SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ] [ શારદા શિરોમણિ પણ નામ તેવા ગુણા બહુ અલ્પ જીવામાં હોય છે. નામ મઝાનું શાન્તાબેન હોય, પણ જો જીવનમાં શાંતિ ન હોય, ક્રોધની આગ ભભૂકતી હોય તેા તે નામ શા કામનું ? અહી જિતશત્રુ રાજામાં નામ તેવા ગુણા છે. જેમણે દ્રવ્યથી બહારના શત્રુઓ પર વિજય મેળવ્યેા છે, અને ભાવથી પાંચ ઇન્દ્રિયા અને મન પર વિજય મેળવવા માટે પ્રયત્નશીલ છે. રાજા પ્રજાપાલક હતા. પ્રજા મારી અને હું પ્રજાના છું' એમ માનતા હતા. પ્રજા સુખી અને સતાષી હતી. તે નગરીમાં કળા કૌશલ્યતાના પાર નહોતા. રાજા અને પ્રજા વચ્ચે સુમેળ સારા હતા. પ્રજાને રાજા તરફથી કોઈ જાતના ભય કે ત્રાસ નહોતા. પ્રજા નિર્ભય રીતે આનંદથી જીવન વીતાવે છે. આ રાજા ગરીબના બેલી છે ગરીબ અને શ્રીમ'ત બંનેને સરખા ન્યાય આપે છે, તેથી પ્રજાના હૃદય સિંહાસન પર રાજાએ સારુ સ્થાન મેળવ્યું હતુ. આ રાજા જૈનધર્મી હતા. સંતાના પ્રેમી હતા, તેમનામાં સ્વ પરના વિવેક હતા. ત સત્યવાદી અને ન્યાયપ્રિય હતા. વાણિજ્ય નગરમાં જિતશત્રુ રાજાના રાજ્યમાં આનંદ નામે ગાથાપતિ નિવાસ કરતા હતા. આ આનંદને ગાથાપિત શા માટે કહ્યા ? એક દીપક પ્રગટાવવા હોય તો કેડિયું જોઈએ. તેલ, વાટ બધુ' હોય તા દીપક પ્રગટે. આનદ ગાથાપતિમાં ધનખળ હતુ`. બુદ્ધિઅળ હતું ને સાથે આત્મિક બળ પણ હતું. શરીર પણ નિરોગી હતું. ધન, ધાન્ય સમૃદ્ધિથી યુક્ત હોવાના કારણે લેકે જેની પ્રશંસા કરે છે તેને ગાથાપતિ કહે છે. અથવા ધન, ધાન્ય તથા પશુ સંપત્તિથી આ ઘર સર્વ પ્રકારની સમૃદ્ધિથી ભરપુર છે. ’ એવી રીતે પ્રશંસા થવાના કારણે જે પ્રતિષ્ઠાયુક્ત હોય તે ગાથા અને તેના જે પતિ તેને ગાથાપતિ કહેવાય છે આનંદ પાસે ક્ષેત્ર, ઘર, સેાનુ', પશુ, દાસ, નોકરો આદિ હતું, તેથી તેમને ગાથાપતિ કહ્યા છે. આનંદ શ્રાવકના ગુણ કેમ ગવાયા? જૈનદર્શનમાં કોઈ વ્યક્તિની પૂજા નથી પણ ગુણની પૂજા થાય છે. જે અધી`, અનીતિવાન અને કષાયથી યુક્ત હોય છે તેના ગુણ નથી ગવાતા. જૈનદર્શીન તા કહે છે કે આત્મા સારું કાર્ય કરે કે ખાટું કાર્ય કરે પણ તે શુભાશુભ કર્મીનું વ્યાજ ચઢતુ જાય છે. તે પ્રારભમાં ભલે સાવ અલ્પ હોય પણ તેને અલ્પમાંથી અર્થાત્ અણુમાંથી વિરાટ થતાં વાર લાગતી નથી. જીવ સંસારમાં રચ્યા, પચ્યા રહે. વિપયભેગમાં ડૂબેલા રહે અને ૧૮ પાપનુ સેવન કરે ત્યારે તેને ખ્યાલ નથી હોતા કે આ કર્મીના ફળ કેવા ભોગવવા પડશે. ૧૮ પાપમાં પહેલા સત્તર પાપસ્થાના પ્રવૃત્તિરૂપ છે અને ૧૮મુ પાપ મિચ્છા સણુસલ તે વિપરીત માન્યતારૂપ છે એટલે ૧૭ પાપને યથાર્થ રીતે નહિ સમજવા દેવાવાળું ૧૮મું પાપ છે. અઢાર પાપ ભય'કર છે. આ જીવને હેરાનપરેશાન કરે છે ને દુઃખી કરે છે. પિરણામે કર્માંના બધ ખાંધે છે. ક્રમ બાંધે ત્યારે વડના બીજ જેટલુ હોય છે. સમય જતાં તે મેાટા વિશાળ વડલા જેટલું થઈ જાય છે. એક ન્યાયથી સમજાવુ.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy