________________
રાારા રત્ન
૮૪૫
મુખ પર ગંભીરતા, ધીરતા, શૌર્યતા અને નીડરતાના તેજ ચમકી રહ્યા હતા. એ બાળકની
સ્મૃતિ હજુ પણ અમારી આંખ આગળથી ખસતી નથી. ધન્ય છે તેમના માતા-પિતાને કે જેણે જીવનમાં આવા શૂરવીર રત્નને જન્મ આપીને મૃત્યુની સામે અચલ રહેવાના સંસ્કાર આપ્યા. શું તેમનું હૈય! શું તેમની શૂરવીરતા! તેમની આંખમાંથી આંસુનું ટીપું પણ પડયું નહિ, એ જ અજબ આશ્ચર્ય છે. ઢોલ નગારા વગાડતા ઠેઠ ફાંસીના સ્થાને આવ્યા છતાં રડયા નહિ. તેના મા બાપ ને પછાડ ખાઈને પડયા. તે કાળા પાણીએ રડતા હતા. અમે બધા પણ ફાંસી સુધી ગયા હતા પણ પછી અમે તે દશ્ય જોઈ શક્યા નહિ એટલે પાછા વળ્યા. એ બાલરત્નો જે આજે પૃથ્વી પર હયાત હોત તે ભવિષ્યના નરરત્ન બને તેવા હતા. એમાં જરાય શંકા નથી. અમને તે રાજાની ભૂલ દેખાતી હતી. સત્તાને મદ ક્યારેક આવી ભૂલ કરાવી બેસે છે. બિચારા કમળ પુષ્પો સત્તાની કાંટાળી ભૂમિ પર કરમાઈ ગયા. આ સાંભળતા બધાની આંખમાં આંસુ આવી ગયા.
ગુણદત્ત કહે, તે બાળકના માબાપનું શું થયું? મહારાજા ! બગીચાને લીલાછમ રાખનાર માળીનો નાશ થાય તે શું પરિણામ આવે? સાગરદત્ત શેઠ અને તેમની પત્ની બંને બાળકના આઘાતથી આપઘાત કરે એવી સ્થિતિ હતી, પણ તેઓ ધર્મ-કર્મને સમજનારા હતા. છતાં માબાપનું દિલ છે ને ! એક નહિ ને બબે પુત્રોની સાથે ખુવારી! , એમ વિચાર કરતા ખૂબ કલ્પાંત કરતા હતા. તેમને એ વાત ખટકતી હતી કે મારા બાળકની હત્યામાં અમે નિમિત્તરૂપ છીએ. રાજા કહે, એ શેઠશેઠાણી કયાં છે? હવે શું જવાબ આપશે તે વાત અવસરે.
વ્યાખ્યાન ન -૯૬ કારતક સુદ ૫ ને રવીવાર
તા. ૧-૧૧-૮૧ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો ! આ વિશ્વમાં અનંતાનંત જીવો છે, પણ સર્વ જીવોમાં માનવની વિશિષ્ટતા છે. એનું કારણ એ છે કે એની પાસે મન-વચન અને કાયાની પ્રબળ શક્તિઓ રહેલી છે. માત્ર કાયબળ તો સિંહ અને હાથી વગેરે પ્રાણીએમાં કયાં ઓછું છે! જંગલી પ્રાણીઓના કાયિક બળની આગળ તે આપણું કાયબળ કેટલું ઓછું છે ! વસંત ઋતુમાં કેયલના જે ટહુકાર સંભળાય છે એની આગળ માનવીના કંઠની મધુરતા કેટલી બધી ફિક્કી લાગે છે ! કાયાની વિશાળતા, શક્તિ અને વાણીની મધુરતા માનવ કરતાં અમુક પ્રાણીઓમાં સારા પ્રમાણમાં છે, છતાં સમસ્ત જીવોમાં માનવની જે મહત્તા છે એ એની માનસિક-શક્તિ મોબળને આભારી છે.
મેટા વિશાળ વડલાને પણ મૂળમાંથી ઉખેડીને ફેંકી દેનાર હાથીને પણ જ્યારે આપણે એક જગલી માણસની ગુલામી કરતે જોઈએ છીએ અથવા વનરાજના બિરુદને ધારણ કરનાર સિંહને પણ જ્યારે પિંજરાના કેઈ પંખીની જેમ પિંજરમાં પૂરાયેલે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે વિશાળકાય હાથી અને સિંહને પણ