SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ] [ શારદા શિરેમણિ (સંસારના) રવાડે ચડી ગયા તે પરિણામ શું આવ્યું ? નરકમાં ગયા. શ્રેયના માર્ગે કષ્ટો વેઠવા પાછળ સુખ રહેલું છે. પ્રેયના પંથે વિને તે આવે છે. રાવણ અને કંસને પ્રેયની સાધના કરવા જતાં જિંદગી ગુમાવવી પડી. કષ્ટ તે બંને માર્ગમાં આવે છે પણ પ્રેયના માર્ગે કષ્ટ વેઠતા દુઃખ છે જયારે શ્રેયના માર્ગે અનતુ સુખ છે. શ્રેય સાધક કષ્ટ સહન કરીને કંઈક મેળવે છે જ્યારે પ્રેય સાધક ગુમાવે છે. ચિત્ત મુનિએ શ્રેયની સાધના દ્વારા શાશ્વત સુખ મેળવ્યું. જ્યારે બ્રહ્મદર પ્રેયની સાધના પાછળ નરકનું અસંતુ દુઃખ ઊભું કર્યું !! માટે મુલાયમ-સુંવાળા દેખાતા પ્રેય માગને છોડીને કઠોર, કાંટાળા શ્રેય માગને ગ્રહણ કરે, તો તેમાં આત્મકલ્યાણને માર્ગ મળવાને છે. જેમણે શ્રેયને માર્ગ સ્વીકાર્યો છે એવા ભગવાન મહાવીર સ્વામી શુતિ પલાશ ઉદ્યાનમાં પધાર્યા છે. જિતશત્રુ રાજા ઠાઠમાઠ સહિત ભગવાનના દર્શને ગયા. વંદના કરતાં અત્યંત ઉ૯લાસ અને ઉમંગ છે. વંદન કરી ભગવાનની સ્તુતિ (પર્યું પાસના ) કરી. શ્રમ) ભગવાન મહાવીર સ્વામી વાણિજ્ય નગરની બહાર ઈશાન ખૂણામાં અને કલ્લાક સંનિવેશની બાજુમાં ઘુતિપલાશ ઉદ્યાનમાં પધાર્યા છે. આ સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. નગરની જનતા પિતાના કામકાજ, ધંધા રોજગાર છેડીને ઉલ્લાસપૂર્વક ઉમંગથી ભગવાનના દર્શન કરવા જતી હતી, તેને શોરબકોર થતો હતો તે સાંભળ્યો અને લોકોના મુખ ઉપર અવર્ણનીય-અકથનીય આનંદ જોયે. આ બધા સમાચાર ગામના ધનાઢય, ધનકુબેર જેવા મહાવૈભવશાળી, સંપત્તિશાળી એવા આનંદ ગાથા પતિને જાણવા મળ્યા. તેમના મનમાં થયું કે સારા નગરની જનતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના દર્શને જઈ રહી છે. બધા બોલે છે કે આપણુ ત્રિલોકીનાથ ભગવાન પધાર્યા છે. તે તે ત્રિલકીનાથે કેવા હશે? હજુ આનંદ ગાથાપતિને ભગવાનને ભેટો થયે નથી. કેરા છે. જનતા જતા જતા બોલે છે કે ભગવાન ત્રણે લોકના અને ત્રણે કાળના જાણકાર છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન એ ત્રણે કાળના અને ઉર્વ, અધે ને ત્રિો એ ત્રણે લેકના જાણકાર છે. એમની પાસે જઈએ એટલે આપણે પાવન થઈએ. એમના દર્શન કરતાં આપણાં પાપ ધોવાઈ જાય. એમનું સ્તવન કરતાં કર્મોના કચરા સાફ થઈ જાય. આ રીતે ઉલ્લાસભેર આનંદપૂર્વક વાત કરતા જઈ રહ્યા છે, તે હું પણ જાઉં. આનંદ ગાથાપતિને આ સમાચાર મળતાં ખૂબ આનંદ, ઉલ્લાસ અને હર્ષ થયે. નંદ મણીયાર શ્રાવક હતા. પૌષધ કર્યો હતો છતાં ભાવ બદલાઈ ગયા. પિતાની બંધાવેલી વાવમાં આસક્ત બનવાથી તે વાવમાં દેડકે થયે. તે ગામમાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા ત્યારે જનતા ટોળે મળીને ભગવાનના દર્શન કરવા જઈ રહી હતી. બધા બોલતા હતા કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. આ શબ્દો કાને પડતાં દેડકાને ભગવાનના દર્શન કરવા જવાનું મન થયું, તેમ અહીં લેકને શેરબકેર, તેમને અપૂર્વ ઉલ્લાસ જોઈને આનંદના મનમાં થયું કે હું પણ પ્રભુના દર્શન કરવા
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy