________________
૧૧૪]
[ શારદા શિરેમણિ હતો. ચેપડાનું મુહૂર્ત થઈ ગયા બાદ તે સ્કૂટર પર બેસીને ઘેર આવતો હતો. દિવાળીના દિવસે છે. મનમાં કેવી મોટી આશાઓના મિનારા બાંધ્યા હશે. પાપને ઉદય થાય ત્યારે ન ધાયું, ન કયું બની જાય છે. - દુખની વરસેલી ઝડી છોક સ્કૂટર પર બેસીને આવતો હતો. વચ્ચે રસ્તામાં ચાર રસ્તા આવતા હતા ત્યાંથી તે છેક વળાંક લેવા ગયો ત્યાં જોરથી કેરીયર સાથે સ્કૂટર અથડાયું. છોકરે કયાંય ફેંકાઈ ગયા. ત્યાં એની ધોરી નસ તૂટી ગઈ અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળતાં પિતાને ખૂબ આઘાત લાગે, જ્યાં ઘડી પહેલા આનંદની છોળો ઉડતી હતી ત્યાં અત્યારે કકળ મચી ગઈ.
નૃત્ય ગાન હતા થા જિસ ઘર, હાય હાય હે રહી વહાં, નહિ રેટીયાં ભી મિલતી, લગતા થા ષટરસ ભોગ જહાં.
જે ઘરમાં આનંદના ગીતે ગવાતા હતા તે ઘરમાં આજે ભારે રૂદનના શબ્દો સંભળાવા લાગ્યા. જેને માથે દુખ આવી પડે તેને ખબર પડે કે દુઃખ કેવું છે! શેઠને એકનો એક લાડકવા ગુણિયલ દીકરે ચાલ્યો જાય એના કરતાં વધુ દુઃખ કયું છે? બધાને ખબર પડતાં સૌ ભેગા થયા. આખા ગામમાં હાહાકાર મચી ગયે. બંગલાની ઝળહળતી રોશની એકાએક અંધારામાં પલટાઈ ગઈ. હર્ષ અને આનંદ-દુઃખ અને વિષીદના ઘેરા વાતાવરણમાં પટાઈ ગયા. પતિના અવસાનથી નીલા તો બેભાન થઈને પડી છે. ભાનમાં આવે ત્યારે હૈયાફાટ રૂદન કરે છે. માથા પટકાવે છે. કલાક પહેલા
જ્યાં ફટાકડા ફૂટતા હતા ત્યાં છાતી અને કપાળ કૂટવાની અતિ કરૂણ કારમી ચીસો સંભળાવા લાગી. નીલા તો રડતી રડતી બોલે છે કુદરત આ તે શું કર્યું? હજુ પરણ્યાને ત્રણ ચાર મહિના થયા ત્યાં તે મારું સૌભાગ્ય કંકણ તોડી નાખ્યું ! મારું સૌભાગ્ય તિલક સાવ ભૂંસી નાખ્યું ! તને મારી જરા પણ દયા ન આવી? જ્ઞાની કહે છે કયા સમયે ક્યા દુઃખ આવી પડશે તેની ખબર નથી. સુખના, આનંદના, શાંતિના દિવસો છે ત્યાં સુધી થાય તેટલું ધર્મધ્યાન કરી લે. મનના મિનારા બધા મનમાં રહી જશે. નીલા બેભાન થઈને પડી છે. ધરમદાસ શેઠ સાવ સુનમુન થઈ ગયા છે. બે કલાક બાદ રડતી આંખે બાપે દીકરાની અંતિમ ક્રિયા કરી. પુત્રના મૃત્યુદેહની ભડભડતી આગમાં ધરમદાસે પિતાના જીવનના બધા સ્વપ્ના બાળીને ખાખ થતાં જોયાં.
દુઃખમાં દિલાસે દેનાર કેશુ: શેઠને આશ્વાસન આપવા અનેક લકે તેમને ઘેર આવતાં ત્યારે કર્મની ફિલેફીને સમજેલા શેઠ વિચારતા હતા કે આ બધા કર્મના ખેલ છે. કર્મ જીવને નચાવે છે. આ સંસારમાં કોઈ કોઈનું નથી. સ્વાર્થની સગાઈ પ્રમાણે માનવી ભવાઈ કરે છે. આ કાયા પણ મારી નથી તે પછી છેક તે મારે હોય કયાંથી? આ બધું સમજવા છતાં જીવનમાં ઉતારી શક્યા નથી. મારા મનમાં એક જ દુઃખ છે અને તે મારી યુવાન પુત્રવધૂનું છે. ખેર, જે સમયે જે બનવાનું હોય તે કઈ