SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] [ શારદા શિરેમણિ એવા છે... એટલે માણસો બધો સારો માલ લઈ આવે. કદાચ ઘરાક માંગે તે માલ મારી દુકાનમાં ન હોય તો બીજી દુકાનમાંથી પણ લાવીને આપે અને ઘરાકને સાચવી લે. મારી આ રીતથી મને એ લાભ થાય છે કે કસ વિનાના ઘરાક પાછળ બેટો સમય બગડતો નથી અને કસવાળા ઘરાક આવે ત્યારે થોડો સમય ખરચાય પણ તેનું વળતર પૂરેપૂરું મળી રહે છે. પેલે મિત્ર તો શેઠની આ વાત સાંભળીને સજજડ થઈ ગયો. આ તે બહાર ધમી દેખાવાની વાત છે. રામ રામ અને હરે હરે બેલે છે પણ અંદરથી લૂંટવા ગૂંટવાની વાત છે. સ્વાર્થની કળા આ જગતના જીને સમજાવવી પડતી નથી. એ તો જેમ જેમ ઉંમર થતી જાય તેમ સમજાતી જાય છે, પણ યાદ રાખજો કે આ કળામાં ગમે તેટલા હોંશિયાર થાશે તે એ હોંશિયારીથી આ જન્મમાં અશાંતિ, કલેશે ઊભા થાય છે અને બીજા જન્મમાં દુઃખમય દુર્ગતિઓ મળે છે. જ્યાં સુધી આસક્તિ ઓછી થઈ નથી, મમતાના માં ઊતર્યા નથી ત્યાં સુધી આત્માના સ્વરૂપને સમજી શકવાના નથી. હરે હરે..કે રામરામ કરીને ગમે તેટલા પૈસા ભેગા કરે, ખાનારા ખાશે, ભગવનારા ભગવશે પણ તે મેળવતાં જે પાપ કર્યા છે તે પાપના ભાગીદાર કેઈ નહિ થાય. “g #ત્તા જિત્તા ” કર્મ કરનાર આત્મા છે અને ભગવનાર પણ આત્મા છે. આજે બધે છેતરપિંડી થઈ રહી છે પણ ધર્મમાં પણ હવે છેતરપિંડી આવી છે. આવું બધું કરીને કયાં જશે? જીવના ઉતારા કયાં થશે? મને યશ મળે, મારી વાહ વાહ થાય તે માટે કેટલા દંભ કરે છે? કેટલી માયા કપટ કરે છે? એક શેઠ મરવા પડયા. પિતાને કેમ સારું થાય તે માટે પુત્રોએ ઘણા ઉપાયો કર્યા પણ સારું થતું નથી. શેઠને લાગ્યું કે હવે હું જીવવાનું નથી. મારે અંતિમ સમય છે. શેઠે ચાર માણસોને બોલાવ્યા ને કહ્યું કે હું લખાવું તેટલું લખે. મારી પિઢીમાં જે નોકરી અને માણસો છે તેમાંથી જેને દશ દશ વર્ષની નોકરી પૂરી થઈ હેય તે બધાને મારા મૃત્યુ બાદ પાંચ પાંચ હજાર રૂપિયા આપજે. મારા તરફથી તેમને બક્ષિસમાં આપવામાં આવે છે. માગુસે તે વિચારમાં પડી ગયા કે આ શું! આ શેઠ તે પાકા કંજુસ છે. મખીચૂસ છે. જિંદગીમાં કઈ દિવસ પૈસાનું દાન કર્યું નથી. પિતે પિટ ભરીને ખાધું નથી ને કઈને ખાવા દીધું નથી. જેણે આખી જિંદગીમાં બીજાને તે શું પિતાના દીકરાને પણ ૧૦૦ રૂ. કેઈ દિવસ આપ્યા નથી તે માણસ વલમાં લખાવે છે કે જે નોકરોને ૧૦ વર્ષની નોકરી પૂરી થઈ હોય તેને પાંચ પાંચ હજાર આપો. બધાને આ વાત માનવામાં આવતી નથી. તેમને થયું કે શેઠ ગાંડા થઈ ગયા લાગે છે. શેઠની પાસે લાખની મૂડી હતી પણ કઈ દિવસ ઘી ચોપડેલી રોટલી પણ ખાધી નથી. એ શેઠ બોલે છે! મીડું તે વધી જતું નથી ને! શેઠ, ૫૦૦ કે ૫૦૦૦? અરે ૫૦૦૦ શેઠ, અમને શંકા થાય છે. જે કરે બધા જાણશે તે માથે ચઢી જશે. શેઠ કહે હું કહું છું તો ય લખતાં નથી. એક ભાઈએ શેઠના કાનમાં કહ્યું-શેઠ ! પાછળથી પસ્તાવું ન પડે. શેષાવાને સમય ન આવે. અત્યાર સુધી આપને અનુભવ આ વાત માનવાની
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy