SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] ૨૩૧ ભગવાનના દર્શન કરવા કેવી રીતે ગયા? શાસ્ત્રકાર બતાવે છે કે “જોળિ પાયા ના તણાં વિચરત્ત નિછ . કેણિક રાજા જેવા ઠાઠમાઠથી, જેવા ઉલ્લાસથી, અંતરના આનંદથી ભગવાન મહાવીર સ્વામીને વાંદવા ગયા હતા, તેવા ઠાઠમાઠથી જિતશત્રુ રાજા ભગવાનને વાંદવા નિકળ્યા. જેમ કેણિક કુટુંબ પરિવાર, સગા સ્નેહીઓ લઈને ગયા હતા, તેમ જિતશત્ર રાજા ભગવાનને વંદન કરવા જાય છે. તેમણે આખા ગામમાં ભગવાન પધાર્યાની જાણ કરી. સપરિવાર ઠાઠમાઠથી ભગવાનના દર્શને ગયા. ભગવાનનું સમોસરણું દેખાયું ત્યારે તેઓ હાથી પરથી નીચે ઉતરી ગયા. સામે ભગવાન બિરાજતા હોય તે હાથી પર કેમ બેસી રહેવાય? આ તો તીર્થકર ભગવાન હતા પણ કઈ સંત હોય તો પણ તેમની પાસે જઈએ ત્યારે આટલા વાના સાચવવા જોઈએ. ભગવાનની પાસે જવું છે તો માન છોડીને નમ્ર બનીને જવાય. જીવનમાં નમ્રતા, સરળતા હોય તો કલ્યાણું થવું સહેલું છે. બેને રોટલી માટે લોટ બાંધે ત્યારે પહેલા કઠણ બાંધે છે પણ પછી તેને કેળવીને ઢીલે બનાવે, નરમ બનાવે તે જેટલી સારી થાય. કુવામાંથી પાણી કાઢવું હેય તે ઘડે નાંખે ત્યારે છતે હોય પણ પાણી કાઢવું છે તો પછી ઘડાને અને પાણી કાઢનાર બંનેને વાંકું વળવું પડે છે. જ્યારે અહીં તે તીર્થકર ભગવાનની વાણી સાંભળવી છે, તેને અંતરમાં અવધારવી છે. અનંત સંસારને ભૂલ છે. કષાયને જીતવી છે અને કર્મની જંજીરમાંથી મુક્ત થવું છે તે કેટલા નમ્ર બનવું પડશે ! સોનું નરમ બને છે તે તેના જાતજાતના ઘાટ ઘડાય છે. માટે ભગવાન કહે છે, તમે નમ્ર બને. “લઘુતા સે પ્રભુતા મિલે પ્રભુતા પ્રભુ દૂર”. જેટલી લઘુતા, સરળતા, નમ્રતા હશે એટલે આપણે માટે મોક્ષ નજીક છે અને જેટલી અકડાઈ, વકતા હશે તેટલું મોક્ષ આપણાથી દૂર છે. બાહુબલીજીની સાધના કેટલી જબ્બર હતી છતાં પણ એક અહંકારને કાંટો ન ગયો તે કેવળજ્ઞાન નજીક હોવા છતાં દૂર થઈ ગયું. જે અહંકાર ગયે એવું કેવળજ્ઞાન પામી ગયા. આ વાત આપણે જીવનમાં ઉતારવાની છે. આપણા જીવનમાં જ્યાં જ્યાં ખામીઓ છે તેને દૂર કરવાની છે. વર્ષાઋતુને સમય આવે ત્યારે ધાબાવાળું મકાન હોય છતાં તપાસ કરે છે કે કયાંય પાછું તો પડતું નથી ને? જે પડતું હોય તે કારીગરને બોલાવી સાંધ પૂરાવી દે છે. ચુઆ થતા હોય તે ત્યાં રીપેરીંગ કરાવી દો છો તેમ આપણા જીવનમાં પણ તપાસ કરો કે દેષના કે અવગુણના ચુઆ દેખાતા નથી ને ! જ્યારે ચુઆ ચુઆ તરીકે ઓળખાશે તે એને દૂર કરવા ગુરૂ ચરણોમાં પહોંચી જશે. મકાનની છત કેવી છે? : તમારા મકાનની છત મજબૂત છે કે ઢીલી છે? કાચી છે કે પાકી છે? તેને એક ન્યાયથી સમજીએ. એક સારું મોટું વિશાળ મકાન હતું. તેમાં સારા સુખી માણસો વસેલા હતા. મકાન વિશાળ હતું તેવા માણસોના દિલ પણ વિશાળ હતા. એક વાર તેમનો મિત્ર બહારગામથી આવ્યો, તે સ્ટેશને ઊતર્યો ત્યાંથી તેમનું મકાન ઘણું દૂર હતું. રસ્તામાં વચ્ચે આ મિત્રનું ઘર આવતું હતું. રાતના નવ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy