SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] [ ૧૭ સુકાન વગરના વહાણની જે દશા થાય છે તેવી દશા ધર્મ વગરના માનવીની થાય છે. સુકાન વગરનું વહાણું ગમે તેમ ઝોલા ખાય છે, પણ ધાર્યા સ્થળે પહોંચી શકતું નથી તેમ ધર્મ ન કરનારે માનવી પૌગલિક સુખમાં મસ્ત રહેવાથી શાશ્વત સુખ તરફ જઈ શકતો નથી. ધર્મ એ ધ્રુવના તારા સમાન છે. જેમ ધ્રુવને તારે દિશાનું સૂચન કરે છે તેમ ધર્મ આત્માના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ માટે દિશા બતાવે છે અને તે તરફ લઈ જાય છે. વિદ્યાર્થીને ડોકટર થવું હોય, એ અમીયર થવું હોય કે વકીલ થવું હોય પણ એ થતાં પહેલા બધાને એસ. એસ. સી. ની પરીક્ષા આપવી પડે છે તેવી રીતે ધર્મમય જીવન ગાળવાની ઈચછા હોય તેને પહેલી માનવતાની પરીક્ષા આપવી પડે છે. આવું સુંદર માનવ જીવન પૌગલિક આનંદ-કરવા માટે કે ખાવાપીવા માટે નથી મળ્યું પણ ધર્મમય જીવન ગાળવા માટે મળ્યું છે. ધર્મ જ સાચો રક્ષક અને શરણભૂત છે. બાકી કુટુંબ કબીલા કેઈ રક્ષણ કરશે નહિ. મેટીક થયા, બી. એ. થયા, એમ. એ. થયાં શા કામના? જીવનમાં જે ધર્મ નહિ તે, વિદ્યા નહિ પણ કાંકરા. ભૌતિક ભણતરમાં ગમે તેટલા આગળ વધે પણ જે જીવનમાં ધર્મ નથી તે એ વિદ્યા કાંકરા સમાન છે. માનવ જીવનમાં ધર્મ એવી અમૂલ્ય ચીજ છે કે જેનું કઈ મૂલ્ય આંકી શકતું નથી. માત્ર ધર્મ જીવનું કલ્યાણ કરવા સમર્થ છે, પણ આજને માનવ કયાં તે માનવા તૈયાર છે! આજને માનવ ખરેખર ધર્મ જાણતા નથી, અને પિતાના જીવનમાં ધર્મને મર્મ, તેનું મહત્વ સમજતો નથી, આજને માનવી મહેશ જાની જાળમાં એ ફસાઈ ગયા છે કે તેમાંથી બહાર નીકળવાને અસમર્થ છે. મહારાજાએ માનવીના મનની ચારે બાજુ ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ વગેરે એવા આવરણે વીંટાળ્યા છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે તેથી તે ખરે ધર્મ, પામી શકતો નથી. ધર્મને મર્મ સમજવા જેવો છે. ધર્મને મર્મ સમજ્યા પછી સ્વાધીન જીવન જીવવાની ભૂમિકા તૈયાર થાય. ધર્મ એ સાધનાની સંજીવની છે. ધર્મના રંગે રંગાયેલ આંત્માઓ સાધનામાં સ્થિર થાય છે. તેમાંથી પછી પીછેહઠ કરતા નથી, પછી દેવ ડગાવવા આવે તે પણ ડગે નહિ. જેમ જેમ ધર્મ આરાધના કરતા જઈ એ તેમ તેમ કર્મનું દેવું ચૂકવાતું જાય. દેવું ચૂકવવા માટેની અમૂલ્ય ઘડી, અવસર હોય તો આ મનુષ્ય જન્મ છે. બીજે કઈ જન્મ નથી. આ જન્મ વારંવાર નહિ મળે. આપણું અધિકારમાં આનંદ ગાથાપતિ સંસારના સુખ અને આનંદ ભગવતા રહ્યા, છે. તેમના ભાદયે શું બન્યું ? “સરસ વાતામણ વદિ ઉતર પુથિને રિલી માપ રથ વોટ્ટા ના નિવેરે ઘા ” તે વાણિજ્ય ગ્રામ નગરની બહાર ઉત્તર પૂર્વ દિશામાં એટલે ઈશાન ખૂણામાં કેલ્લાક નામે સંન્નિવેશ હતે. આ કલાક સંનિવેશ વાણિજ્ય નગરની જેમ સુખી હતું. ત્યાં બધા પુણ્યવાન
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy