SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] [ ૨૪૫ ના પાડે છે. શેઠ કહે-તમારે અનુભવ સાચે છે. તો પછી આટલી મોટી રકમ કેમ બક્ષિસમાં આપે છે? ભાઈએ ! હું મૂર્ખ નથી. સમજીને લખાવું છું. તમે બધા મૂરખ છે. મારી વાતને સમજી શક્તા નથી. આપ વીલ વાંચે. મેં શું લખાયું છે? દશ દશ વર્ષની નોકરી જેને પૂરી થઈ હોય તેને આપવાના લખ્યા છે. મારા સ્ટાફના નોકરીમાં કેઈને હજુ દશ વર્ષ થયા જ નથી. છેલલા ૪૦ વર્ષથી મારી દુકાન ચાલે છે, પણું અત્યાર સુધીમાં એકેય નકર એ નથી આવ્યું કે જે ત્રણ વર્ષથી વધુ ટકી શકય હોય ! તે પછી આવું લખાવવાની શી જરૂર? આમાં મારે માત્ર જશ ખાટવાને છે. બધા કહે કે શેઠ કેવા દાનવીર કે નેકરોને પાંચ પાંચ હજાર રૂપિયા આપી ગયા ! હું કઈને ત્રણ વર્ષથી વધુ ટકવા દેતો નથી. તમે શા માટે ચિંતા કરે છે? આવા દંભી માણસનું કયાં કલ્યાણ થાય ! જેનું અંતરંગ જીવન સાવ સડી ગયેલું છે, છતાં એ સડાને છુપાવવા દંભ પ્રપંચ કરે છે, તેવા જ સંસારમાં રખડે છે. હું ઢોંગ કરું છું ધમીને, પણ ધર્મ વચ્ચે ના હૈયામાં, બેહાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શૈયામાં... જે જીવે દંભી છે, પાપી છે, છતાં ધમીને ઢોંગ કરે છે એવા છે તરવાના નથી. જે જીવે ભલે બહારથી ધમાં દેખાતા ન હોય પણ જેને આત્મા સરળ છે, જેના ભાવે શુભ છે તે આત્મા જલ્દી તરી જાય છે. યાદ રાખજે, બીજુ બધું બગડે તો બગડવા દેજે પણ દિલના શુભ ભાવેને કયારેય બગડવા ન દેશે. બગડેલી વસ્તુઓ કદાચ નવી મળી શકશે પણ બગડેલા શુભ ભાવે જલ્દી નવા નહીં આવે. બગડેલી વસ્તુઓના નુકશાન ભરપાઈ કરી શકાશે પણ શુભ ભાવના બગાડથી જે નુકશાન થશે તે ભરપાઈ કરતાં આંખમાં પાણી આવશે. પાપ ભરપૂર, દુઃખભરપૂર દુર્ગતિઓની હારમાળા ઊભી કરવાનું કામ આ દુષ્ટ ભાવનું છે. જન્મજન્મ સુધી મન શુભ ભાવમાં રમતું ન રહે એવી ભયંકર સજા આપવાનું કામ આ બગડેલા ભાવનું છે. મહાન ભાગ્યોદયે વીરનું વિરાટ શાસન મળ્યું છે, જૈન ધર્મ મળે છે તે આ અણમોલા અવસરમાં ભાવને બગડવા નહિ ના શુભ ભાવની વૃદ્ધિ કરશે. જેમના અંતરમાં શુભ ભાવને વેગ ઉછળી રહ્યા છે એવા જિતશત્રુ રાજા ભગવાનના દર્શને ગયા. ભગવાનનું સસરણ દેખાયું એટલે હાથી પરથી નીચે ઉતરી ગયા. ભગવાન મહાવીર સ્વામી પાસે જતાં પહેલાં પાંચ અભિગમ કરીને ગયા. (૧) તેમની પાસે સચેત વસ્તુઓ જેવી કે પાન, ઈલાયચી, માળા, લવીંગ, સોપારી આદિ સચેત ચીજો બહાર મૂકીને ગયા. અહીં સંતના દર્શન કરવા આવે ત્યારે પણ કઈ સચેત ચીજને લઈને ન અવાય, કારણ કે તમારા ખિસામાં સચેત વસ્તુ પડી હોય, અમને તો ખબર ન હોય એટલે તમારી સાથે વાત કરીએ તો બંને જણા દોષના ભાગીદાર થઈએ. તમારા ઘેર ગૌચરી આવીએ ત્યારે તમારા હાથમાં દાતણ પાણી હેય ને પધારે બેલે તે ઘર અસૂઝતું થઈ જાય, તો પછી અહીં લઈને
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy