SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિામણિ ] [ ૨૫૯ સ્વીકારે છે તે વિકાસ કરે છે અને પ્રેયને સ્વીકારે છે તે અવનતિ તરફ પ્રયાણ કરે છે. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ન્યાય નીતિ અને સદાચાર એ આત્માનુ હિત કરે છે તે શ્રેય છે અને અહિત કરે તે પ્રેય. અન`તકાળથી આત્મા પ્રેય તરફ દોડયો છે. શ્રેય તરફ લક્ષ કયુ`' નથી. સ`સારના માગ એ પ્રેયનેા માગ છે. ભલે તેના સ્પર્શે તમને રેતી જેવા સુવાળા લાગે પણ મેાક્ષની ટેકરી સુધી ચડવા નહિ દે, કદમ ભરવા નહિ દે. ત્યાગનો માગ ખડકાળ ટેકરી જેવા કઠીન છે. એ માર્ગે ચઢતા મુશ્કેલીઓ જરૂર પડશે પણ એ માગ મેાક્ષની ટેકરીએ પહેોંચાડરી. ત્યાં ગયા પછી આત્માના એવા અનુપમ આનંદ મળશે કે જેનું વર્ણન થઇ શકે નહિ. છતાં જીવ પ્રેયને મેળવવા જેટલા પુરૂષાર્થ કરે છે તેટલા શ્રેયને મેળવવા નથી કરતા. પ્રેયને મેળવવા જીવ ભૂખ તરસ વેઠે છે, કષ્ટો વેઠે છે, દેશ છેાડી પ્રદેશમાં જાય છે. માતા પિતા પ્રિયજન કે તજકર, પ્યારી જન્મભૂમિ કા છોડ, સાગર લાંઘ કર વચન સુન, રખતા હૈ જિસ ધનકે જોડ. પેાતાના વહાલસેાયા માતાપિતા, પ્યારી જન્મભૂમિ, પ્રેમાળ પત્નીને છેાડીને, સાગરને આળંગી પેલે પાર જાય છે. આટલા કષ્ટો જીવ પ્રેયને માટે વેડે છે. પશુ પ્રેયથી મળતું સુખ વિનાશી, નાશવંત, પરાધીન, દુઃખમિશ્રિત અને ખંધનના કારણભૂત છે. ધન વૈભવ મેળવવા એ સ્વાધીન નથી. તેના પુણ્યના ઉદય હાય તા લક્ષ્મીની રેલમછેલ થઈ જાય. કઈ ક જીવા આખા દિવસ કાળી મહેનત કરે છતાં તેને લક્ષ્મી મળતી નથી. એટલે પ્રેય તત્ત્વ પરાધીન છે જ્યારે ક્ષમા, સમતા, સરળતા, શાંતિ, મૃદુતા, આદિ ગુણેા મેળવવા એ સ્વાધીન છે. તમે ધારો કે આજે મારે ક્રોધ નથી કરવા ને ક્ષમા રાખવી છે તેા રાખી શકે છે એટલે શ્રેય સ્વાધીન છે. ધન વૈભવ આદિનું સુખ વિનાશી છે, જ્યારે આત્મિક સુખ અવિનાશી છે. પ્રેયનું સુખ માધાવાળુ છે જ્યારે શ્રેયનું સુખ નિરાખાધ છે. પ્રેયની પ્રાપ્તિ કમ બધનના હેતુ છે. જ્યારે શ્રેયની પ્રાપ્તિ મુક્તિના હેતુ છે. પ્રેયની સાધના એટલે અથ કામની સાધના અને શ્રેયની સાધના એટલે ધમ અને મેાક્ષની સાધના. કઈ ક આત્માઓએ ઇન્દ્રિયાના વિષયેાના ક્ષણિક આન'દ મેળવવા માટે શાશ્વત સુખની પ્રાપ્તિની શકયતાને ઠુકરાવી દીધી છે. જ્યારે કેટલાક વિરલ બડભાગી આત્માએ ખડકાળ ટેકરી સમાન શ્રેયના માર્ગે વળી ગયા છે, તેઓની નજરમાં તળેટી નહી. પણ શિખર હતું. એ શિખરે પહેાંચવા માટે તેઓએ તળેટીના કે માના પથ્થરાઆની કોઈ ચિ'તા કરી નથી, તે જ તેઓ ટચે પહેાંચી શકયા છે. એ માગે કષ્ટો તા ઘણા આવે, ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા, સંગમે છ છ માસ સુધી ઉપસર્ગો આપ્યા. ગજસુકુમાલના માથે અંગારા મૂકાયા. મેતારજમુનિ, ખ'ધકમુનિ ખધાને શ્રેયના માર્ગે જતાં મારાંતિક કષ્ટો આવ્યાં છતાં તેમાં ટકી રહ્યા તેા શાશ્વત સુખને પામી ગયા. તેમની સામે સુભૂમ ચક્રવતી, મમણુ શેઠ, અરે સંયમી જીવનના સ્વીકાર કર્યાં પછી શ્રેયના માગેથી પીછેહૅઠ કરનારા કુ'ડરિક મુનિ પ્રેયના
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy