SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] [ શારદા શિમણિ પણ શુભગ પ્રવૃત્તિપણે રહે છે જ્યારે મોક્ષે જવાને અંતિમ સમય રહે ત્યારે તે યોગપ્રવૃત્તિ પણ અટકી જાય છે અને નિવૃત્તિ પરિપૂર્ણ થઈ જાય છે. ચેથા ગુણસ્થાનકથી શરૂ કરેલી નિવૃત્તિ ચૌદમાં ગુણસ્થાનમાં પહોંચીને પૂર્ણ થઈ જાય છે. જ્યારે નિવૃત્તિ પૂર્ણ થઈ ત્યારે આત્મા મુકત થઈ સિદ્ધ પરમાત્મા બની જાય છે. ટૂંકમાં અનંતાનુબંધી કષાય અને દર્શન મેહનીયને ત્યાગ કરી જીવ અનંત સંસારવર્ધક પરિણતિથી નિવૃત્ત થઈ જાય છે એટલે જીવ સમક્તિ પામે પછી એને અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધુ કાળ ભમવાનું રહેતું નથી. દેશવિરતિ થાય એટલે અવિરતિ જાય, સર્વવિરતિ થાય એટલે આરંભ પરિગ્રહથી નિવૃત્ત થાય. પ્રમાદથી નિવૃત્ત થાય એટલે અપ્રમત્તદશા આવે. કષાયથી નિવૃત્ત થાય ત્યારે વીતરાગ સર્વજ્ઞ બને અને યેગથી નિવૃત્ત થાય એટલે સિદ્ધ, બુદ્ધ, મુક્ત બને છે. જેમ જેમ નિવૃત્તિ વધે તેમ તેમ ઉત્થાન થાય છે. ગુણસ્થાનની શ્રેણી વધતી રહે છે. ગુણસ્થાનમાં વૃદ્ધિ નિવૃત્તિથી થાય છે. અહીં કદાચ કોઈ શંકા કરે કે તે પછી ચારિત્રમાં પ્રવૃત્ત થવાને ઉપદેશ શા માટે આપો? સાધક સાધનાના પ્રારંભથી પૂર્ણ રૂપથી નિવૃત્ત થઈ શકતો નથી. જેવી રીતે સર્વવિરતિ બનવાની શક્તિ ન હોય તો દેશવિરતિ બને છે, તે રીતે પૂર્ણ વીતરાગ બનવાની યેગ્યતા અહીં ન હોવાથી સરાગસંયતિ બને છે. રાગસહિત ચારિત્રથી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થઈ શક્તી નથી. કષાયની સંપૂર્ણ નિવૃત્તિ થતી નથી. કંઈક પ્રવૃત્તિ શેષ રહે છે. આ શેષ રહેલી પ્રવૃત્તિ અશુભ ન બને તે માટે જાગરણ ઇ gવત્તળ ચારિત્રમાં પ્રવૃત્ત થવાનું કહ્યું. કષાયથી સર્વથા નિવૃત્તિ લઈને જેઓ સર્વજ્ઞ બની ગયા છે એવા ચરમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કેલ્લાક સંનિવેશમાં પધાર્યા. તે સમાચાર સાંભળતા જેમને જીવન ધન્ય બનાવવાની ભાવના છે એવા લેકે તરત જ જરાપણ પ્રમાદ કર્યા વગર ભગવાનના દર્શને ગયા. જેમ તમે દૂધપાક પૂરી જમવા બેઠા હો, હજુ પહેલું બટકું હાથમાં લીધું છે તે સમયે સમાચાર આવ્યા કે તમારે પાંચ લાખ રૂપિયાની લેટરી લાગી તે નંબર લઈને જાવ. તે સમયે મનમાં વિચાર આવે કે આટલું જમીને જાઉં. બેઠો છું તે જમી લેવા દેને! (શ્રોતા–એક મિનિટ ઊભા ન રહે.) દૂધપાક પૂરી જેવું ભાવતું ભેજન પણ મૂકી દો, કારણ કે ત્યાં પૈસા પ્રત્યે પ્રેમ છે તેમ કલાક સંનિવેશની જનતા સમજે છે કે ભગવાન પધાર્યા છે. તેમના દર્શન કરવાને, તેમની વાણી સાંભળવાનો અમૂલ્ય અવસર મળ્યો છે. પ્રમાદ કરીને બેસી રહેવાય? એટલે બધા તરત ગયા. જિતશત્ર રાજાને પણ વનપાલકે વધામણ આપી. પહેલાના રાજાઓ ધર્મિષ્ઠ હતા. જ્યારે ભગવાન પધારવાના હોય ત્યારે રાજા વનપાલકને કહી દેતા કે ભગવાનને ઉતરવાની આજ્ઞા આપજે. પાટ, પાટલા, બાજોઠ જે જોઈએ તે આપજો. જિતશત્રુ રાજા પણ સમાચાર સાંભળીને ભગવાનના દર્શને જવા તૈયાર થયા. તે
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy