SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ] [ શારદા શિરેમણિ તેમને ત્યાં પુત્રને જન્મ થયો. શેઠ વિજાપુરના વતની હતા. તે ધંધા માટે મુંબઈ આવેલા. મુંબઈ આવ્યા બાદ તેમના ભાગ્યને સિતારો એ ચમકયો કે પાણીના પૂરની જેમ લક્ષ્મી આવવા લાગી. પછી તો શેઠે ચપાટી કિનારે મોટો આલિશાન બંગલે બાંધ્યો. બંગલાનું નામ આપ્યું “ધર્મપ્રેમ.” સંપત્તિ આવે ત્યાં શું ખામી રહે? ઘેર ગાડી આવી. સ્કૂટર વસાવ્યુ. વૈભવ ખૂબ છે. સંપત્તિ અઢળક છે પણ માત્ર એકલા પૈસા મળી ગયા તેથી શું તમે સુખી બની ગયા ! એકલે પૈસે સુખ આપી શકતા નથી. પિસાવાળાને પૂછો તો ખરા કે તમે સુખી છો? તે કહેશે ના. શેઠ, શેઠાણી અને દીકરો ત્રણેનું કુટુંબ આનંદથી રહે છે. દીકરીને તે પરણાવીને સાસરે મોકલી છે. સુખમાં કર્મરાજાએ આપેલું દુઃખઃ ત્રણે જણા સુખના હિંડોળે ઝુલી રહ્યા છે. આનંદની મસ્તી માણી રહ્યા છે, પણ જ્ઞાનીના સંદેશા પ્રમાણે કર્મરાજા સુખમાંથી કયારે દુઃખના દરિયામાં ડૂબતા કરી નાંખે છે તે ખબર નથી. પુત્ર ૧૬ વર્ષને થયે ત્યાં માતા ૨૪ કલાકની બિમારીમાં આ ફાની દુનિયાને છોડીને ચાલી ગઈ. શેઠને તો ખૂબ આઘાત લાગ્યો. અરરર...કુદરત ! તે આ શું કર્યું? અમારું સુખ તને ન ગમ્યું ! અમને દુઃખના સાગરમાં નાંખી દીધા! માનવી ગમે તેવો હોંશિયાર હેય, બળવાન હોય કે બુદ્ધિશાળી હોય પણ કાળને પંજે પડે ત્યારે એક વાર તે માનવીના હાડ ભાંગી નાંખે. હવે મેટા બંગલામાં માત્ર બાપ દીકરે બે રહ્યા. ઘરમાં નોકરચાકરો હોય પણ ઘરના શણગાર સમાન સ્ત્રી ન હોય તે ઘર સૂનકાર લાગે. દીકરો પણ ખૂબ રડે છે અરરર....માતા ! તું મને મૂકીને કયાં ચાલી ગઈ! હવે મારું ને મારા પિતાનું શું થશે ? શેઠ હયું કઠણ કરીને દીકરાને સમજાવે છે બેટા ! તું રડ નહિ. મેં ગત જન્મમાં પંખીના માળા તેડયા હશે તો આ ભવમાં આપણો માળે વીંખાઈ ગયા. ઘરની ન્યાત બૂઝાઈ જતાં ઘર શમશાન જેવું લાગે છે. શેઠ દીકરાને વહાલથી, પ્રેમથી, બોલાવે, ચલાવે, જમાડે, ભણવે. સમય જતાં છેક બી. કેમ, પાસ થઈ ગયે ત્યારે તેની ઉંમર ૨૧ વર્ષની હતી. શેઠ કહે દીકરા ! હવે તું ઉંમરલાયક થયો છું. ઘરની પરિસ્થિતિ જોતાં હવે તારી સગાઈ કરી જલ્દી લગ્ન કરવાનો વિચાર છે. ઘરમાં વહુ આવે તે ઘર ઘેડું હર્યું ભર્યું લાગે. છોકરો કાંઈ બોલ્યો નહિ. શેઠે ઘણું સમજાવ્યો ત્યારે કહ્યું-પિતાજી ! આપ જેમ કહેશો તેમ કરીશ. શેઠ કહે બેટા ! એક વાત યાદ રાખજે કે દુનિયા જે જોઈ રહી છે તે તું ન જઈશ. આપણે કુળની આબરૂ-ઈજજત વધારે, કુટુંબને ઉજજવળ કરે તેવી સંરકારોથી શોભતી કન્યા જેજે. આપણા ઘરમાં કઈ વડીલ નથી. એટલે ઘરની બધી જવાબદારી એને સંભાળવાની રહેશે. માટે ગંભીર, ગુણીયલ. વ્યવહાર કુશળ છોકરી તું જેજે. આજે સમાજ શું જુવે છે? વડીલે રૂપ અને રૂપિયા જુવે છે અને છોકરો હાઈટ અને હાઈટ જુવે છે. આ શેઠ રૂપ અને રૂપિયા જુવે તેવા ન હતા. તેમને હાઈટ અને હાઈટ પણ નથી જોઈતા. તેમને જોઈએ છે ગુણીયલ ગંભીર ધર્મના સંસ્કારવાળી
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy