________________
૮૭૮
શારત રત્ન
ગઈ હતી, છતાં શું થાય છે એ જોવા માટે હું શાંત બેસી રહી હતી. મેં સમતા રાખી છે. તમે બધા એમ માનતા હશો કે સમય જશે એમ શુભા સંપત્તિના મેહમાં એના પતિને ભૂલી જશે ને અમારા કિશોરને પ્રેમથી સ્વીકારશે, પણ એ વાત ત્રણ કાળમાં બનવાની નથી. આપ મારી એ આશા રાખતા હો તો ભૂલી જજે. હવે ક્યારે પણ મારું નામ દેવા કે આવી વાત કરવા આવશે નહિ. શેઠને પણ કહેજે કે આટલેથી અટકી જાય. નહિ તે તેનું પરિણામ સારું નહિ આવે. શુભમતિએ આવા જડબાતોડ જવાબ દઈ દીધા. રમા! શું કહે છે ! શુભમતિ તે ગંભીર, ઓછું બોલનારી, સુશીલ, કુલીન બાળા છે, છતાં આટલું બધું બેલી? જે પોતાના પતિને સ્વીકાર કરવાની ના પાડે છે અને ગુણચંદ્ર જેને કઈ પિછાણતું-ઓળખતું નથી કે જેને કઈ દિવસ જે નથી તેને પતિ માને છે ! આ કેમ બની શકે ? એક તે મારા પુત્રનું જીવન બગાડયું ને ઉપરથી અમારા પર કલંક ચઢાવે છે !
શેઠજી ! એ તે એમ કહેતા હતા કે લગ્નની પ્રથમ રાત્રીએ શેઠે મારા માથે કલંક મૂકયું કે હું વિષકન્યા છું. મેલી વિદ્યાવાળી છું. મંત્રતંત્રની જાણકાર છું, એટલે તેના સ્પર્શથી મારો પુત્ર કઢી બની ગયો, પણ તે વાત હડહડતી જુઠી છે. હું સાચું કહું તે કોણ માને ? મારી વાત કેણ સાંભળે ? મારા લગ્ન થયા ત્યારથી હું અખંડ બ્રહ્મચારી છું. મેં તમારા કિશોરભાઈને સ્પર્શ પણ કર્યો નથી. મારી સત્ય વાત કોણ સાંભળે ? એક તે નવા જીવનની શરૂઆત એટલે બધું નવું નવું, તેથી મારે બીતા બીતા રહેવું પડે. કયાંય ભૂલ થાય તે માતાપિતાએ આપેલા સંસ્કારમાં ડાઘ લાગે અને લજજા તે હોય જ. અહીં મારા કેણ સ્વજને કે મારી સાચી વાત સાંભળે. હું નિઃસહાય હતી. એકલી હતી. મારે મારું શીલ તે સાચવવાનું હતું એટલે સમયને આધીન બનવામાં મેં શ્રેય માન્યું.
દુનિયા ભલે દોષિત ઠહરાવે, છૂપાયા કભી ભી પાપ ન છીપે, સમય પર સત્ય પ્રગટ હેગા, જય જયકાર જગતમેં થાયે,
ભલે આજે દુનિયા મને દોષિત માને, કલંકિત માને, પણ આત્માના ગુણ દોષ તે આત્મા પોતે જાણે છે. શેઠ ભલે અત્યારે પ્રપચો રચે, માયા રચે ને ખોટા કલંક ચઢાવે પણ તેમનું પાપ કદી છાનું રહેવાનું નથી. આખરે તે સત્યને વિજય થવાને છે. શેઠ ભલે અત્યારે ગમે તેમ બેલે પણ એક દિવસ પસ્તાવું પડશે. શેઠજી ! હું કઈ રીતે એમને સમજાવી શકું? આજ સુધી એણે મારી બધી વાત સાંભળી હતી પણ આજે તે મારી ધારણ ધૂળમાં મળી ગઈ. શેઠાણીની વાત પરથી તે મને એમ લાગે છે કે એમાં કોઈ ગુપ્ત ભેદ હશે. શેઠજી! આ બધી વાત સત્ય છે? મને સમજણ પડતી નથી.
“હૃદયમાં લાગેલે આઘાત ”:-આ બધી વાત સાંભળતા શેઠના મનમાં ધ્રાસ્કો પડશે. હદયમાં તે કાર ઘા વાગ્યો. શું આ બધી વાત જાણતી હશે? એને વાતની જાણ થઈ ગઈ લાગે છે. ગુણચંદ્ર પરણવા ગયો ત્યાં કદાચ વાત કરી હશે ! મનમાં તે