SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિરેમણિ ] ૫૯ એક નગરમાં રતનચંદ અને માણેકચંદ નામે બે મિત્રો હતા. બંને વચ્ચે ગાઢ દોસ્તી. સાથે ભણે, સાથે રમે અને સાથે ફરે ભણી રહ્યા બાદ બંનેએ વિચાર કર્યો કે આપણે મા બાપને ભારરૂપ ન થવું પડે માટે કંઈક બંધ કરીએ. ધંધે મૂડી હોય તો થાય. એટલી બધી મૂડી તો હતી નહિ. રતનચંદે એક નાની હાટડી માંડીને ધંધો શરૂ કર્યો, અને માણેકચંદે કેઈને ત્યાં નામું લખવાની કરી લીધી. હવે બંને પિતાના કામમાં પડી ગયા એટલે બહુ મળતા નહિ. મળે તે માત્ર ખુશી ખબરના સમાચાર પૂછીને છૂટા પડી જાય. બંને પિતાના કામમાં પુરૂષાર્થ ઘણો કરે છે, પણ ભાગ્ય નબળું છે એટલે પરાણે પટ પૂરતું મળે. છેવટે બંને મિત્રોએ ભેગા મળીને નિર્ણય કર્યો કે આપણે આ ગામ છોડી બીજે ગામ જઈએ. એમ વિચાર કરી બંને મિત્રો એક મોટા શહેરમાં ગયા. આપણે આત્મા પણ મનુષ્ય ભવરૂપી મેટા શહેરમાં કમાણી કરવા માટે આવ્યો છે. એકેન્દ્રિય, વિગલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયપણામાં જીવને કમાણી થતી ન હતી. હવે કમાણી થાય એવા સંજ્ઞી પંચેન્દ્રિય શહેરમાં આવ્યું છે. બંને મિત્રો શહેરમાં નોકરી માટે ફરે છે. ફરતાં ફરતાં રતનચંદને તેના પુણ્યદયે એક સારા શેઠ મળી ગયા. તે કહે છે ભાઈ ! નોકરીમાં તારું શું પૂરું થાય? હું તને શેડો માલ આપું. તું એક નાની હાટડી લઈને બંધ કર. કાલ સવારે તારા ચઢતા દિન થઈ જાશે. શેઠે નાની હાટડી પણ આપી. બેસવા બાકડે આયે. માણેકચંદને કઈ માલ ધીરનાર ન મળ્યું. એ નોકરી કરવા લાગ્યું. નેકરીમાં માંડ તેનું પૂરું થાય એટલે પગાર મળે છે. દેશમાં તે મોકલી ન શકે. પુણ્ય પાપના ખેલ છે. બંને મિત્રો સાથે આવ્યા છે. છતાં એકને હાથ ઝાલનાર મળી ગયા, ને બીજાને કેઈ ન મળ્યું. રતનચંદનું તો ભાગ્ય ખીલ્યું. તેને આવક વધવા લાગી. બે ત્રણ વર્ષો વીત્યા ત્યારે રતનચંદભાઈ છેડા સુખી થયા. હવે તેમના માન વધ્યા. હવે તેમની કિંમત રત્નની જેમ અંકાવા લાગી. એક દિવસ માણેકચંદ રતનચંદની દુકાને આવ્યો. બંનેએ એકબીજાને ખબર પૂછી, પછી માણેકચંદ કહે છે કેમ મિત્ર! ધંધો બરાબર ચાલે છે ને! રતનચંદે હસતું મોઢું રાખીને કહ્યું, ભાઈ માણેકચંદ! ભગવાનની કૃપાથી ધર્મના પ્રતાપે ધંધામાં સારી કમાણી થવા લાગી છે નફાનું પલ્લું કેટલું નમતું છે તે જોવા માટે દર મહિને નફા-નુકસાનને હિસાબ ગણું છું. તે દર વખતે મૂડી વધતી જાય છે. આથી વધુ શું જોઈએ? હું સંતોષથી જીવન વીતાવું છું, પણ તારી શી સ્થિતિ છે ! ભાઈ! વેપાર એ વેપાર. વે+ પાર એટલે જેને પાર નહિ અને નેકરી એટલે કરી. તેમાં સરવાળે કાંઈ સાર નહિ. મને આજીવિકા પૂરતી રોટલી મળે છે. બચત છે નહિ. દેશમાં શું મેકવું? તું તે એક જગાએ સ્થિર થઈ બેસી ગયો પણ મેં તો ચાર જગાએ નોકરી બદલી, પણ ક્યાંય ફાવ્યું નહિ. હવે તો બીજા દેશ જવાનો નિર્ણય કર્યો છે ! ફરે તે ચરે ! હવે મારે પરદેશ ખેડે છે પણ મિત્ર તને એક વાત પૂછું ? મેં તારી દુકાને થાપણુ મૂકી હોત તો તારા ભેગી મારી પણ ડબલ થવા લાગત. મિત્ર ! હું
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy