SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૮૬૫ ખરા? ના... ના. અરે, એનાથી શેર અનાજ પણ નહિ મળે, પાશેર શાક કે પાશેર દૂધ પણ નહિ મળે તેમ વિરતિ ધર્મવાળે કહે છે કે, એક સમયની વિરતિ પણ વેચાતી ન અપાય, કારણ કે એકેક સમયની વિરતિની કિંમત અમૂલ્ય છે. એક સમય પણ અવિરતિમાં ન ગુમાવાય, માટે ભગવાને કહ્યું છે કે સમય માત્રને પ્રમાદ કરશો નહિ. અમૂલ્ય વસ્તુ મૂલ્યમાં વેચવી એ નાદાની છે. મહારાજા શ્રેણિકે સમસ્ત સંપત્તિ પુણિયા શ્રાવકના ચરણમાં મૂકી આખું રાજ્ય આપવાનું કહ્યું છતાં પુણિયાએ સામાયિક વેચાતી ન આપી, કારણ કે સામાયિકના મૂલ્ય અમૂલ્ય છે. ઓરડામાં બેવાયેલે હીરો બહાર દીવો લઈને શોધવા જાય મળે નહિ, તેમ સમતા આત્મામાં છે, સમતા એ સામાયિકનો ગુણ છે. એ બહાર વેચાતે મળતું નથી. જેમ સમસ્ત સંપત્તિ આપે તે પણ મા-બાપ વેચાતા મળતા નથી તેમ સમસ્ત સંપત્તિ આપે તે પણ સામાયિક વેચાતી મળતી નથી. સામાયિક વેચવી એ આત્માનું ઘર અપમાન છે. સામાયિક ભગવાનની આજ્ઞા સ્વરૂપ હોવાથી એ વેચવામાં પ્રભુનું પણ અપમાન છે. જેમ દેશને રાષ્ટ્રધ્વજ કેઈ ફાડી નાખે તે સમસ્ત જગતમાં હાહાકાર મચી જાય છે, ત્યાં રાષ્ટ્રધ્વજની કિંમત બજારના રૂપિયા આના પાઈમાં મપાતી નથી. રાષ્ટ્રધ્વજનું અપમાન થયું તે બે રૂપિયાને રાષ્ટ્ર દવજ નવો લઈ આવજો તેમ કહેવાતું નથી, એવી રીતે સામાયિક વેચી વેચાતી નથી. વિરતિધર મનુષ્યને પાપ પ્રત્યે તિરસ્કાર હોય છે, એના હાથમાં આવેલી પુણ્યની સામગ્રી અહિતકર નથી બનતી. આણુવિસ્ફટ કરતાં જૈન શાસને બતાવેલી વિરતિની તાકાત પ્રચંડ છે. વિજ્ઞાનના અણુફેટમાં અનેક જીવોને કચરઘાણ છે. જ્યારે જૈનશાસનના વિસ્ફોટમાં અનેક જીવને શાંતિ મળે છે. અવિરતિની આંધી અને અંધાધૂંધીથી અટવાયેલા આ વિશ્વમાં વિરતિધર જેવો ધન્યતાને પાત્ર છે. સર્વવિરતિપણને અંગીકાર કરેલા નમિરાજર્ષિ ઈન્દ્રની સામે વિરાગ્યભર્યા કેવા સચોટ જવાબ આપે છે. તેમણે કહ્યું કે હે રાજર્ષિ ! તમે મને ભંડાર ભરપૂર ભરવાના કહે છે પણ માનવીની ઈચ્છા અનંતી છે. માનવી ગમે તેટલું ભેગું કરે તે પણ તેની તૃષ્ણ તે વધતી રહે છે. ઈતિહાસકારો લખે છે કે શાહજહાંની પાસે ૭૦૦ મણ સોનું, ૧૪૦૦ મણ ચાંદી, ૮૦ રતલ હીરા, ૧૦૦ રતલ માણેક અને ૬૦૦ રતલ મેતી હતા. એક કોડ રૂપિયાના કપડા અને ૨૫ લાખથી વધારે માટીના વાસણ હતા. તેની પાસે ૭ ફૂટ લાંબું અને ૫ ફૂટ પહોળું તેને સ્નાન કરવા માટે રત્નજડિત ટબ હતું. જેની કિંમત આજે ૧૦ અબજ રૂપિયા થાય. હૈદ્રાબાદના રાજાની સંપત્તિ એક અબજ ડોલર હતી. આગાખાં એક અબજ ૧૭ ક્રોડના સ્વામી હતા. હેનરી ફર્ડ ૪૮ કોડ પડના માલિક છે. આ બધાએ આટલી આટલી સંપત્તિ મેળવી છતાં શું તેમની તૃષ્ણાને અંત આવ્યો? અરે. તૃષ્ણાનો અંત તે ન આવ્યું પણ જીવનને અંત આવી ગયે ને એક દિવસ બધું છોડીને જવું પડ્યું. નમિરાજ તૃષ્ણાની બાબતમાં સમજાવતા કહે છે કે पुढवी साली जवा चेव, हिरण्ण पसुभिस्सह । पडिपुण्ण नालमेगस्स, इ. विज्जा तवं चरे ॥४९॥ ૫૫
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy