SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭ શારદા શિરોમણિ ] મારા દિલમાં ભયંકર આઘાત છે. મારું દિલ તૂટી જાય છે. શેને આઘાત છે? હું આજે તારી ઝૂંપડીએ આવ્યો છું. તારા દિલની વરાળ કાઢી નાંખ ને હૈયાને શાંત બનાવ. અંજના કહે છે હું મારા પુત્રનું મુખ જોવા માંગતી નથી. રામને આ શબ્દ ઝાટકા જેવા લાગ્યા. જેણે સીતાને લાવવા માટે આકાશપાતાળ એક કર્યા છે. જેના સહારે રાવણ પર વિજય મેળવ્યો છે. એવા હનુમાન માટે અંજનાના મુખે આ શબ્દો! રામને ખૂબ લાગી આવ્યું. માતા ! તું તેના માટે આ શબ્દો બોલે છે? હનુમાન માટે. ભગવાન ! એક રાવણ સાથે યુદ્ધ કરવું, રાવણના પંજામાંથી એક સીતાને છોડાવીને તેને અહીં લાવવી એટલી તાકાત, બળ, શક્તિ શું હનુમાનમાં નહતી કે ભગવાન તમારે ત્યાં સુધી પહોંચવું પડ્યું ! યુદ્ધ કરવું પડયું ! સાથે લફમણુને જવું પડ્યું ! મારા હૈયામાં આ બળતરા છે. આ દુઃખ છે. મેં ક્યાં આવા પુત્રને જન્મ આપ્યો ! આ દીકરાને મેં ઐસા દૂધ પીલાયા કે તે એક જ સીતાને લઈ આવવામાં બસ હતે. ઐસા દૂધ પીલાયા, આ શબ્દ બોલી ત્યાં દૂધની ધારા છૂટી ને સામા પડેલા પથ્થર પર છંટાતા પથ્થરના ચૂરેચૂરા થઈ ગયા. રામે પ્રત્યક્ષ જોયું કે પથ્થરના ટુકડા થઈ ગયા. મેંને એસા દૂધ પીલાયા છતાં મારા દીકરે નમાલ નીકળ્યો કે તે એકલે રાવણની સામે ઝઝૂમ્યો નહિ ! રામ સમજી ગયા કે અંજનાને દુઃખ કેવું છે ! એકલે હનુમાન રાવણ સામે જીત મેળવીને કેમ ન આવ્યો ! મારા ભગવાનને ત્યાં સુધી જવું પડ્યું! એ જ એને મનમાં દુઃખ છે. ૧૨ વર્ષ અખંડ બ્રહ્મચર્ય પાળ્યા પછી આ પુત્રને જન્મ આપ્યો છે. એ પુત્ર એ હોય કે રાવણને એકલા હાથે હરાવી ન શકે અને રામચંદ્રજીને જવું પડે ! રામ તો આ સાંભળીને છઠ્ઠ થઈ ગયા. પિતાના સંતાન માટે કેટલું ગૌરવ છે, અને મારે જવું પડયું તેને તેના દિલમાં આઘાત છે, પછી રામ બોલ્યા કે માતા ! હનુમાન એકલે સીતાને લઈ આવત પણ હનુમાનના ભાવ એ કે મારા રામની ઓળખાણ કરાવું, પછી અંજનાજીએ રામ, લક્ષ્મણ, સીતાની આગતાસ્વાગતા કરી. તમે કહે કે મારે ત્રણ દીકરા છે, ચાર દીકરા છે. પણ એમાંથી એક તો હનુમાન બતાવે. ક્યાં છે શક્તિ ! ક્યાં છે અંજના જેવું ઝનૂન! અરે, જૈનશાસન માટે શીર દેવા પડે તે દઈ દે એ એક સુપુત્ર પાકે તો સમજજે કે હું ભાગ્યવાન છું. આજે બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજીને ૧૫ મો ઉપવાસ છે. વધુ ભાવ અવસરે. અષાઢ વદ ચેાથ ને શનિવાર : વ્યાખ્યાન નં. પ : તા. ૬-૭-૮૫ ક્ષમાના સાગર, જ્ઞાન દિવાકર, કરૂણાના ભંડાર, એવા વીર ભગવંતે આપણા કલ્યાણ માટે આગમરૂપી વાણી પ્રકાશી. આચારંગ, સૂયગડાયંગ આદિ દ્વાદશાંગ રૂપી આગમ એ લોકોત્તર આમ છે. જોકેત્તર આગમના પ્રણેતા સર્વજ્ઞ, સર્વદશી તીર્થકર અર્થરૂપી આગમનું પ્રવચન કરે છે, અને ચૌદ પૂર્વ ધારી ગણધર ભગવંતે તે વાણીને સૂત્રરૂપમાં ગૂથણી કરે છે એટલે અર્થરૂપ આગમના પ્રણેતા શ્રી તીર્થકર ભગવાન અને સૂત્રરૂપ આગમના પ્રણેતા ગણધરદેવ છે. આગમ એટલે આત્માનું દર્શન.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy