SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિમણિ ] ( ૬૩ નહિ, પણ ખબર નથી કે કર્મના વ્યાજ કેટલા ચઢે છે! નાનું પણ સત્કાર્ય વડના બીજની જેમ સમય પાકતાં અગણિત ફળને આપનારું બને છે. શાલિભદ્રના આત્માએ દાન કેટલું કયું? એનું ફળ કેટલા ગણા મળ્યું ને! અઢળક રિદ્ધિસિદ્ધિને સ્વામી બન્યો. જેની રિદ્ધિ જેવા ખુઢ શ્રેણિક રાજા તેના ઘેર આવ્યા. જેમ શુકલ પક્ષમાં દરિયાની ભરતી એક વાર આવ્યા પછી ભલે જતી રહે તે પણ ચંદ્રકળાની વૃદ્ધિ સાથે બીજે દિવસે પોતાની મેળે પહેલા કરતાં વધારે દૂર સુધી ફેલાય છે, તેમ ચિત્તમાં એક વાર શુભ ભાવની ભરતી આવ્યા પછી કદાચ તે ચાલી જાય તો પણ બીજી વાર પિતાની મેળે પહેલા કરતાં દઢ થઈને બહાર આવે છે. આ રીતે શરૂઆતમાં શુભ ભાવ ભલે અલ્પ હોય પણ રોજને જ તેની વૃદ્ધિ થતાં એક દિવસ તે આપણી કલ્પનામાં પણ ન આવે તેમ અણુમાંથી વિરાટ બની જાય છે. શુભ ભાવની જેમ અશુભ ભાવનું પણ સમજવું. જે અશુભ ભાવ પ્રત્યેનો આદર કેળવશો તો એ વડના બીજ જેટલા કર્મને વિરાટ વડલો થતાં વાર નહિ લાગે. માત્ર એક આના જેવી મામૂલી મૂડીને છ છ મહિને બમણી કરતાં પંદર વર્ષમાં તે ૬.૭૧૦૮૮૬૪ સુધી પહોંચે છે તેમ કર્મના વ્યાજ પણ એટલા વધે છે માટે કર્મ બાંધતા ખૂબ વિચાર કરજે. મોક્ષાથી એ જ કારણથી ચિત્તની શુદ્ધિ થાય તેવી શુભ ક્રિયાઓ કરવી. અહિંસા, સત્ય, દયા, દાન, પરોપકાર, બ્રહ્મચર્ય, તપ, જપ, ક્ષમા, સંતોષ આદિ ભાવે આપણા શુભ ભાવની વૃદ્ધિમાં ભરતી લાવે છે. હિંસા, અસત્ય, ચેરી, ઈદ્રિના વિષયા, કષાય આદિ ભાવે અશુભ ભાવમાં ભરતી લાવે છે. પ્રારંભમાં નાનું દેખાતું કાર્ય પરિણામે કેટલું વિશાળ બની જાય છે, માટે મને કર્મબંધન કેમ ઓછા થાય તે માટે સજાગ બને. સંસારમાં રહેવું પડે તો અનાસક્ત ભાવથી રહો. આત્મામાં એ જ ઝંખના હોય કે આ પાપના પિંજરમાંથી હું ક્યારે છૂટું? - આનંદ ગાથા૫તિ શરૂઆતમાં શ્રાવક નથી. તેને ત્યાં વૈભવ વિલાસની કમીના ન હતી. ધનધાન્ય આદિથી સમૃદ્ધ હેવાના કારણે તેને ગાથાપતિ કહ્યા છે. તે આનંદ ગાથાપતિ “જિમુ” કેઈથી પરાજય પામે એવા ન હતા. સત્યવાદી, પ્રમાણિક હતા. હજુ સમક્તિ પામ્યા નથી છતાં તેમને આત્મા કેટલે ઉજજવળ છે! આજે તે બાળકોને જીવનના ઘડતરથી ખોટા સંસ્કાર અપાય છે. પરિણામે બાળકે હિંસા, અસત્ય શીખે છે. એક વાર કેઈ શેઠને ત્યાં મહેમાન આવ્યા. મહેમાન સેફા પર બેઠા છે. ત્યાં સ્કૂલેથી વિદ્યાર્થી ખભે પાકીટ લટકાવીને આવ્યો, તેનું ચાલવું, બોલવાની છટા જોઈને મહેમાન સમજી ગયા કે આ છોકરો ખૂબ ચાલાક અને હોંશિયાર લાગે છે. મહેમાને તેને પૂછ્યું છોકરા ! તારી ઉંમર કેટલી છે? છોકરો કહે બાપુજી! તમે મારી કઈ ઉંમર પૂછે છે? મહેમાન વિચારમાં પડી ગયા. ઉંમર તો એક જ હોય છતાં આ છોકરો એમ કેમ કહે કે તમે મારી કઈ ઉંમર પૂછો છે! છોકરે કહે મારી ઉંમર ત્રણ પ્રકારની છે. તમે કયા પ્રકારની ઉંમર વિષે પૂછો છો? સાંભળો, મારા પિતાએ જ્યારે મને સ્કૂલમાં ભણવા બેસાડયો
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy