SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] [ શારદા શિરેમણિ છે. આવી સર્વોત્તમ પ્રકારની સામગ્રી જેણે જીવનયાત્રામાં સાથે લીધી છે, તે વગર મુશ્કેલીએ પિતાના ઈષ્ટ સ્થાને પહોંચી જાય છે. ધર્મનું પાથેય એટલે ક્રોધાદિ કષાયો પર વિજય અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ વ્રતનું નિર્મળ પાલન. આ સંસાર રૂપી અટવીમાં મુસાફરે ધર્મરૂપી ભાતું લીધું હોય તો આગામી ભવમાં સુખશાંતિ મેળવી શકે છે. વૃદ્ધ માનવીના હાથમાં લાકડી આવી જાય, તે નિર્બળ શરીરમાં પણ હિંમત આવે છે તેમ નિર્બળ મનને સબળ બનાવનાર, આત્મશક્તિને ખીલવનાર ધર્મ છે. ધર્મ અંતિમ સમયે માનવીને હિંમત આપે છે. દિલ કે દોલતની આસક્તિ દૂર કરાવનાર કેઈ હોય તો ધર્મ છે. આ ધર્મ જે જીવનમાં વણું જાણ્યો નહિ હોય અને ધન, વૈભવ, વિલાસ તેમજ માન, સન્માન જાણ્યા હશે તે અસંતોષ અને અનીતિઓ વધતી જશે. યાદ રાખજે તન અને ધન સમૃદ્ધ અને સબળ હશે પણ જીવનમાં ધર્મનું પાથેય નહિ હોય તે મન નિર્બળ બની જશે. મહાન પુણ્યોદયે માનવજીવન મળ્યું. તેમાં પણું પાપકર્મો ક્ષીણ થયા હોય ત્યારે ધર્મને યોગ્ય સામગ્રી મળે છે. માનવ જીવનનું સફળ સાધન ધર્મ છે. પવિત્ર, અનુપમ, શ્રેષ્ઠ ધર્મને આત્મસાત કરી માનવજીવન મંગલમય બનાવી શકાય છે. જીવનમાં બધું મળવું સહેલું છે પણ ધર્મનું પાથેય મળવું અતિ મુશ્કેલ છે. ધર્મરૂપ મંગલમય તત્વને પામીને એટલું જોવાનું કે મારું જીવન કેટલું મંગલમય બન્યું? એકવાર જીવનમાંથી મંગલ તત્વરૂપી ધર્મ ગુમાવી દેશે તો ફરીથી મળવું મુશ્કેલ છે. કઈ પણ વસ્તુ મળી જાય તેની મહત્તા બહું નથી પણ મેળવેલી વસ્તુ ચાલી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. આપણને ધર્મતત્વ તો મળી ગયું પણ સંસારના ચૌટે લૂંટાઈ તે નથી જતું ને? જે છે ભેગમાં જીવન વિતાવી જાણે છે તે ધર્મને પામી શક્તા નથી. આચારંગસૂત્રમાં ભગવાન બોલ્યા છે સચદં મૂકે ધર્મ ના માગરૂ” મોહથી મૂઢ બનેલે પ્રાણી ધર્મના સ્વરૂપને સમજવામાં અસમર્થ હોય છે. જ્યારે તેની મૂઢતા દૂર થાય છે ત્યારે ધર્મના સ્વરૂપને જાણી શકે છે. જે ધર્મના સ્વરૂપને જાણે એ ધર્મને પામી શકે. પાણીને સ્વભાવ ઠંડક આપવાને, તૃષા છીપાવવાને, અને મલીન વસ્તુઓને સ્વચ્છ કરવાનો છે તેમ ધર્મનો સ્વભાવ આત્માને આનંદ આપવાનો છે. ધર્મ જીવને સત્ય, કલ્યાણ અને આત્માના સૌદર્ય તરફ લઈ જાય છે. દરિયામાં મોટા મોટા ખડકે હેય છે. દરિયામાં મુસાફરી કરતા વહાણેને અને સ્ટીમરોને એ વસ્તુને ખ્યાલ ન હોય તે એ ખડક સાથે અથડાઈ પડે છે માટે દરિયામાં દીવાદાંડી રાખવામાં આવે છે. દીવાદાંડી એ વહાણેને ભયસ્થાનનું સૂચન કરે છે, અને ગ્ય માર્ગ બતાવે છે, તેમ સંસાર રૂપી મહાભવસાગરમાં ધર્મરૂપી દીવાદાંડી સાચું માર્ગદર્શન આપે છે. ધર્મ વગરના માનવીની સ્થિતિ દીવાદાંડીનું માર્ગદર્શન ન હોય તો સ્ટીમર ખડક સાથે અથડાઈ જાય છે તેવી થાય છે. ધર્મની દીવાદાંડી વગર માનવી ભવસાગરના ખડ સાથે અથડાઈ જાય છે અને વિનાશને આમંત્રણ આપે છે. ધર્મના માર્ગદર્શન સિવાય માનવીને કાયમી સુખના માર્ગની ઝાંખી થઈ શકતી નથી.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy