચાલુ છે. પ્રશસ્ત રાગ શું કરે ? સંસારમાં રખડાવનાર વસ્તુઓને છોડીને જે આદરવા ગ્ય આચરણું હોય તે કરાવે. તેથી સંસારમાં ભમવાપણું બંધ થાય. પરદેશી રાજાને પહેલાં સૂરીકતાને, રાજ્યને કેટલે રાગ હતો. એ રાગ અપ્રશસ્ત હતા પણ કેશી સ્વામીને સમાગમ થયે દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે રાગ થયે. અપ્રશસ્ત રાગને છેડીને પ્રશસ્ત રાગ દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે જગાડ તો તેના પ્રભાવે એકાવનારી બની ગયા. જે પ્રશસ્ત રાગ દેવ, ગુરૂ, ધર્મને ન થયા હતા તે સંસારનો અપ્રશસ્ત રાગ તેને દુર્ગતિમાં લઈ જાત. પ્રશસ્ત રાગે દુર્ગતિ અટકાવી, ભવકટ્ટી કરાવી અને સુગતિ-દેવગતિમાં એકલી એકાવનારી બનવાની ટિકિટ ખરીદી આપી. તેમની રખડપટ્ટી બંધ થઈ ગઈ. પ્રશસ્ત રાગ-દ્વેષ જે બરાબર કેળવાય તે સંસારનો અંત હાથ વેંતમાં છે ને તેને મેક્ષ નજીક છે. પ્રશસ્ત રાગ એ રાગીમાંથી વીતરાગી બનવાનો માર્ગ છે. પ્રશસ્ત રાગ-દ્વેષ એ અપ્રશસ્ત રાગ-દ્વેષ રૂપ બિમારીના ઓષધ રૂપ છે. શ્રી જિનેશ્વર ભગવતે જેને હેય કહી તે વસ્તુઓ તરફ અણગમો (ષ) અને ઉપાય વસ્તુઓ તરફ રાગ કેળવાશે એટલે અપ્રશસ્ત રાગ-દ્વેષ ભાગવા લાગશે, જેમ કે સંસાર હેય લાગે, તેના પ્રત્યે દ્વેષ થાય તો સંયમ ઉપાદેય લાગે, તેના પ્રત્યે રાગ થાય. એ રીતે ધન હેય લાગે તો ધર્મ ઉપાદેય લાગે. કોધ, માન, માયા, લેભ તરફ અણગમો થાય તો ક્ષમા, વિનય, સરળતા, નિભતા, સંતેષ તરફ રાગ થાય. તે જીવનમાં ઉપાદેય લાગે. પ્રશસ્ત રાગ-દ્વેષ એ અપ્રશસ્ત રાગ-દ્વેષના ઔષધ સમાન છે. આપણને તાવ, શરદી આદિ કેઈ બિમારી આવી, તે માટે દવા (ઔષધ) કરી તે શાતા વેદનીયનો ઉદય હોય તો બિમારી મટી જાય, અને બળ, શક્તિ આવી જાય પછી ઔષધની જરૂર ન રહે, ઔષધની જરૂર કયાં સુધી ? બિમારી જાય અને શક્તિ આવે ત્યાં સુધી. પ્રશસ્ત રાગ-દ્વેષના યેગે જે આરોગ્ય અને બળ પ્રાપ્ત થાય તે એવું પ્રાપ્ત થાય કે જે કદી પણ જાય નહિ. જેમાં કદી ઉણપ આવે નહિ. ફરી બિમારી આવે જ નહિં કે જેથી ઔષધ લેવાનું રહે. સંસારના પરિભ્રમણ રૂપ બિમારી કાઢવા માટે અને આત્માના બળને પ્રગટાવવા માટે આ પ્રશસ્ત રાગ-દ્વેષ રૂપ ઔષધ લેવાની જરૂર છે. કહ્યું છે કે – जं ब्रद्धमिदिएहि चहिं कसाएहिं अप्प सत्थेहिं । रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ।। આ ગાથા દ્વારા કેટલી વાતો સ્પષ્ટ થાય છે. ઈન્દ્રિયે, કષા, યોગો અને રાગદ્વેષ સામાન્ય રીતે સંસારના કારણે હવા છતાં પણ જે તેને ઉપયોગ કરતા આવડે તો ઉપકારક પણ બને છે. અર્થાત મોક્ષના કારણો પણ બની શકે છે. અપ્રશસ્ત ઈન્દ્રિયેથી, અપ્રશસ્ત કષાયથી, અપ્રશસ્ત ગોથી અને અપ્રશસ્ત રાગ-દ્વેષથી અશુભ કર્મો બંધાય છે. જ્યારે પ્રશસ્ત ઇન્દ્રિ, કષાય, ભેગો અને રાગ-દ્વેષથી અશુભ કર્મોને બંધ થતો નથી, પણ અનંતા કર્મોની નિર્જરા થાય છે. કાં તે કર્મોની નિર્જરા સાથે શુભ બંધ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy