SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] [ શારદા શિરોમણિ પિતા ( ૧૦ ) શાલેાયિકા પિતા. આ દસમાંથી આપણે એકની વાત લેવાની છે. પહેલા અધ્યયન' નામ છે આન શ્રાવક. જેમને દ્રવ્ય . આનદ અને ભાવ આનંદ અને હતા. દ્રવ્યથી આનંદ તેમણે સ'સારના સુખા મેળવ્યા અને ભાવમન આત્માથી મેળવ્યેા. એ જીવા કેવું જીવન જીવી ગયા એ વાત લેવાની છે. તેમના જીવન સાથે આપણા જીવનને ઘટાવવું છે. તેમની સાથે આપણા આત્માની વાત કરવાની છે. તે શ્રાવકામાં જૈન ધર્માંની અને વીતરાગ માની ખુમારી કેટલી ફૂલપાવર હતી તેવી આપણામાં લાવવાની છે. જ્યારે રામચ`દ્રજી, લક્ષમણ અને હનુમાનજી રાવણને હરાવીને સીતાજીને લઈને પાછા વળે છે ત્યારે રસ્તામાં હનુમાનજી રામને કહે છે ભગવાન! મારી માતા અજની અહી ગૂંપડીમાં બેઠી છે. આપ કૃપા કરીને આ ઝૂંપડીએ પધારો ને અજના એવી માતાને દર્શન દેતા જાવ. હનુમાનને માતા પ્રત્યે પ્રેમ છે, એટલે આવિનંતી કરી. રામના મનમાં થયું કે હનુમાને સીતાજીને લાવવા માટે મને કેટલે બધે સાથ સહકાર આપ્યા છે! મારે તેની વિનતી સ્વીકારવી જોઈએ, ને તેની માતાને દર્શીન આપવા જોઈએ. રામે હા પાડી એટલે હનુમાન ઉતરીને માતાને ખબર આપવા ગયા. માતા ! ભગવાન રામ આપણી તૂ'પડીએ પધારે છે. અંજના ધ્યાનમાં છે. હનુમાને ફરી વાર કહ્યુ,હું મારી મૈયા! ભગવાન રામચંદ્રજી આપણી ગ્રૂ'પડીએ પધારે છે. આજ આપણી ઝૂ‘પડી પાવન થશે. પ્રભુ તને દન દેવા માટે આવે છે. માતા ! તું ઊંચું તે . છતાં માતાએ સામુ' ન જોયું. હનુમાન માતાને લળીલળીને પગે લાગે છે હે માતા ! તું મારી વાત તા સાંભળ. મારા સામુ`તા જે. આપણી ઝૂંપડીએ ખુદ રામચ`દ્રજી પેાતે આવે છે. હનુમાનજી આટલું બધુ મેલ્યા ત્યારે અંજનાએ ધ્યાન પાળ્યું, છતાં પણ દીકરાના સામુ' ન જોયું. નીચુ' જોઈને બેસી રહી. ન પુત્રને આવકાર આપ્યા કે ન તેા તેની વાતના સ્વીકાર કર્યાં. આથી હનુમાનના દ્વિલમાં ખૂબ આઘાત લાગ્યું. મને આવકારની જરૂર નથી, પણ મારા ભગવાન રામ અહી પધારે છે છતાં મારી માતા આવું કેમ કરે છે? તે કોઈ ઊંડા વિચારમા હશે એમ માનીને ત્યાંથી ઊઠીને રામ પાસે આવ્યા ને કહ્યુ પધારો ભગવાન મારી ઝૂ'પડીએ ! રામચ`દ્રજી આવ્યા એટલે અંતરના ઉમળકાથી સ્વાગત કર્યું. રામચ`દ્રજી ઝૂંપડીમાં આવ્યા છતાં અજનાજીએ આદર ન દીધા. સત્કાર ન કર્યાં. આ શ્વેતા હનુમાનના દિલમાં ખૂબ દુઃખ થયું. તે રડી પડડ્યા. મારી માતા તેા ગુણીયલ છે. ભગવાનનું નામ સાંભળીને ગાંડી બની જાય. તે માજે આમ કેમ કરે છે ? હનુમાન કહે છે હું મારી માતા! આજે આપણે ઘેર રામચ`દ્રજી, લક્ષ્મણજી અને સીતાજી આવ્યા છે. છતાં તુ` કેમ કાંઈ ખેલતી નથી ? છેવટે રામ કહે છે અજનાજી! શુ છે ? તારા પુત્ર હનુમાનના આગ્રહને વશ થઈને તને દન દેવા આવ્યેા છું. તું ઊંચું તે જો, ત્યારે અંજનાએ ઊંચું જોયું. તેની આંખમાંથી દડદડ આંસુની ધારા વહી. રામચંદ્રજી કહે કેમ ? શું છે? આટલું બધું રડો છે શા માટે ? તારી આંખમાં આંસુ કેમ છે ? ભગવાન !
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy