________________
૬૨]
[ શારદા શિમણિ હોય તે બેલ. શેઠ સાંભળે, થાપણ એક આ મુદત ૧૫ વર્ષ. શરત એ છે કે દર છે મહિને બમણી કરવાના. સાંભળો એ હિસાબકિતાબ આ પ્રમાણે છે:
એક આનાનો જાદુ : આ આનાના પહેલા છ મહિનામાં બમણાં થતા ૨ આના થયા. બીજા છ મહિનામાં બમણું થતા ૪ આના, ત્રીજા છ મહિનામાં બમણાં થતાં ૮ આના. ચોથા છ મહિનામાં બમણું થતા ૧ રૂપિયા, પાંચમા છ મહિનામાં બમણ થતા ૨ રૂ. છઠ્ઠા છ મહિનામાં બમણું થતાં ૪ રૂપિયા, સાતમા છ મહિનામાં બમણ થતાં ૮ રૂ. આઠમા છ મહિનામાં બમણું થતા ૧૬ રૂ. નવમા છ મહિનામાં બમણ થતાં ૩૨ ૩. દશમા છ મહિનામાં બમણું થતા ૬૪ રૂ. અગિયારમા છ મહિનામાં બમણાં થતા ૧૨૮ રૂ. બારમા છ મહિનામાં બમણાં થતાં ૨૫૬ રૂ. તેરમા છ મહિનામાં બમણાં થતાં ૫૧૨ રૂ. ચૌદમા છ મહિનામાં બમણ થતા ૧૦૨૪ રૂ. પંદરમા છ મહિનામાં બમણું થતાં ૨૦૪૮ રૂ. સોળમા છ મહિનામાં બમણું થતાં ૪૦૯ રૂ. સત્તરમા છ મહિનામાં બમણું થતાં ૮૧૯૨ રૂ. અઢારમા છ મહિનામાં બમણું થતાં ૧૬૩૮૪ રૂ. ઓગણીશમાં છ મહિનામાં બમણું થતાં ૩ર૭૬૮ રૂ. વીસમા છ મહિનામાં બમણું થતાં ૬૫૫૩૬ રૂ. એકવીશમાં છ મહિનામાં બમણું થતાં ૧૩૧૦૭૨ રૂ, બાવીસમા છ મહિનામા બમણાં થતાં ૨૬૨૧૪૪ રૂ. ત્રેવીસમાં છ મહિનામાં બમણું થતાં પ૨૪૨૮૮ રૂ., વીસમાં છ મહિનામાં બમણું થતાં ૧૦૪૮૫૭૬ રૂ. પચીસમા છ મહિનામાં બમણું થતાં ર૦૯૭૫૧૨ રૂ. છવીસમાં છ મહિનામાં બમણું થતાં ૪૧૯૪૩૦૪ રૂ. સત્તાવીશમાં છ મહિનામાં બમણું થતાં ૮૩૩૮૬૦૮ રૂ. અઠ્ઠાવીસમા છ મહિનામાં બમણું થતાં ૧૬૭૭૭૨૧૬ રૂ. ઓગણત્રીસમાં છ મહિનામાં બમણું થતાં ૩૩૫૫૪૪૩૨ રૂ. ત્રીસમા છ મહિનામાં બમણું થતાં ૬,૭૧૦૮૮૬૪ રૂ. - આમ રતનચંદ શેઠને તેમના મિત્ર માણેકચંદની એક આનાની થાપણુમાંથી પંદર વર્ષના હિસાબે ઉભી થયેલી એકંદર રકમ છ કરેડ, એકોતેર લાખ, આઠ હજાર આઠ ચોસઠ રૂપિયા થયા. મુનિએ બરાબર બારીકાઈથી હિસાબ ગણીને આંકડો મૂક્યો હતો. તમે પણ ઘેર જઈને ગણજે. કરોડને આંક સાંભળી રતનચંદ શેઠ ચમક્યા. તેમની આંખે અંધારા આવવા લાગ્યા, જરા ઠીક થતાં મનમાં બોલવા લાગ્યા આ તે હિસાબ કે જાદુ! શરૂઆતમાં મેં તેમનો એક આનો વ્યાજે લીધે, ત્યારે મને કાંઈ ખ્યાલ ન રહ્યું કે એક આના જેવી નાની રકમને દર છ મહિને બમણું થતાં આટલી મોટી રકમ થઈ જશે! તે જીભાનથી બોલ્યા હતા એટલે ગમે તે રીતે આપ્યા.
આ દષ્ટાંતથી આપણે તે અહીં એ સમજવું છે કે મૂડી માત્ર એક આને હતા. પણ વ્યાજ વધતાં કરડે ગણી કિંમત વધી, તેમ કર્મ કરીએ ત્યારે વડના બીજ જેટલું હોય છે, પણ તેનું વ્યાજ ધડધડ કરતું વધતું જાય છે. અમે કહીએ દેવાનુપ્રિયે ! શરીરમાં હજુ રેગ નથી આવ્ય, ઈન્દ્રિયે હાની થઈ નથી ત્યાં સુધી કાંઈક કરી લે. ઓછામાં ઓછી એક સામાયિક તે કરે, પાપથી પીછેહઠ કરે, ભવભીરૂ બને, ત્યારે કહે કે મહાસતીજી! અમારી ઘણી જિંદગી બાકી છે. તમારે અમારી ચિંતા કરવી