SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરામણ ] | ૧૬૫ તા ગરીબ પુણીયા શ્રાવક હતા. વસ'તના આગમન સમાન બધા સચાગેા મળ્યા છે. હવે આત્માના ગુણેાને ખીલવવા છે કે પછી એવા ને એવા સૂકાભઠ જેવા રહેવુ છે ? આ મનુષ્યનું જીવન નાશવંત અને ક્ષણિક છે...છતાં આત્માના શુષ્ણેાની ખીલવણી આ જીવનમાં થાય છે, પણુ જે આ જીવનની સાનેરી ઘડીને એળખતા નથી, પાપાથી નિવૃત્ત થતા નથી, અને કામભેાગામાં આસક્ત રહીને જીવન વીતાવે છે તેના આત્મા પાનખરમાં શુષ્ક અનેલા વૃક્ષેા જેવા રહી જાય છે. આત્મા પર આ વસંતઋતુની કોઈ અસર થતી નથી. પિરણામે તે આત્મા માહના પજામાં ફસાઈ જાય છે અને ભવવનમાં ભટકે છે. જે આત્માએ વસ'તના આગમને ખીલી ઉઠયા છે તેમના નામ શાસ્ત્રના પાને સુવર્ણાક્ષરે અંકિત થયા છે. એવા આનંદ ગાથાપતિની વાત ચાલે છે તેમની પત્ની શિવાનંદા ખૂબ સદ્ગુણી અને સૌમ્ય પ્રકૃતિની હતી. આજે તમારા ધર્મ પત્ની તમને લાવતા દેખે છે પણ આ શીવાનંદા લાવતા દેખતી ન હતી, પણ પામતા દેખતી હતી. તમારી પત્ની તમે શુ કમાઈને લાવ્યા? મે'મંગાવ્યુ હતું તે લાવ્યા કે નહિ? તે જુએ છે. જ્યારે સાચી ધમ પત્ની તેા એ કહેશે કે તમે કઈ લાવ્યા નથી એમાં રાજી છું, પશુ આપ બહારગામ ગયા ત્યારે ઉપાશ્રયે ગયા હતા? ગુરૂ ભગવંતની વાણી સાંભળી હતી! એમ પૂછશે. જો આ રીતે પૂછતી હાય તેા સમજો કે સાચી ધ`પત્ની છે. બાકી અનતા સ'સારમાં આ સંબંધો બાંધ્યા અને છેડચા તેની કેાઈ કિંમત નથી. હવે આત્મા તરફ વળે. તે માટે શું કરવું જોઈ એ. નાના બાળક તેની માતાને પૂછે છે હે માતા ! ત્રણ દિવસ પહેલાં મેં તને દૂધ મેળવતા જોઈ હતી. નાના બાળકા માતાપિતાને જે કરતાં દેખે તે કરવાનું મન થાય. માતા રાટલી વણતી હેાય તેા રોટલી વણવા બેસે. તમે સામયિક કરવા બેસેા તે તમારી સાથે સામાયિક કરવા બેસે. મુહપત્તિ ખાંધતા દેખે તે મુહપત્તિ ખાંધવા માંગે અને બીડી પીતા દેખે તેા બીડી પીતા શીખે. પછી તમે કહેા દીકરા! બીડી ન પીશ, તેા તે માને ખરા! બાળક તેા તમે જેવુ' કરતા હેા તેવું અનુકરણ કરતા શીખે. નાના હોય ત્યારે ઉપાશ્રયે લાવા તા તમારું જોઈને વાદન કરતા શીખશે પણ સાધુને બદલે સિનેમા દેખાડી છે. પ્રભુની વાતા કરવાને બદલે પીકચરની વાતા કરી છે. ટી. વી. અને વિડિયા બતાવ્યા છે । પછી તેને સાધુ કયાંથી ગમવાના છે? તેમાં જો છોકરાઓને પીકચરના ગીતે સરસ ગાતા આવડે તેા તેની માતા મલકાય કે મારા દીકરાને કેવું સરસ ગાતા આવડે છે! આમાં તેની જિ'દગી ખરખાદ થઈ રહી છે. નવકારમંત્ર ખેલવાનુ` કહીએ તેા ન આવડે, છતાં માખાપને અક્સાસ નથી. જે માતાપિતા પેાતાના સંતાનેાને ધર્મના સંસ્કાર આપતા નથી, ધર્મનું જ્ઞાન આપતા નથી, તે માતા શત્રુ અને પિતા બૈરી છે. ગળા પર છરી ફેરવનાર દુશ્મન જેટલું અહિત કરતા નથી તેના કરતાં અધિક સંતાનોને 'સ્કાર ન આપનાર માતાપિતા તેનુ અહિત કરે છે.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy