SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] [ શારદા શિરેમણિ આપણે ભવના જંગલમાં ભૂલા પડ્યા છીએ. આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ થઈ ગયા છીએ. એ તાપના કારણે પરસેવાથી રેબઝેબ થઈ ગયા છીએ. અનંત અનંત કાળથી રખડીને થાકી ગયા છીએ. આ મનુષ્ય ભવરૂપી વિસામાને વડલે મળ્યો છે. ખાવાનું, પીવાનું અને સૂવાનું બધું મળી ગયું છે પણ યાદ રાખજો કે મૃત્યુની રાત આવી રહી છે. કેઈને આજ તે કઈને કાલ. પાંચ, પચીસ કે પચાસ વર્ષે પણ જવાનું એ તે જવાનું. મૃત્યુની રાત આવતા પહેલા આપણે આપણું સ્થાને પહોંચી જવાનું છે. તમે મુંબઈમાં અમુક ભુવન કે બંગલામાં રહેતા હો એ ઘર તમારું નથી. આપણું ઘર ક્યાં છે? સિદ્ધ ક્ષેત્રમાં. જ્યાં અનંતા સિદ્ધ બિરાજે છે ત્યાં. તે ઘર પહોંચવાનું યાદ છે ને? તે મૃત્યુની રાત આવતા પહેલા ચાલવાને પુરૂષાર્થ કરો. તડકે લાગે, તરસ લાગે છતાં રાત પડતા પહેલાં કર્મના કરજે ચૂકવી દે. મુસાફર રસ્તો કાપે છે. આપણે કર્મોને કાપીને શાશ્વતા ઘરે પહોંચવું છે. અનંતકાળથી જીવ આ ભવનની ભૂલવણમાં ભૂલો પડ્યો છે. મૃત્યુની રાત નથી આવી ત્યાં સુધી કર્મોને કાપવાની તક છે. મૃત્યુ ક્યારે આવશે તેની ખબર નથી. માટે આત્મસાધના કરી લે. સામા ગામે જનાર કેઈ વિશ્વાસુ માણસ આવીને કહે – ચાલે, હું સમયસર તમને તમારા ગામે પહોંચાડી દઈશ. તો તમે તૈયાર થઈ જાઓ ને? પવિત્ર સંતે સિદ્ધ ક્ષેત્રના ભેમિયા મુસાફરે છે. એમની સાથે વિશ્રામસ્થાન છેડીને જતાં દુઃખ ન થાય ને? બોલો કેમ મૌન બધા ! જો શાશ્વતા ઘર સિદ્ધક્ષેત્રમાં પોંચવું છે તો જડદષ્ટિ છેડીને આત્મદ્રષ્ટિ કેળવવી પડશે. જડદષ્ટિના કાર્યોમાં અઢળક પાપ થાય છે. એ પાપનું પિષણ થતાં એના કુસંસ્કારો દઢ થતાં પરલેકમાં પાપબુદ્ધિ કરાવી પાપ કરાવે છે. અતિ દુર્લભ જૈન ધર્મ મળ દુર્લભ બને છે. સત્ત્વને નાશ થાય છે અને પાપાનુબંધ મજબૂત બને છે. માટે જડદષ્ટિ પડતી મૂકી આ આત્મદષ્ટિ કેળવાતી હોય તે સમજવું કે મારે આત્મા ઉન્નતિના પંથે છે. જડના પૂજારી દેહની પૂજા કરે છે. અને ચેતનના પૂજારી આત્માની આરાધના કરે છે. આજે પાખીને દિવસ છે. ઘણાં ભાઈ બેનેએ પૌષધ કર્યો છે. જેમણે પૌષધ કર્યો તેમણે તો અનંતા કર્મોની નિર્જરા કરી છે. ઉપવાસ કરે પણ સંસારની માયાજાળમાં પડયા છે એટલે તમારા પિતાના માટે પાપ બંધ થયું પણ બીજા માટે તો કરવું પડે ને ! ભગવાને શ્રાવકને માટે ચાર વિસામા બતાવ્યા છે. પહેલે વિસામો – માથા પર વજનદાર પિોટલે લીધે છે. થાકી જતાં ઘડી વાર પાટલો નીચે મૂકે. હજ જ્યાં પહોંચવાનું છે તે ઘર આવ્યું નથી. એટલે ફરીવાર પિોટલ તે ઉપાડવાનું છે તેમ ઉપવાસ કર્યો તે પિતાની જાત માટે ખાવાનું બંધ કર્યું અથવા પાપ બંધ કર્યું પણ બીજાને માટે કરવું પડે છે તેથી પહેલે વિસામે જાણ. (૨) કોઈ જગ્યાએ એટલે કે ચિતરે ભાર મૂકીને લઘુનીતિ કે વડીનીતિ માટે જાય એટલે થોડી વાર બેજે ઉતર્યો તેમ શ્રાવક બેઘડી, ચારઘડીની સામાયિક અથવા દિશાવગાસિક કરે એટલે એટલો સમય સર્વથા પાપ
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy