SearchBrowseAboutContactDonate
Page Preview
Page 959
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૪ શારદા રત્ન માતાપિતાનો તથા ભાઈના પત્તા કેવી રીતે મળશે ? તેના વિચારમાં રાજાના પગ ધ્રુજવા લાગ્યા. મુખ પર ઉદાસીનતા આવી ગઇ પણ તેમણે કાઇને વાત જણાવી નથી તેથી પરાણે મુખડું હસતું કર્યું, ત્યાં માતા પિતા ભાઈને શેાધવા ગયેલા સુભટા પાછા આવ્યા. બધે શેાધ કરાવી પણ ન માતા પિતા મળ્યા કે ન ભાઈ મળ્યા. તેના મનની આશા ભાંગીને ભૂક્કો થઇ ગઈ. મહારાજા ગુણુદત્તે નાટચકારા સર્વનો યાગ્ય સત્કાર કરી, અનેક જાતના ઈનામ આપી ઉત્સાહિત બનાવ્યા, તેમજ પ્રજાજનાએ પણ સારી ભેટ આપી. દરેક કલાકારાનાં મનમાં ગુણદત્ત રાજા વસી ગયા. તેએ જ્યાં જ્યાં જાય ત્યાં ગુણદત્ત રાજાની ભૂભૂિરિ પ્રશંસા કરવા લાગ્યા. માને રમત રમવાના આદેશ આપતા શેઠ :–આ બાજુ શુભમતિને માથે તા કલંક ચઢવુ` છે તેથી તે દુઃખી બની ગઈ છે. કેાઈ તેને આશ્વાસન દેનાર નથી. દિવસ તા ઘરના કામકાજમાં પસાર થઈ જાય, પણ રાત્રે એકલી પડે ત્યારે ખૂબ રડે છે. અરરર.... મે કેવાં પાપકર્મો કર્યો હશે કે મારા માથે ખાટા આળ ચઢયા. આ રીતે પેાતાના કર્મોને દોષ દેતી મનને મનાવે છે. હવે લક્ષ્મીદત્ત શેઠે ઘરની મુખ્ય દાસી રમાને મેલાવીને કહ્યું-૨મા ! તું શુભમતિની પાસે જઈને તેને સમજાવ. જે થવાનું હતું તે થઈ ગયું. હવે તું સમજી જા. બગડેલી ખાજી સુધારવી એ તેા તારા હાથની વાત છે. જે તુ આટલું કામ કરીશ તા હું તને સારું ઈનામ આપીશ. તું ગમે તે રીતે સમજાવ, પણ કિશારને ખેલાવે ને એની સાથે પ્રેમ કરે એમ તુ કર. આ તા દાસી હતી. એ બધા તે પૈસાના લાલચુ હાય તેથી પૈસાની લાલચથી તેણે આ કામ માથે લીધું. તે શુભમતિ પાસે અવારનવાર આવવા લાગી. તેણે શુભમતિ સાથે બહેનપણા કરી લીધા. શુભમતિ દિવસે કામ કરે, બધું કરે, પણ મનનું દુઃખ કઈ ભૂલાય ખરું ? બિચારી દુઃખીયારી શુભમતિ રાત્રે રડે ને નીસાસા નાંખે. હું આ બંધનમાંથી મુક્ત કયારે થઈશ ? મારા પૂર્વના કર્મો ઉદયમાં આવ્યા છે. દુનિયામાં કયારે પણ સાંભળ્યુ નથી કે કોઈ છોકરા ભાડે પરણવા ગયેા હાય ને મને ભાડે પરણવા આવ્યા એ મારા કર્મો નહિ તેા ખીજુ શું ? કાઈને નથી બન્યું એવું મારે બન્યું છે. અમૃતકે સભી ભી લેવે, વિષ હૈ બહુત કઠીન, શુભમતિને અપની શુભમતિસે, વિષક અમૃત બનાયા. જગતમાં અમૃત તા ખધા પચાવે પણ વિષ પચાવવું કઠીન છે. શુભમતિએ તત્ત્વજ્ઞાનથી વિષના ઘૂંટડા ગળી જવાની શક્તિ મેળવી લીધી. એટલામાં રમાદાસી ત્યાં આવી પહોંચી. શુભમતિની આંખમાં આંસુ જોઈ રમા પૂછે છે ભાભી! જરા ઉંચુ. તા જુઓ. કેમ રડા છે. ? રમાને તેા પેાતાનું કામ કઢાવવું છે એટલે શુભાની સાથે આડીઅવળી વાતા કરવા લાગી. પછી કહ્યું-ભાભી ! તમે કેમ કંઈ ખેલતા નથી ? અમારા શેઠને ત્યાં તે અઢળક સપત્તિ-ધનવૈભવ છે. તમને શું દુઃખ છે તે ખેલતા નથી ને મૌન રહેા છે ? સસારના આંગણે કદમ ભર્યા પછી મૌન ન Àાલે. મૌન તા મુનિ મહાત્મા, સતાને શાલે. તમે મૌન છેાડો. બધાની સાથે હળીમળી વાતા કરા, હસેા તે બધાને
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy